સુરત: (Surat) મહિધરપુરા પોલીસની (Police) હદમાં દિલ્હીગેટથી ભાગળ જતાં રોડ (Road) પર એરોમા થાઇ સ્પાના (Aroma Thai Spa) નામે ચાલતા દેહ વ્યાપારના ધંધા ઉપર એએચટીયુ ટીમે (AHTU Team) રેઇડ (Raid) કરી હતી. પોલીસે પાંચ લલનાઓને મુક્ત કરવી હતી તેમજ સ્પાના માલિકને વોન્ટેડ (Wanter) જાહેર કરાયો છે.
- દિલ્હીગેટ નજીક એરોમા થાઈ સ્પાની આડમાં ચાલતું કૂંટણખાનું ઝડપાયું
- AHTUની ટીમની બાતમીને આધારે રેઈડ: પાંચ લલનાઓને મુક્ત કરાવી, માલિકને વોન્ટેડ જાહેર કર્યો
- એએચટીયુની ટીમને મહિધરપુરા દિલ્હીગેટથી ભાગળ તરફ જવાના રસ્તે કૂટણખાનું ચાલતું હોવાની બાતમી મળી હતી
એએચટીયુની ટીમે બાતમીના આધારે મહિધરપુરા દિલ્હીગેટથી ભાગળ તરફ જવાના રસ્તે આવેલા રૂપાલી ટી સેન્ટરની ઉપર પહેલા માળે ”એરોમા થાઇ સ્પા “નામના સ્પામાં રેઇડ કરી હતી. સ્પાના માલિક રામચંદ્ર ઉર્ફે રામુ સુદર્શન સ્વાઇ (રહેવાસી-ઘર નં.૭, રામક્રુપા સોસાયટી, ગેટ નં. ૧ લંબેહનુમાન રોડ, વરાછા તથા મુળ જી. ગંજામ, ઓરિસ્સા) હોવાનું જાણવા મળ્યું હતું.
તેણે પોતાના સ્પામાં સંચાલક તરીકે ઉમાશંકર રસપાલ વર્મા (ઉ.વ. ૩૮ રહે.ઘર નં.ઇ-૨૭, માતૃશકિત સોસાયટી, પુણા ગામ તથા મુળ યુ.પી.)ને રાખ્યો હતો. આ સિવાય 5 મહિલાઓને રાખીને તેમની પાસેથી સ્પાની આડમાં દેહવેપાર કરાવતો હતો. રેઇડ દરમ્યાન પોલીસે સંચાલક તથા બે ગ્રાહકોની ધરપકડ કરી હતી તેમજ સ્પાના માલિકને વોન્ટેડ જાહેર કરાયો છે. પોલીસે પાંચ લલનાઓને મુક્ત કરાવી સ્પામાંથી કુલ 11,700 રૂપિયાનો મુદ્દામાલ કબજે લીધો હતો.
મુસાફરોથી ભરેલી સિટી બસમાં ધુમાડો ઊઠતાં નાસભાગ મચી
સુરત: કામરેજના વાલક પાટિયા નજીક મંગળવારે સવારે મુસાફરોથી ભરેલી એક સિટી બસમાં ધુમાડો ઊઠ્યો હતો. સવારે ઓફિસનો પિક અવર્સ હોવાના કારણે બસમાં મુસાફરો પણ ખીચોખીચ ભર્યા હતા. ધુમાડો ઊઠતાં મુસાફરોને ટપોટપ સિટી બસમાંથી નીચે ઉતારીને જીવ બચાવાયો હતો. ઘટનાનો કોલ મળતાની સાથે જ પુણા ફાયર સ્ટેશનની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી. ફાયર ઓફિસર વિનોદ રોજીવાડિયાએ જણાવ્યું હતું કે, બસમાં શોર્ટ સર્કિટ થઈ હતી અને સાયલેન્સર અત્યંત ગરમ થઇ ગયું હતું. આથી ધુમાડો ઊઠવાની ઘટના ઘટી હતી. બસમાં પાણીનો મારો ચલાવીને ધુમાડો કન્ટ્રોલ કર્યા હતા. આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિ થઇ ન હોવાનું પણ ફાયરનાં સૂત્રોએ ઉમેર્યું હતું.