સુરત: સુરતમાં (Surat) 6 વર્ષની બાળકી (6 Years Old Girl) પર બળાત્કારનો (Rape) ચકચારી ગુનો (Crime) બન્યો છે. કેસની ચોંકાવનારી બાબત એ છે કે માતાનો સંબંધી મહેમાન (Guest) બની ઘરે આવ્યો, રાત્રે જમ્યો અને પછી મધરાત્રે હવસખોરે પરિવારની 6 વર્ષની માસૂમ બાળકીને ઊંઘતા માતા-પિતાની બાજુમાં જ ચૂંથી નાંખી હતી. બાળકી અને પરિવારની ફરિયાદને (Police Complaint) આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
- નાનપુરાના શ્રમજીવી પરિવારની બાળકીને હવસખોરે શિકાર બનાવી
- માતાના સંબંધીને મહેમાન તરીકે રાત્રે ઘરે રાખવાનું શ્રમજીવી પરિવારને ભારે પડ્યું
- માતા-પિતા ઊંઘી ગયા ત્યાર બાદ નરાધમે માસૂમ બાળકી પર ગુજાર્યો બળાત્કાર
- પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી
નાનપુરા વિસ્તારમાં રહેતા મૂળ દાહોદના શ્રમજીવી પરિવારને તેમના ઘેરે આવેલા મહેમાનને રાખવાનું ભારે પડ્યું છે. મહેમાન તરીકે રોકાયેલા નરાધમ આશરો આપરનાર શ્રમજીવીની 6 વર્ષની માસૂમ બાળકી ઉપર દાનત બગાડી રાત્રે બળાત્કાર કર્યો હતો. બનાવ અંગે બાળકીએ સવારે માતા-પિતાને જાણ કરતા તેમના પગ નીચેથી જમીન સરકી જવા પામી હતી. બનાવ અંગે પરિવારે પોલીસને જાણ કરતા અઠવા પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો. અને આ મામલે ગુનો દાખલ કરી નરાધમની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મૂળ દાહોદના વતની અને સુરતમાં નાનપુરા વિસ્તારમાં રહેતો શ્રમજીવી તેની પત્ની અને 6 વર્ષની બાળકી સાથે રહી મજૂરી કામ કરે છે. તેની પહેલી પત્નીનું અવસાન થયું હતું. હાલ તે બીજી પત્ની અને 6 વર્ષની બાળકી સાથે રહે છે અને મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. દરમિયાન ગઈ કાલે બુધવારે બાળકીની માતાનો સંબંધી લાલસીંગ સમુડા ખડીયા (રહે. મક્કાઈ પુલ બ્રિજની નીચે, સુરત, મૂળ વતન તોડી ફળિયું, દાતગઠ, ચાકલીયા, દાહોદ) શ્રમજીવીના ઘરે આવ્યો હતો.
રાત્રે સાથે જમ્યા બાદ લાલસીંગ શ્રમજીવી યુવકના ઘરે જ ઊંઘી ગયો હતો. મોડી રાત્રે લાલસીંગે શ્રમજીવી યુવકની 6 વર્ષની બાળકી પર દાનત બગાડી હતી. મધરાત્રે લાલસીંગે બાળકી પર બળાત્કાર ગુજાર્યો હતો. જેથી બાળકી રડવા લાગી હતી. માતા પિતા જાગી ગયા હતા. ત્યારે બાળકીએ લાલસીંગે કરેલી હરકત અંગે માતા-પિતાને જાણ કરી હતી. માતા-પિતાએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે લાલસીંગ વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ કેસની તપાસ પીઆઈ એ.પી. ચૌધરી કરી રહ્યાં છે.