SURAT

સુરત-શારજાહ ફ્લાઈટનો સમય બદલાયો, હવે સુરતીઓએ રાતવાસો એરપોર્ટ પર કરવો પડશે નહીં…

સુરત: સુરતથી હવાઈમુસાફરી કરવા માંગતા મુસાફરો માટે એક સારા સમાચાર છે. હવે સુરતથી શારજાહ જઈને એક રાત માટે હોટલોના મોંઘા રૂમ બુક કરાવવા પડશે નહીં. મુસાફરોને પડી રહેલી અગવડતાને ધ્યાનમાં લઈને એરલાઈન્સ દ્વારા સુરત-શારજાહ ફ્લાઈટના સમયમાં મુસાફરોની અનુકૂળતા અનુસાર ફેરફાર કરવામાં આવ્યો છે.

એર ઇન્ડિયા એક્ષપ્રેસની (Air India Express) શારજાહ-સુરત-શારજાહ (Surat-Sharjah Flight) ફલાઇટ નો સમય બદલાયો છે. હવે સુરત થી સવારે 5.15 વાગે સુરતથી ઉપડશે. પેસેજરો ની વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ ગ્રુપ (We Work For Working Airport Group) પાસે સતત સમય બદલવા માંગણી થઈ હતી. મધ્ય રાત્રિએ અહીથી ઉપડીને મધ્ય રાત્રિ જ શારજાહ પહોંચતા તેમના હોટલ તેમજ અન્ય ખર્ચ વધી રહ્યો હતો. તેથી ગ્રુપ દ્વારા સુરત એર ઇન્ડિયા અધિકારી સાથે ચર્ચા કરતા તેમણે પેસેન્જરની જરૂરિયાતને ધ્યાનમાં લઇને સુરત એર ઇન્ડિયા એક્ષપ્રેસની ટીમએ તેમના ઉચ્ચ અધિકારીઓ સાથે વિચાર-વિમર્શ કર્યા બાદ ત્વરિત નિર્ણય લેવામાં આવ્યો છે.

આ દિવાળીમાં જે સુરતીઓ દુબઈના પ્રવાસે જવા માંગતા હોય તેઓનો સમય અને ખર્ચ બંને બચશે. સવારે જ સુરતથી શારજાહ જવા માટે ફ્લાઈટ ઉપડનારી હોય સવારે 10 પહેલાં જ સુરતીઓ દુબઈ પહોંચી જશે. વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ ગ્રુપના સંજય જૈને કહ્યું કે, લાંબા સમયથી સુરતના મુસાફરો ફ્લાઈટનો સમય બદલવા માટે માંગ કરી રહ્યાં હતાં. પહેલાં સુરતથી રાત્રે ઉપડતી ફ્લાઈટ મધરાત્રે 3 વાગ્યા આસપાસ શારજાહ ઉતારતી હતી, જેના લીધે સુરતના મુસાફરોને રાત્રિરોકાણની મુશ્કેલી ઉભી થતી હતી. માત્ર બે-ત્રણ કલાક માટે મોંઘી હોટલોમાં રૂમ બુક કરાવવા પડતા હતા. આથી મુસાફરો ફ્લાઈટનો સમય બદલવા માટે માંગ કરી રહ્યાં હતાં, જે આખરે પુરી થઈ છે.

Most Popular

To Top