સુરત: (Surat) ગ્રીષ્માની હત્યાની (Grishma Murder) ઘટના વિશ્વફલક પર છવાઇ ગઇ છે. જેમાં સુરતનું નામ તથા પોલીસનું (Police) નામ કદાચ કયારેય બદનામ નહીં હતું તેટલી હદે ખરડાયું છે. હવે આ ગંભીર મામલે શહેર પોલીસ અને જિલ્લા પોલીસ ગમે તે કરી રહી હોત પરંતુ ફેનિલ આખા પરિવારને ખત્મ કરી નાંખવા માંગતો હતો. ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યુંકે ફેનિલનો પ્લાન ગ્રીષ્માને તો મારવાનો હતો જ પરંતુ તે સાથે તેના પિતા અને ભાઇ ધ્રુવને પણ તે ખત્મ કરી નાંખવા માંગતો હતો. તેણે મોટા બાપાને તેણે ઝનૂનથી ચપ્પુ મારી દીધુ હતું. તેમના આંતરડા બહાર લટકી ગયા હતા. ત્યારબાદ તેણે ગ્રીષ્માના ભાઇ ધ્રુવ અને પિતા નંદલાલ પર હુમલો કર્યો હતો. તે ગ્રીષ્માની માતા પાછળ પણ દોડયો હતો. અલબત આ હત્યાકાંડને તે અંજામ આપી શકયો ન હતો. પ્રેમમાં વિકૃત થયેલો ફેનિલ (Fenil) આખા પરિવારને યમસદન પહોંચાડવા માટે તૈયારીઓ કરી હતી અલબત આ પરિવારના અન્ય લોકોને આબાદ બચાવ થયો હતો. ફેનિલ તેના પ્લાન મુજબ સફળ રહ્યો ન હતો. જો તે સફળ રહ્યો હોતતો કદાચ સુરતમાં મોટો નરસંહાર નોંધાયો હોત.
- ફેનિલનો પ્લાન ગ્રીષ્માને તો મારવાનો હતો જ પરંતુ તે સાથે તેના પિતા અને ભાઇ ધ્રુવને પણ તે ખત્મ કરી નાંખવા માંગતો હતો
- ફેનિલે પોલીસને કીધું હું અસફળ રહ્યો, ગ્રીષ્માના કાકાની હાલત ગંભીર
ગ્રીષ્માના કાકાની હાલત ગંભીર : આંતરડા બહાર લટકી જતા સિવિલમાં પાણી આપવાનું બંધ કરાયું
ગ્રીષ્માના કાકાની હાલત ગંભીર હોવાની વિગત જાણવા મળી છે. તેમાં ઝનૂની ફેનિલે આખા આંતરડા ચપ્પુ મારીને બહાર ખેંચી નાંખ્યા હતાં. હાલમાં તબીબોએ સાત દિવસ સુધી ગ્રીષ્માના કાકાને પાણી નહીં આપવા માટે જણાવ્યું છે. અલબત ગ્રીષ્માના કાકાની હાલત ગંભીર હોવાની વિગત જાણવા મળી છે.
પાટિદાર આગેવાનોનું મહાસંમેલન મળવાના એંધાણ
સુરત : ગ્રીષમાની કરપીણ હત્યાથી હાલમાં પાટિદાર સમાજ ધ્રુજી ગયો છે. દરમિયાન આ મામલે પાટિદાર સમાજ આવતા સપ્તાહમાં આગેવાનો એકત્રિત થવાનો નિર્ણય લીધો છે. આ મામલે તારીખ આવતા થોડા દિવસમાં ઘોષિત કરવાની વાત કરવામાં આવી છે. પાટીદાર સમાજના આગેવાન કાનજી ભાલાળાએ જણાવ્યુંકે સમાજ આ મામલે ગંભીર છે. તેથી અમે આવતા દિવસોમાં આગેવાનોનુ મહાસંમેલન બોલાવવાના પ્રયાસ કરી રહયા છે. ગ્રીષ્માના મુદે સમાજના તમામ લોકોનો અભિપ્રાય લેવાશે. આ ઉપરાંત જો કોઇને આ પ્રકારની ગંભીર તકલીફ હોય તો તે મામલે પણ સમાજ સમસ્યા હલ કરવા માટે તત્પર છે.