SURAT

સુરતમાં 2 વર્ષની બાળકીની દુષ્કર્મ બાદ હત્યા, બાળકીને દરરોજ રમાડવા લઈ જતો હતો પાડોશી યુવક

સુરત: (Surat) સુરતના સચિન વિસ્તારમાંથી બે વર્ષની બાળકીની લાશ (Dead Body) મળી આવી છે. પ્રાથમિક તબક્કે આ બાળકી સાથે દુષ્કર્મ (Rape) બાદ હત્યા (Murder) કરી દેવાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટના સચિનના કપલેથા ગામની છે. અહીં બે વર્ષની બાળકીને પાડોશમાં રહેતા 23 વર્ષીય યુવકે રમાડવા લઈ જવાને બહાને દુષ્કર્મ કરી હત્યા કરી દીધી હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે (Police) યુવકની ધરપકડ કરીને તેણે બાળકી સાથે દુષ્કર્મ અને હત્યા કરી છે કે નહીં એ અંગે પૂછપરછ કરી રહી છે. જણાવી દઈએ કે હજી ત્રણ દિવસ પહેલાં જ સુરતમાં બાળકી સાથે દુષ્કર્મ અને ત્યારબાદ તેની હત્યા કરવાના કેસમાં કોર્ટે એક નરાધમને ફાંસીની સજા આપી છે ત્યારે ત્રણ દિવસ બાદ જ આ પ્રકારની ઘટના સામે આવતા પોલીસ માટે મોટો પડકાર ઉભો થયો છે.

  • સુરતમાં વધુ એક શર્મનાક ઘટના સામે આવી
  • 2 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા કરાઈ
  • બાળકીની લાશ સચિનના કપલેથા ગામમાં ઝાડીઓમાંથી મળી આવી
  • પાડોશી યુવક દરરોજ બાળકીને રમાડવા લઈ જતો હતો
  • 3 દિવસ પહેલાં જ એક નરાધમને આવા જ કેસમાં ફાંસીની સજા અપાઈ હતી

મળતી માહિતી પ્રમાણે સુરતના સચિનના કપલેથા ગામમાં બે વર્ષની બાળકી સાથે પાડોશમાં રહેતા 23 વર્ષીય યુવક ઈસ્માઈલ યુસુફ દ્વારા દુષ્કર્મ બાદ હત્યા કરી દેવામાં આવી છે. ગઈ કાલે મોડી સાંજે યુવક બાળકીને રમાડવાનું કહી લઈ ગયો હતો. મોડી રાત સુધી બાળકીને ઘરે પરત ન આપી જતાં પરિવારે શોધખોળ કરી હતી. ગામમાં ખૂલી જગ્યામાં બાળકીની લાશ મળી આવી હતી. આ બાબતની જાણ પોલસને કરવામાં આવી હતી. સચિન પોલીસ તાબડતોબ એક્શનમાં આવી હતી અને થોડાક જ કલાકોમાં નરાધમ યુવકને ઝડપી લીધો હતો.

કપલેથા ગામમાં આવેલા એક બંધ મકાનની પાછળ ખુલ્લી જગ્યામાં ઝાડીઓમાંથી બાળકીની લાશ મળી આવી હતી. ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસને મળેલી માહિતી મુજબ નજીકમાં રહેતો ઈસ્માઈલ યુસુફ બાળકીના ઘરે અવારનવાર જતો હતો. તે બાળકીને દરરોડ પોતાના ઘરે રમાડવા લઈ જતો હતો. યુવક દરરોજની જેમ સોમવારે સાંજે બાળકીને રમાડવા માટે લઈ ગયા ગયો હતો. મોડી રાત સુધી બાળકી ઘરે પરત નહીં આવતાં પરિવારજનોએ તપાસ કરતાં પાડોશી યુવક ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પરિવારે આસપાસના વિસ્તારમાં તપાસ કરી હતી. જ્યાં ઝાડીઓમાંથી બાળકીની લાશ મળી આવી હતી. બાળકીના શરીર પર બચકાં ભર્યાના નિશાન હોવાનું જણાતા પોલીસે તપાસ કરતા દુષ્કર્મ થયું હોવાનું અને ત્યારબાદ હત્યા કરાઈ હોવાનું માલૂમ પડ્યું હતું. હાલ પોલીસ યુસુફની અટક કરીને બાળકી સાથે દુષ્કર્મ કર્યું છે કે નહીં અને હત્યા કરી છે કે નહીં એ અંગે પૂછપરછ કરી રહી છે.

Most Popular

To Top