SURAT

સુરતના મોટા વરાછામાં પાર્કિંગ બાબતે ઠપકો આપતા કાર માલિકે વકીલને ધમકી આપી

સુરત: મોટા વરાછા (Mota Varacha) ઉત્રાણ સર્કલ પાસે આડેધડ ફોર્ચ્યુનર કાર પાર્કિંગ (Car Parking) કરવા બાબતે કાર માલિકને જણાવતા તેણે વકીલને (Lawyer) મારી નાંખવાની ધમકી (Threat) આપી હતી. આ ઉપરાંત વકીલની ઓફિસમાં (Office) રિસેપ્શનમાં બેસતા વકીલના સાળાને પણ મારી નાંખવાની ધમકી મળતા આખરે પોલીસ ફરિયાદ (Police Complaint) થઇ હતી.

પ્રાપ્ત વિગતો મુજબ મુળ ભાવનગર જિલ્લાના સિદસર ગામે રહેતા અને મોટા વરાછા મહાદેવ ચોક પાસે સત્યમ રો-હાઉસમાં રહેતા ઉમેશ નરસિંહભાઇ ડાખરા સુરતની કોર્ટમાં વકીલાતનો વ્યવસાય કરે છે. તેઓની ઓફિસ વરાછા ઉત્રાણ પાસે રોયલ સ્કેવરમાં આવી છે. રોયલ સ્ક્વેરની સામે આડેધડ વાહન પાર્ક કરાયા હતા, આ બાબતે ઉમેશભાઇએ રોયલ સ્ક્વેરના પ્રમુખ ઘનશ્યામભઆઇ કથીરિયાને લેખિતમાં જાણ કરીને કોઇપણ વાહનો અચડણરૂપ ન થાય તે માટે જણાવ્યું હતું. પ્રમુખે ઉમેશભાઇને કાયદાકીય કાર્યવાહી કરવા માટે જણાવ્યું હતું.

આ દરમિયાન ત્યાં મોટા વરાછા પ્રિન્સેસ રો હાઉસમાં રહેતો જગદીશ ઉર્ફે જે.કે. રાજપુત કાનાભાઇ રાઠોડે પોતાની ફોર્ચ્યુનર કાર આડેધડ પાર્ક કરી હતી. આ બાબતે ઉમેશે તેના વોચમેનને જાણ કરી હતી. આ વાતની અદાવત રાખીને જગદીશે ઉમેશની ઓફિસે આવ્યો હતો અને ત્યાં રિસેપ્શન ઉપર બેસતા તેના સાળા હાર્દિકને મારી નાંખવાની ધમકી આપી હતી. ઉમેશ ડાખરા ઓફિસે આવ્યા ત્યારે જગદીશ અને તેની સાથેના બીજા બે માણસો પણ આવ્યા હતા અને વકીલને પણ ધમકાવવા લાગતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો. પોલીસે જગદીશની સામે ધમકી આપવાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

જગદીશ તરફે કોઇપણ વકીલે હાજર નહી થવા વકીલ મંડળનો ઠરાવ
અવારનવાર વકીલો ઉપર હુમલાઓ થવાની ઘટનામાં સતત વધારો થયો છે. દોઢ મહિના પહેલા પણ કતારગામમાં એક વકીલ ઉપર બોગસ વકીલે ફોન ઉપર ગાળાગાળી કરીને ધમકીઓ આપી હતી. ત્યાં હવે ઉત્રાણમાં પણ વકીલ ઉમેશ ડાખરાને અન્ય યુવકે ધમકી આપી હતી. વકીલોની સાથે થતી મારામારીની ઘટનામાં હુમલાઓ કરનાર તેમજ ધમકી આપનારા તરફે કોઇ વકીલ હાજર ન થાય અને પોતાનું વકીલપત્ર રજૂ ન કરે તે માટે સુરત જિલ્લા વકીલ મંડળને રજૂઆત કરવામાં આવી હતી. આ મામલે સુરત જિલ્લા વકીલ મંડળ દ્વારા કોઇપણ વકીલે હાજર નહી થવાનો ઠરાવ કરાયો હતો.

Most Popular

To Top