સુરત: (Surat) અમરોલી પોલીસે મોટા વરાછા ખાતે સ્પાની (Spa) આડમાં ચાલતા કુટણખાના (Brothel) પર રેડ કરી 5 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. અમરોલી પોલીસને (Police) મોટા વરાછા પનવેલ પોઇન્ટ ફીલીંગ સ્પા દુકાન નંબર ૧૧૬ માં કુટણખાનુ ચાલતુ હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે રેડ કરતા પોલીસને એક લલના તથા ચાર ગ્રાહક તથા એક સંચાલક મળી આવ્યા હતા.
- મોટા વરાછા પનવેલ પોઈન્ટમાં ફીલીંગ સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપાયું
- અમરોલી પોલીસે રેડ કરી 5 આરોપીઓને પકડી પાડ્યા
સ્થળ પરથી પોલીસે આરોપી સપનાકુમારી (ઉ.વ.૩૦, રહે. પ્રવિણકુમાર અશોકકુમાર ઠાકુર ઉ.વ.૩૨, રહે. ધીરજનગર વિ-૧ આસપાસ ગોડાદરા), પરિક્ષિત ધનશ્યામભાઇ રાદડીયા (ઉ.વ.૨૨, ધંધો.હિરામજુરી રહે. સીટીકોર્નર એપાર્ટેમેંટ લજામણી ચોક મોટા વરાછા), રાહુલ જગદીશભાઇ પટેલ (ઉ.વ.૨૦, રહે. સર્મથ પાર્ક સોસાયટી છાપરાભાઠા રોડ અમરોલી) તથા સુરેશ ધીરજલાલ દવે (ઉ.વ.૩૨, રહે. અમરદિપ એપાર્મેટ ઉમિયાધામ મંદિર પાસે વરાછા) ની ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી કુલ ૨૨,૭૫૦ ની મતાનો મુદામાલ કબજે કરાયો હતો.
ઉમરાના જમીન દલાલે મિત્રતા કરી અંગત પળોનો વિડીયો બનાવી બાદમાં મિત્ર સાથે મળી ગેંગરેપ કર્યો
સુરત: ઉમરા ખાતે આવેલા જમીન દલાલે મંદિરમાં ભેટો થયેલી એક ત્યક્તાને પ્રેમજાળમાં ફસાવી શરીર સંબંધ બાંધી તેનો વિડીયો ઉતારી લીધો હતો. બાદ તેના મિત્ર સાથે પણ શરીર સંબંધ બંધાવી વિડીયો ઉતારી ત્યક્તાને ગાળો આપી માર માર્યો હતો. મહિલાએ ઉમરા પોલીસ સ્ટેશનમાં સામૂહિક બળાત્કારની ફરિયાદ નોંધાવતાં પોલીસે બે આરોપીને ઝડપી પાડ્યા હતા.
ઉમરા ખાતે રંગીલા પાર્ક પાસે નંદનવન સોસાયટીમાં રહેતો 34 વર્ષીય જયેશ ઉર્ફે જય હેમંત બડોડીકર જમીન લે-વેચનું કામ કરે છે. જયેશના સંપર્કમાં એકાદ વર્ષ પહેલાં સ્ટાર બજાર પાસે મેલડી માતાના મંદિરમાં એક ત્યક્તા પ્રિતી (નામ બદલ્યું છે) સાથે મુલાકાત થઈ હતી. ત્યારબાદ બંને વચ્ચે વાતચીત બાદ સંપર્ક વધતાં પ્રેમસંબંધ બંધાયો હતો. બાદ લગ્નની લાલચ આપી જયેશ તેના ઘરે છેલ્લા દોઢેક માસથી બોલાવી તેની સાથે શરીર સંબંધ બાંધી વિડીયો ઉતાર્યો હતો. ગત 8 મેના સાંજે જયેશ ઉર્ફ જય તેના બેડરૂમમાં પ્રિતી સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યાર બાદ તેના મિત્ર યોગી પવારને તેની સાથે જબરજસ્તી શરીર સંબંધ બંધાવ્યો હતો. અને તેના મિત્ર ધ્રુવે વિડીયો ઉતારી ગાળો આપી હતી. તથા જયે ઢીકમુક્કીનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ઉમરા પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી હતી.