સુરત: સુરત (Surat) પાંડેસરા વિસ્તારમાંથી ગુમ 10 વર્ષની કિશોરી કલાકો બાદ પોલીસ (Police) કોલોની નજીકથી મળી આવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. એટલું જ નહીં પણ આજે સાંજે કિશોરીને મેડિકલ ચેકઅપ માટે સિવિલ(Civil Hospital) લવાતા પરિવાર ચોધાર આંસુએ રડતો દેખાયો હતો. પરિવારે જણાવ્યું હતું કે માસુમ દિકરી બપોરની ગુમ હતી. મધરાત્રે પોલીસ સાથેની શોધખોળ બાદ મળી આવી છે. કોઈ રીક્ષા ચાલક ઉપાડી ગયો હોવાની આશકા પણ વ્યક્ત કરાઈ છે. હાલ પોલીસ તપાસ ચાલી રહી છે.
પરિવારે જણાવ્યું હતું કે તેઓ બિહારના રહેવાસી છે. કાપડ માર્કેટમાં મજૂરી કામ કરે છે. બે પુત્રો અને એક ની એક દિકરી સાથે રહે છે. ગુરુવારની રાત્રે લગભગ 11 વાગે કામ પરથી આવ્યા બાદ પત્નીએ કહ્યું હતું કે 10 વર્ષની દીકરી બપોરથી ગુમ છે. શોધખોળ કર્યા બાદ પણ ક્યાંય પતો નહિ લાગતા ફોટો લઈ પોલીસ સ્ટેશનમાં ગયા હતા. કલાકો બાદ પોલીસે દિકરી ને પોલીસ કોલોની પાસેથી શોધી કાઢી હતી.
વધુમાં જણાવ્યું હતું કે દીકરી હેબતાઈ ગઈ હતી. કોઈ પણ પ્રકાર ના નિવેદન આપવાની પરિસ્થિતિમાં ન હતી. પોલીસ આજે દિકરી ને મેડિકલ તપાસ માટે સિવિલ લઈ આવ્યું છે. એટલું જ નહીં પણ દિકરી ને ઉપાડી જનાર ને શોધી રહી છે. કોઈ રિક્ષા ચાલક માસુમ દીકરી ને ઉપાડી ને લઈ ગયો હોય એવી આશકા વ્યકત કરાઈ રહી છે. હાલ પોલીસ તપાસ ચાલી રહી છે.
તબીબી સૂત્રોના જણાવ્યા અનુસાર 10 વર્ષની માસુમ કિશોરીના ગુપ્તભાગેથી ઇજાના નિશાન મળી આવ્યા હોવાની વાત સામે આવી છે. ડોક્ટરોએ સેમ્પલ લઈ દિકરીને ગાયનેક વિભાગમાં નિષ્ણાત અભિપ્રાય માટે રીફર કરી છે. એટલું જ નહીં પણ સિવિલ ચોકી ને પણ જાણ કરી દેવાય છે. માસુમ દિકરી સાથે કોઈ અનહોની થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં દેખાય રહ્યું હોય એમ કહી શકાય છે. હાલ પાંડેસરા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.