SURAT

કોટ વિસ્તારની રૂકમાબાઇ હોસ્પિટલમાં ઓક્સિજન સાથેનું 35 બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું

સુરત: (Surat) બ્રિટિશકાળમાં સુરતના ચોકબજાર, ભાગાતળાવ વિસ્તારમાં ટચઓફ ડફલિન ફંડ હેઠળ શરૂ કરવામાં આવેલી અને 19મીં સદીમાં રૂખમાબાઇ(રાઉત) હોસ્પિટલ (Rukhmabhai Hospital) તરીકે જાણીતી હોસ્પિટલ કોવિડની બીજી લહેરમાં ધમધમતી થઇ છે. બ્રિટિશકાળથી ઓ હોસ્પિટલના ટ્રસ્ટમાં જિલ્લા કલેક્ટર હોદ્દાની રૂએ અધ્યક્ષ રહેતા આવ્યા છે. આજે સુરતના જિલ્લા કલેક્ટર (Collector) ડૉ.ધવલ પટેલના હસ્તે રૂખમાબાઇ હોસ્પિટલ( એસએમવી હોસ્પિટલ)ના એક અલાયદા બિલ્ડિંગમાં 35 બેડનુ કોવિડ કેર સેન્ટર કમ હોસ્પિટલ સુરત હાલાઇ મેમણ સમાજ અને એસએમવી હોસ્પિટલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે શરૂ કરવામાં આવ્યુ હતું.

Rukhma Bai
  • કલેકટર આ હોસ્પિ.ના ટ્રસ્ટના અધ્યક્ષ હોદ્દાની રૂએ કલેકટર હોય છે, સેન્ટરને સુરત હાલાઈ મેમણ સમાજ ચલાવશે
  • તંત્રની એવી અપેક્ષા છે કે કોરોના કેસ ઓછા થાય અને લોકોને કોવિડ સેન્ટર કે હોસ્પિટલ સુધી આવવું ન પડે: કલેકટર

આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ડો.ધવલ પટેલે જણાવ્યું હતું કે હોસ્પિટલના ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે અહીં કોવિડ કેર સેન્ટર શરૂ કરવા માટે રજૂઆત આવી હતી. તેને પગલે સંસ્થાના ટ્રસ્ટીઓ અને હાલાઇ મેમણ સમાજ સુરતના સહયોગથી 35 બેડની કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે. જ્યાં સુધી લોકો કોરોના સંક્રમણ અટકાવવા માટે સોશ્યલ ડિસ્ટન્સની જાળવણી નહીં કરે, માસ્ક નહીં પહેરે, સેનેટાઇઝરનો ઉપયોગ નહીં કરે અને સોશ્યલ ગેધરિંગમાં જવાનુ નહીં ટાળે ત્યાં સુધી ગમે તેટલા કોવિડ કેર સેન્ટરો કે હોસ્પિટલ ઉભી કરવાનો કોઇ અર્થ રહેશે નહીં. જિલ્લા વહીવટી તંત્રની એવી અપેક્ષા છે કે કોરોના સંક્રમણના કેસો જેમ બને તેમ ઓછા થાય અને લોકોને કોવિડ સેન્ટર કે હોસ્પિટલ સુધી આવવું ન પડે.

હોસ્પિટલ ટ્રસ્ટના મંત્રી ડો.કેતન શેલત અને સુરત હાલાઇ મેમણ સમાજના પ્રમુખ ઇલ્યાસ કાપડિયા (ભા)એ જણાવ્યું હતું કે તળ સુરતના મધ્યમાં અન્ય મેડિકલ સેવાઓ માટે હોસ્પિટલ કાર્યરત છે. આ હોસ્પિટલના બે જુદા-જુદા બિલ્ડિંગમાં એવી સુવિધા છે કે એક બિલ્ડિંગને બીજી બિલ્ડિંગથી અલગ કરી આ 35 બેડની ઓક્સિજન સાથેની હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે. હાલાઇ મેમણ સમાજ દ્વારા બાઇપેટ અને મિનિ વેન્ટિલેટરની સુવિધા આપવાની તૈયારી પણ દર્શાવવવામાં આવી છે. કલેક્ટરના અધ્યક્ષ સ્થાને ખુબ ઓછા લોકોની હાજરીમાં થયેલા લોકાર્પણ સમારોહમાં હોસ્પિટલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ઝવરેહ વાડિયા, સલીમ સોપારીવાલા સહિતના ટ્રસ્ટીઓ હાજર રહ્યાં હતાં.

Most Popular

To Top