SURAT

બોલો, વરાછામાં ખાડાવાળા રોડ રિપેર કરાતા નથી ને અડાજણમાં સારા રોડ પર કાર્પેટિંગ કરી દેવાયું

સુરત (Surat) : રાંદેર ઝોનના અડાજણ (Adajan) બસ ડેપો (Bus Depot) પાસેનો રોડ (Road) સારો જ હતો. આ રસ્તા પર કોઈ ખાડા (Pit) પડ્યા ન હતા. તેમ છતાં મનપા (SMC) દ્વારા આ રસ્તાને કાર્પેટ (Carpet) કરાતા આશ્ચર્ય ફેલાયું છે. અને બીજી બાજુ શહેરમાં ઘણા રસ્તાઓમાં ખાડા છે અને ખોદકામ થયેલું છે તે રસ્તાઓ પર મનપા દ્વારા કોઈ કામગીરી કરવામા આવી રહી નથી.

અડાજણ બસ ડેપો પાસેના રોડને થોડા સમય પહેલા જ બનાવવામાં આવ્યો હતો. અને અહી રસ્તા પણ સારા જ છે. કોઈ ફરીયાદ પણ નહીં હોવા છતા મનપાએ ચોમાસા પૂર્વે જ આ રસ્તાને ખોદીને તેને કાર્પેટ કરવામાં આવતા મનપાની કામગીરી પર પ્રશ્નો ઉભા થયા છે. તો બીજી તરફ કોટ વિસ્તાર અને કતારગામ ઝોન વરાછા ઝોનમાં ઘણી જગ્યાએ ખોદકામ કરીને રસ્તા રીપેર કરવામાં આવી રહ્યા નથી. સેન્ટ્રલ ઝોનમાં તો ઠેકઠેકાણે રસ્તાઓ પર ખોદકામ કરીને માટી પુરી દેવાઈ છે જેના કારણે અહી વરસાદમાં રસ્તા પર કીચડ થઈ રહ્યું છે. પરંતુ મનપા દ્વારા આ રસ્તા કાર્પેટ કરવાની જગ્યાએ રાંદેર ઝોનમાં અડાજણ બસ ડેપો પાસેનો રસ્તો બનાવાવમાં આવતા લોકો પણ આશ્ચર્યમાં મુકાયા છે.

પહેલા જ વરસાદમાં મનપાની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખૂલી
સુરત: દર વર્ષે સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સુન (Pre Monsoon) કામગીરી કરવામાં આવે છે. પરંતુ પહેલા વરસાદમાં જ પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખૂલી જાય છે. શનિવારે રાત્રે શહેરમાં પ્રિ-મોન્સુનની એન્ટ્રી થતા જ ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા. લિંબાયતના મીઠી ખાડી વિસ્તારમાં પાણીનો ભરાવો થયો હતો તેમજ આ જ વિસ્તારમાં મનપાનું હેલ્થ સેન્ટર છે ત્યા પણ પાણી ભરાયા હતા. તે ઉપરાંત શહેરમાં ઉધના, પાંડેસરા અને વરાછા વિસ્તારમાં રોડ પર પાણી ભરાઈ ગયા હતા. રોડ ઉપર પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અને પાણી ઉતરતા જ મનપા દ્વારા સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

સુરત મનપા દ્વારા દર વર્ષે ચોમાસા પૂર્વે પ્રિ-મોન્સુન કામગીરી થઈ ગઈ હોવાના દાવા કરવામાં આવે છે. પરંતુ પહેલા જ વરસાદમાં શહેરીજનોને હાલાકી થતી હોય છે. શહેરમાં હાલ ઠેકઠેકાણે ખોદકામ કરાયા હોવાથી રસ્તા પર કાદવ-કીચડ પણ થયા હતા અને તેના કારણે રવિવારે સવારથી ઘણી જગ્યાએ વાહનો પણ સ્લીપ થયા હતા. હજી તો શહેરમાં માત્ર પ્રિ-મોન્સુન થયો છે તેમાં જ પાણી ભરાવો થઈ ગયો હતો. એટલે કે મનપાની નબળી પ્રિમોન્સુન કામગીરી બહાર આવી છે.

Most Popular

To Top