સુરત (Surat) : ઉમરા પોલીસે વેસુમાં (Vesu) વીઆઈપી હાઈસ્ટ્રીટમાં હાઈ લુક્સ સ્પાના (Spa) નામે ચાલતું અને રાંદેર પોલીસે (Police) ગુજરાત ગેસ સર્કલ પાસે સરદાર કોમ્પ્લેક્ષમાં પ્રિન્સ સ્પાની આડમાં ચાલતું કુટણખાનું (Brothel) ઝડપી પાડ્યું હતું. ઉમરામાં માલિક, સંચાલક સહિત પાંચ સામે અને રાંદેરમાં ચાર સામે ગુનો નોંધાયો હતો.
- વેસુમાં વીઆઈપી હાઈસ્ટ્રીટ અને રાંદેરમાં સરદાર કોમ્પ્લેક્ષમાં પ્રિન્સ સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપાયું
- શહેરમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાના પર પોલીસના દરોડા યથાવત્
- બંને સ્પામાંથી ચાર ગ્રાહક અને ચાર લલના મળી આવી
શહેરમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાના ઉપર દરોડા (Raid) પાડવાનું ચાલુ રહ્યુ છે. જેમાં ઉમરા પોલીસની ટીમને વેસુ ખાતે આવેલા વીઆઈપી હાઈસ્ટ્રીટ બિલ્ડીંગના પહેલા માટે હાઈ લુક્સ સ્પાની આડમાં કુટણખાનુ ચાલતું હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે રેડ કરતા રતિકાંત હરેકૃષ્ણ (રહે.ગણેશ રેસીડેન્સી સાયણ) એ સ્પા માટે દુકાન ભાડે રાખી હતી. અને ત્યાં કુટણખાનું ચલાવતો હોવાનું જાણવા મળ્યું હતું. સ્પામાં રેડ કરતા ગ્રાહક અશ્વિન લાલજી સાવલીયા (રહે. રવિદર્શન સોસાયટી, વરાછા) તથા કિરણ બીપીનચંદ્ર ખિલાવાલા (રહે.ભુલામોડીની પોળ બેગમપુરા), સ્પા સંચાલક હારુન હમીદ ચૌધરી (રહે.એકતા એપાર્ટમેન્ટ, ઉધના) તથા મેનેજર મોંજરુલ મોકબુલ શેખ (રહે.વ્હાઈટ હાઉસ હરિનગર, ઉધના) મળી આવ્યા હતા. પોલીસે તેમની પાસેથી 43 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સ્પા સંચાલક ગ્રાહકો પાસેથી મસાજના 1000 અને શરીર સુખ માણવાના 2 હજાર લેતા હતા. પોલીસે પાંચેયની સામે ફરિયાદ દાખલ કરી વધારે તપાસ હાથ ધરી હતી.
રાંદેર પોલીસે પણ બાતમીના આધારે ગુજરાત ગેસ સર્કલ સરદાર કોમ્પલેક્ષમાં પ્રિન્સ સ્પામાં રેડ કરી હતી. મસાજ પાર્લરની આડમાં સંચાલક ગીરીશ પહેલાદ નાઈ તથા મેનેજર અંજુ જાવીયાની કુટણખાનું ચલાવતી હોવાનું જાણવા મળ્યું હતું. રેડ દરમિયાન ગ્રાહક રાજેશ ભગવાન રાજપુત (રહે.હરીનગર, ઉધના), રમેશ જતન સતરા (રહે.પંડોળ વેડરોડ) ને પોલીસે પકડી પાડ્યા હતા. રાંદેર પોલીસે ફરિયાદ દાખલ કરી વધારે તપાસ હાથ ધરી હતી. લલનાઓને માસિક 10 હજાર પગાર ચુકવાતો હતો. પોલીસે ત્યાંથી બે લલનાઓને મુક્ત કરાવી હતી. પોલીસે ત્યાંથી કુલ 51 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.