સુરત: (Surat) સુરત જીએસટી (GST) વિભાગની મદદ લઇ મદયપ્રદેશના ઇન્દોર (Indore) શહેરના જીએસટી વિભાગના અધિકારીઓએ 200 કરોડના બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ (Bogus Input Tex Credit) કૌભાંડમાં (Scam) સુરતના ઉન વિસ્તારમાં ભંગારનો (Scrap) વેપાર કરતાં બે વેપારીઓની (Traders) અટક (Arrest) કરી ઇન્દોર લઈ ગઈ હતી.
- સુરતના ઉનના હાલાણી અને મર્ચન્ટ નામના વેપારીઓએ બિલ ઈશ્યુ કર્યાં હતાં
- 200 કરોડના બોગસ આઇટીસી કૌભાંડની તપાસમાં મોટી કાર્યવાહી
સુરત જીએસટી વિભાગના સહયોગથી ઉનમાં ભંગારનો વેપાર કરતાં હાલાણી અને મર્ચન્ટ નામના વેપારીઓની અટકાયત ઇન્દોર જીએસટી વિભાગે કરી હોવાનું સુરત જીએસટી વિભાગના સુત્રોએ જણાવ્યું હતું. બોગસ બીલિંગ થકી આઇટીસી ઉસેટી લઇ સરકારની તિજોરીને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. કમિશન પર બોગસ બીલ ઉનના વેપારીઓએ ઇશ્યુ કર્યા હોવાની શંકાને પગલે ઇન્દોર જીએસટી વિભાગે બંનેની અટકાયત કરી હતી.
ટાઈલ્સ ઉત્પાદક કંપનીમાં આયકરના દરોડામાં વધુ 5 કરોડ રોકડા મળ્યા
ગાંધીનગર: અમદાવાદ અને મોરબીમાં મોટુ નામ ધરાવતા જાણીતા ટાઈલ્સ ઉત્પાદક ગ્રુપ સામે આયકરની (Income Tax) દરોડાની (Raid) કાર્યવાહી દરમ્યાન વધુ 5 કરોડની બિન હિસાબી કેશ મળી આવી છે. જે આયકરના અધિકારીઓની ટીમે જપ્ત કરી લીધા છે. સંચાલકોના બેન્ક લોકરો પણ સીલ કરી દેવાયા છે. સતત બીજા દિવસે પણ દરોડાની કાર્યવાહી ચાલુ રહેવા પામી હતી.
આયકર વિભાગ દ્વારા એશિયન ગ્રેનિટો ટાઈલ્સ ગ્રુપ સામે દરોડાની કાર્યવાહી શરૂ કરાઈ છે. રાજ્યભરમાં અમદાવાદ, સુરત તથા મોરબી સહિત 40 સ્થાનો પર દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ છે. આ ગ્રુપના સંચાલકો સંચાલકોની ઓફિસ તથા તેમના નિવાસસ્થાન ખાતે દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ છે. આ ગ્રુપને ફાઈનાન્સ કરનાર અમદાવાદની જાણિતી પાવર બ્રોકર મહિલા કે જેને સત્તાધારી ભાજપના એક પીઢ નેતા સાથે સંબંધો છે તેની સામે તથા ત્રણ જેટલા ફાઈનાન્સરો સામે પણ દરોડાની કાર્યવાહી ચાલી રહી છે.
આ ગ્રુપને ફાઈનાન્સ કરતાં ત્રણ ફાઈનાન્સરો સામે દરોડાની કાર્યવાહી દરમ્યાન 10 કરોડની કેશ મળી હતી. જેમાં સુરતના શેર બ્રોકરને ત્યાંથી પણ (વીઆઈપી રોડ) 4 કરોડની કેશ મળી હતી. અત્યાર સુધીમાં 15 કરોડની કેશ મળી આવી છે. અમદાવાદની પાવર બ્રોકર મહિલા સામે પણ તપાસ ચાલી રહી છે. આયકરના અધિકારીઓ દ્વારા જે ડિજીટલ પુરાવ એકત્ર કરાયા છે, તેની તપાસ કરાઈ રહી છે.