SURAT

સુરતમાં 7800 કરોડના સટ્ટા કૌભાંડમાં હવે EDએ તપાસ શરૂ કરતા ખળભળાટ

સુરત: (Surat) સુરતમાં 7800 કરોડના એન્ટ્રી કૌભાંડમાં (Scam) ઇકોનોમી સેલને હવાલા કાંડના પૂરાવા મળ્યા હોવાની વિગત જાણવા મળી છે. આ પ્રકરણમાં સંડોવાયેલા આરોપીઓના 256 બેંક એકાઉન્ટ (Bank Account) ચેક કરવામાં આવ્યા છે. તેમાં દુબઇ સુધી લીંક મળી હોવાની વિગત જાણવા મળી છે. દરમિયાન સુરતમાં આઠ થી દસ સટોડિયાનુ નેટવર્ક ઝડપવા ઇકોનોમીસેલને સફળતા મળી હતી. તેમાં હાલમાં એન્ફોર્સમેન્ટ ડીરેકટરેટ (ED) દ્વારા પેરેલેલ ઇન્કવાયરી શરૂ કરવામાં આવી છે.

  • સુરતમાં 7800 કરોડના સટ્ટા કૌભાંડમાં હવે EDએ તપાસ શરૂ કરતા ખળભળાટ
  • આ પ્રકરણમાં સંડોવાયેલા આરોપીઓના 256 બેંક એકાઉન્ટ ચેક કરવામાં આવ્યા
  • દુબઇ સુધી લીંક મળી હોવાની વિગત જાણવા મળી

આ સટ્ટા કૌભાંડમાં (Betting Scam) ઉલ્લેખનીય છે કે પ્રથમ વખત ફોરેન્સીક ઓડિટ સીએ પાસે કરાવવામાં આવી રહ્યુ છે. ફોરેન્સીક ઓડિટમાં નાણા કયા ખાતામાંથી કયા ખાતામાં ટ્રાન્સફર થયા અને તે કઇ બેંકમાં કે વિદેશી બેંકમાં ગયા છે તેની તપાસ કરવામાં આવી રહી છે. સુરત અને અમદાવાદમાં હાલમાં પકડાયેલા 1800 કરોડના સટ્ટા કાંડની લીંક મળી રહી છે કે નહી તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. અમીત મજેઠીયા , અમીત ચૌધરી, સુભાષચંદ્ર , દિનેશ ખંભાતી પૈકી હાલમાં એક આરોપી દિનેશ ખંભાતીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જયારે અન્ય આરોપીઓ વોન્ટેડ હોવાની વિગત જાણવા મળી છે. આ મુખ્ય આરોપી સિવાય અંદાજે બાર જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે.

સલાબતપુરામાં દોઢ કરોડના કાપડનુ ચિટીંગના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાન્ચ
સુરત : સલાબતપુરામાં દોઢ કરોડના કાપડના ચિંટીંગના ગુનામાં વોન્ટેડ આરોપીને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. તેમાં ડીંડોલી ફલાવર ગાર્ડન નજદીકથી મનોજ દેવરાજભાઇ ત્રાપસીયા , લેઉઆ પટેલ ,ઉ. વર્ષ 22 ધંધો વેપાર રહેવાસી ફેલટ નંબર બી 401 મંગલમ રેસીડન્સી ,ઓમકાર સોસાયટીની સામે ઉત્રાણ , જિલ્લો અમરેલીને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ આરોપી સામે બ્રિજેશ સંગાણી દ્વારા 1.53 કરોડની છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તેમાં આરોપી દ્વારા જયભવાની ક્રિએશન નામની દુકાન ખોલીને બ્રિજેશ પાસેથી ગ્રેની ખરીદી કરી હતી. વર્ષ 2018 -2019 દરમિયાન આ છેતરપિંડી કરવામાં આવી હતી. આરોપી વોન્ટેડ હોવાથી તેની ધરપકડ કરવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીને સચિન જીઆઇડીસીને સોંપી દેવામાં આવ્યો હોવાની વિગત જાણવા મળી છે.

Most Popular

To Top