SURAT

સુરત પોલીસે સરપ્રાઈઝ ચેકિંગ કર્યું તો એવું વસ્તુઓ મળી કે ચોંકી ઉઠશો

સુરત: શહેરમાં અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં કોમ્બિંગ થયાં હતાં. તેમાં રાંદેર, ડુમસ તથા પાંડેસરા પોલીસની હદમાં આવતા વડોદમાં આવેલા એસએમસી આવાસમાં રવિવારે મળસકે કોમ્બિંગ કરી 1512 રૂમ ચેક કરી તેમાંથી 10 આરોપીને ઘાતક શસ્ત્રો સાથે ઝડપી પાડ્યા હતા.

  • પોલીસે તપાસ દરમિયાન ઘાતક શસ્ત્રો સાથે 10ને પકડ્યા
  • આરોપીઓ પાસેથી રેમ્બો છરા, ચપ્પુ, ધોકા તથા લાકડાંના ફટકા મળી આવ્યા
  • પાંડેસરા પોલીસનું મળસકે એસએમસી આવાસમાં મેગા કોમ્બિંગ

શહેરમાં બેફામ બની રહેલાં અસામાજિક તત્ત્વો ઉપર ધાકની રસ્સી કસવા માટે પોલીસ કમિશનર દ્વારા જે-તે પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતાં અસામાજિક તત્ત્વો વિરુદ્ધ કડક પગલાં લેવા તથા રાત્રિ દરમિયાન આવાં અસામાજિક તત્ત્વો જ્યાં રોકાવાની શક્યતા હોય તેવા વિસ્તારમાં કોમ્બિંગની કાર્યવાહી કરવા સૂચના અપાઈ હતી. નાયબ પોલીસ કમિશનર સાગર બાગમાર, મદદનીશ પોલીસ કમિશનર આર.એલ.માવાણીના સુપરવિઝન હેઠળ પાંડેસરા પોલીસ ઈન્સ્પેક્ટર એ.પી.ચૌધરી તથા ક્રાઈમ બ્રાંચના પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓની 20 ટીમ બનાવી હતી. જેમાં 9 પીએસઆઈ મળી કુલ 70 પોલીસ કર્મચારી સાથે વડોદગામ ખાતે વડોદ એસ.એમ.સી. આવાસમાં રવિવારે વહેલી સવારે 4 વાગે કોમ્બિંગની કાર્યવાહી થઈ હતી. સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરાતાં વડોદ એસ.એમ.સી. આવાસમાં આવવા-જવાના એન્ટ્રી/એક્ઝિટ પોઈન્ટ પર નાકાબંધી કરાઈ હતી.

હથિયાર સાથે 10 આરોપીની ધરપકડ
આવાસમાં આવેલાં કુલ ૮૪ બિલ્ડિંગ્સની કુલ ૧૫૧૨ રૂમ તથા આજુબાજુનો ઝાડી-ઝાંખરાવાળો ખુલ્લો વિસ્તાર ચેક કરાયો હતો, જેમાં રેમ્બો છરા, ચપ્પુ, ધોકા તથા લાકડાના ફટકા જેવાં હથિયાર સાથે 10 આરોપી સામે કાર્યવાહી કરાઈ હતી. કોગ્નિઝેબલ ગુનો કરવાની શક્યતા ધરાવતા 7 સામે અટકાયતી પગલાં લેવાયાં હતાં. નંબર પ્લેટ વગરના તથા ફોલ્ટી નંબર પ્લેટવાળાં 10 વાહન જપ્ત કરાયાં હતાં.

લિંબાયત પોલીસે 3 લાખનો ચરસનો જથ્થો સીઝ્ડ કર્યો
સુરત : લિંબાયત પોલીસે અંદાજે 998 ગ્રામ ચરસનો જથ્થો સિઝ્ડ કર્યો હતો. તેની કુલ મત્તા 3 લાખની આસપાસ થાય છે. લિંબાયત પોલીસે જણાવ્યાનુંસાર આ ચરસનો જથ્થો ઇમરતારામ ભૂરારામ બિશ્નોઇ પાસેથી પકડાતા તેની ધરપકડ કરવામાં આવી હતી. અફીણનો જથ્થો મોકલનાર મદન રાજપુરોહિતનો સમાવેશ થાય છે. ડિંડોલી જાગૃતિ ટ્રેડર્સ પાસે ચરસનો જથ્થો લઇને ઇમરતારામ નામનો ઈસમ ઉભો હોવાની બાતમી મળતા લિંબાયત પોલીસ દ્વારા આ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો.

Most Popular

To Top