SURAT

પેન્ડિંગ અરજીઓ 16 જૂન સુધી ક્લિયર નહીં કરાવો તો સુરત RTO અરજી નામંજુર કરી દેશે

સુરત: (Surat) સુરતની પાલ આર.ટી.ઓ. (RTO) કચેરીમાં વાહનને (Vehicle) લગતી અરજી 16 જૂન પછી નામંજૂર કરી દેવાશે. આરટીઓના જણાવ્યા પ્રમાણે સુરતીઓ પોતાના વાહનોને લગતી કોઈપણ પ્રકારની અરજી 16 જૂન સુધી ક્લીયર કરાવી દે. ત્યારબાદ આ અરજીઓ નામંજૂર કરી દેવાશે.

વાહનોને લગતી કોઇપણ પ્રકારની પેન્ડિંગ અરજીઓ જેવી કે, ટ્રાન્સફર ઓફ ઓનરશીપ, એન.ઓ.સી. લોન કેન્સલ, લોન ચડાવવી, વાહનનું રિ-પાસિંગ, ફિટનેસ, ડુપ્લિકેટ આરસી.બુક, પરમીટ, સુધારો – વધારો, ન્યુ રજીસ્ટ્રેશન સહિતની વાહનની પેન્ડિંગ અરજીઓ વાહન માલિકો 16 જૂન સુધી ક્લિયર નહીં કરાવે તો આ પ્રકારની અરજીઓ (Application) નામંજુર કરી દેવામાં આવશે. સુરતના ઇન્ચાર્જ આરટીઓ હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, આરટીઓમાં વાહનોના રજિસ્ટ્રેશનથી લઇ લોન કેન્સલ સહિતની તમામ અરજીઓ જે ઘણાં લાંબા સમયથી આરટીઓ કચેરી ખાતે પેન્ડિંગ છે. જો અરજદારો ૧૬/૦૬/૨૦૨૨ સુધીમાં અરજીઓ ક્લિઅર નહીં કરાવે તો આ અરજીઓ નામંજૂર કરવામાં આવશે. જેની સીધી જવાબદારી અરજદારની રહેશે.

મનપાના ચોથા વર્ગના સફાઈ કામદારોને પણ આવાસ ફાળવવા રજૂઆત
સુરત: સુરત મહાનગરપાલિકાનાં ચોથા વર્ગનાં દલિત સફાઈ કામદારોએ સુરત મનપા મુખ્ય કચેરીએ મોરચો લાવી આવાસ ફાળવણીની માંગ કરી હતી. રજૂઆતમાં તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીને કેન્દ્રની સત્તામાં આવ્યાને આઠ વર્ષ પુરા થયા છે. આ આઠ વર્ષમાં વિકાસ ખુબ થયો હોય તેવું બતાવાવમાં આવે છે પણ વાસ્તવિકતા કંઈક જુદી જ છે. સુરત શહેરને સાફ સુથરૂ રાખી સુરત મહાનગરપાલિકાની છબી સમગ્ર વિશ્વમાં સાફ સુથરી અને સુંદર બનાવનારા આ સફાઈ કામદારોની પરિસ્થિતિ અત્યંત દયનિય બની ગઈ છે. કોરોના કાળ હોય કે પ્લેગના ભંયકર રોગ જેવી પરિસ્થિતિ હોય કે પછી રેલ જેવી કુદરતી આફતોમાં પણ આ સફાઈ કામદારોએ સુરત શહેરના નાગરિકોના હિતમાં અને સુરત મહાનગરપાલિકાના હિતમાં સરાહનિય કામગીરી કરી છે.

મનપાના જે દલિત સફાઈ કામદારો પાસે રહેવા ઘર નથી તેમને કતારગામ ઝોન સ્થિત પટેલવાડી પાસે આવેલા સુરત મહાનગરપાલિકાની માલિકીવાળી ખુલ્લી જગ્યામાં પ્રધાનમંત્રી આવાસ તેમજ મુખ્યમંત્રી આવાસ બનાવી ફાળવવા જોઈએ. સુરત મહાનગરપાલિકામાં હદ વિસ્તરણ થયા બાદ સુરત શહેરનાં વિસ્તાર ઘણો લાંબો થયો છે ને જન સંખ્યા પણ વધી છે. જેની સામે મનપાના 6900 જેટલા સફાઈ કામદારો હાલ શહેરની સફાઈના કામમાં જોતરાયેલા હોય છે. જેની સામે આ દલિત સફાઈ કામદારોને રહેવા માટે માત્ર 510 ઘરની જ વ્યવસ્થા કરી છે. જેથી સફાઈ કામદારોને રહેવા માટે યોગ્ય વ્યવસ્થા કરવા માટેની માંગ કરી હતી.

Most Popular

To Top