SURAT

ચૂંદડી મહિયરની: ચાર યુગલે હિન્દુ, મુસ્લિમ, શીખ અને ઈસાઈ પદ્ધતિથી લગ્ન કરી સમાનતાનો સંદેશ આપ્યો

સુરત: (Surat) પી.પી.સવાણી ગ્રુપ (P P Savani Group) આયોજિત “ચુંદડી મહિયરની” લગ્નોત્સવનો (Marriage Function) ચોથો તબક્કામાં રવિવારે સાંજે કન્યા વિદાયથી સંપન્ન થયો હતો. અબ્રામાં પી.પી.સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલ ખાતે બે દિવસના કાર્યક્રમમાં કુલ 300 પિતાવિહોણી દીકરીઓનું (Daughter) લગ્ન સમારોહમાં દીપ પ્રાગટ્ય જે કોરોનાકાળમાં ગંગા સ્વરૂપ થયેલી બહેનોના હસ્તે કરાવીને સામાજિક સંદેશ આપ્યો હતો. પી.પી.સવાણી પરિવારે આ વર્ષે પહેલી વાર અનોખા લગ્ન વિધી કરી હતી. જેમાં ચાર કપલે હિન્દુ, મુસ્લિમ, શીખ અને ઇસાઇ ધર્મના અલગ અલગ ધર્મ પ્રમાણે ચાર વાર લગ્ન વિધી કરીને સમાજપ્રેમીઓને સમાનતાનો સંદેશ આપ્યો હતો. આમ દરેક ધર્મ અને જ્ઞાતિની દીકરીઓના લગ્નનું આયોજન કરી સામાજિક એકતાનું એક શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

આજના કાર્યક્રમમાં સમાજસેવાભાવી કેશુભાઇ ગોટી, લવજીભાઇ બાદશાહ, મનહરભાઇ સાસપરાનું વલ્લભભાઇ અને મહેશભાઇ એ સન્માન કર્યુ હતું. આ પ્રસંગે દિલ્લીના મુખ્યમંત્રી મનિષ સિસોદીયા, ભાવનગરના યુવરાજ સાહેબ જયવીરરાજસિંહ ગોહિલ,કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવત,આપ નેતા ગોપાલ ઇટાલિયા, ઇસુદાન ગઢવી, મનોજ સોરઠીયા સહિત સમાજના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમાજના અનેક અગ્રણીઓની સાથે આજના લગ્ન સમારોહમાં ડોક્ટર, સી.એ., વકીલ સહિત જેવા આગેવાનોના હાથે કન્યાદાન કરવામાં આવ્યું હતું.

ગયા જન્મમાં કરેલા અનેક પુણ્ય કર્યો કરનારને આ કામ કરવાનો અવસર મળ્યો હશે- મનિષ સિસોદિયા
આજના પ્રસંગે મુખ્ય અતિથી તરીકે હાજર રહેલા દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા પિતા વિહોણી દીકરીઓને કન્યાદાન કર્યું હતું અને જણાવ્યું હતું કે, આ પ્રસંગ અને આ કાર્ય એ પરિવાર ભાવનાનું, સર્વધર્મ સમભાવનું શ્રેષ્ઠ ઉદાહરણ સમાજ સમક્ષ પ્રસ્તુત કર્યુ છે. સમૂહ લગ્ન આખા દેશમાં અનેક જગ્યાએ થાય છે પણ એ એક વિધિ કે ઔપચારિકતા જેવા હોય છે આજે મેં જે જોયું છે એ અભૂતપૂર્વ છે. ગયા જન્મમાં કરેલા અનેક પુણ્ય કર્યો કરનારને આ કામ કરવાનો અવસર મળ્યો હશે. એમણે દિલ્હી સરકાર અને દિલ્હીવાસીઓ વતી સૌને શુભેચ્છાઓ પાઠવી હતી.

આવતા લગ્નોત્સવનું નામ ‘દીકરી જગત જનની’ રાખવામાં આવશે: મહેશ સવાણી
મહેશભાઇ સવાણીએ જણાવ્યું હતું કે, લગ્નસમારોહમાં જે પિતા વિહોણી દીકરીઓના લગ્ન થયા છે, તે તમામ દીકરીઓનું જે ઘરે સાસરે જવાની છે, તેમના સાસુ-સસરા દ્વારા આ દીકરીઓનું શક્તિ અને લક્ષ્મી સ્વરૂપ માનીને દીકરીઓનું પૂજન કરવામાં આવે. દીકરી જન્મે ત્યારથી એનો પરિવાર એના ઘરસંસારની ચિંતા કરતા હોય છે. કમનસીબે આવી દીકરીઓના જીવનમાં અચાનક કરુણા સર્જાઈ અને પિતાની છત્રછાયા માથે થી હટી જાય ત્યારે અંધારું છવાઈ જતું હોય છે. વેવાઈઓને વિનંતી કરી કે આ પિતાવિહોણી દીકરીઓના માતા-પિતા બનીને તેઓના સ્વપ્ન સાકાર કરશો. આગામી વર્ષમાં લગ્નોત્સવનું નામ “દીકરી જગત જનની” જાહેર કરવામાં આવ્યું.

Most Popular

To Top