SURAT

‘હું તો અહીંથી જ જઈશ, તમે કોણ મને રોકવાવાળા’: સુરતમાં પોલીસ સાથે દાદાગીરી કરનારના થયા આ હાલ

સુરત: (Surat) સુરતના સરથાણામાં આઝાદી કા અમૃત મહોત્સવની બાઇક રેલી (Bike Rally) દરમિયાન એક યુવકે વરાછા પોલીસના સ્ટાફ (Varacha Police Staff) સાથે દાદાગીરી (Ruffianism) કરી ગાળાગાળી કરતાં પોલીસ ફરિયાદ થઇ હતી. ‘હું તો અત્યારે અહીંથી જ જઇશ, તમે કોણ મને રોકવાવાળા’. પોલીસને આ વાત કહેનાર યુવક સામે પોલીસે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી ધરપકડ કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ વરાછા પોલીસના હે.કો. કાનજીભાઇ તેમજ અન્ય સ્ટાફ વરાછા સીતાનગર ચોકડી પાસે ભાજપ દ્વારા આયોજિત આઝાદી અમૃત મહોત્સવની બાઇક રેલીના બંદોબસ્તમાં હતો. પોલીસે અહીં એક તરફનો રસ્તો બંધ કરી દીધો હતો. આ દરમિયાન ત્યાં એક યુવક આવ્યો હતો. પોલીસે તેને અટકાવ્યો ત્યારે તેને પોલીસને કહ્યું કે, ‘હું તો અત્યારે અહીંથી જ જઇશ, તમે કોણ મને રોકવાવાળા’. પોલીસની સાથે દાદાગીરી કરનાર દર્શિત જયસુખભાઇ ઠુમ્મર (રહે.,યોગીકૃપા સોસાયટી, સરથાણા)ને પકડી પાડ્યો હતો. પોલીસે તેની સામે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી ધરપકડ કરી હતી.

ચોકબજારની મહિલા સાથે વીમા પોલિસીની રકમ રિલીઝ કરવાને બહાને ૭૦ હજારની ઠગાઈ
સુરત : ભરીમાતા રોડ ફૂલવાડી મહેક રેસિડેન્સી ખાતે રહેતા ૪૨ વર્ષીય ઝાહેરાબી સઈદઅલી સૈયદ લહેરચંદ ઈટાળીયા ધાગા કટિંગનું કામ કરી પરિવારને આર્થિક મદદ કરે છે. ઝાહેરાબીના પતિ સઈદઅલીએ ભારતીય અક્ષા નામની વીમા પોલિસી આઠ મહિલા પહેલાં લીધી હતી. ઝાહેરાબીના મોબાઇલ ઉપર એક અજાણી વ્યક્તિનો ફોન આવ્યો હતો અને તેને પોતાની ઓળખ દિલ્હીથી ભારતીય અક્ષા ફંડ રિલિઝિંગ ડિપાર્ટમેન્ટમાંથી રજત શર્મા તરીકે આપી હતી. આ રજત શર્માએ તેના મોટા સાહેબ કૈલાસ ગુપ્તા સાથે વાત કરાવી હતી. કૈલાસ ગુપ્તાએ ઝાહેરાબીને ભારતીય અક્ષામાંથી ફંડ રીલીઝ થાય છે, તમારા બેંક એકાઉન્ટમાં રૂ.21.50 લાખ ટ્રાન્સફર કરવાના છે તેમ કહી બેંકની વિગત મંગાવી હતી. ઝહેરાબીએ પોતાના પતિને વાત કરી કૈલાસ ગુપ્તાની બેંકની ઓળખ આપી હતી. ઠગબાજે રિલિઝિંગ ફંડના પૈસા મેળવવા પ્રોસેસિંગ ફીના નામે રૂપિયા ૧૦ હજાર તેમજ અન્ય પ્રોસેસિંગ ચાર્જ સહિત કુલ 70 હજાર ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લીધા હતા અને બાદ ફોન સ્વિચ ઓફ કરી નાંખ્યો હતો. આ બાબતે ઝાહેરાબીએ ચોકબજાર પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top