સુરત: (Surat) વીર નર્મદ યુનિ.ખાતે ઓનલાઇન પરીક્ષા (Online Exam) માટે મળેલી માર્ગદર્શક બેઠકમાં કોરોનાની સ્થિતિ સમીસૂતરી થાળે પડે તો આગામી 14 જૂનથી પ્રવર્તમાન શૈક્ષણિકવર્ષની પરીક્ષાઓનો પ્રારંભ થશે. યુનિ.માટે પ્રવર્તમાન શૈક્ષિણક વરસ કોરોનાને લઇને કઠીનાઇ ભરેલુ રહયુ હતુ. આ વરસે કોલેજોમાં રાબેતા મુજબ શરુ થઇ શકી નથી. યુજી કે પીજીના કલાસ ઓનલાઇન જેમ તેમ લેવાયા હતા. અને ગયા મહિને કોરોનાએ પિક પકડતા યુનિ.તંત્રવાહકો માટે પરીક્ષાની મૂંઝવણ ઘેરી બની હતી. કોરોનાના પિકને લઇને પરીક્ષા કેવી રીતે લેવી તે અંગે ભારે વિમાસણ સજાર્ઇ હતી. યુનિ.એ કોવિડને લઇને સરકારે જાહેર કરેલા પ્રોગ્રેશન સિવાયના સેમેસ્ટરમાં પરીક્ષા માટે મેરેથોન ચર્ચાઓ કરી હતી. અને આખરે શિક્ષણવિદોએ યુજી અને પીજીના અલગ અલગ સેમેસ્ટરની પરીક્ષાઓ ઓનલાઇન લેવા સહમતિ સાધી હતી. એક કલાકની પચાસ સવાલની એમસીકયુ (MCQ) પ્રકારના સવાલો સાથે પરીક્ષા લેવા માળખું ગોઠવાઇ ગયુ છે.
યુનિ.ખાતે આ ઓનલાઇન એકઝામ્સ અંગે માર્ગદર્શક આજે મહત્ની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં તમામ ફેકલ્ટીઝના ડીન સહિત શિક્ષણવિદો ઉપસ્થિત રહયા હતા. યુનિ.ના અંતરંગ સૂત્રોના જણાવ્યાનુસાર યુનિ.એ આ વરસે અઢી લાખ ઉમેદવારોની પરીક્ષા ઓનલાઇન લેવા નિર્ણય કયો છે. ઓનલાઇન એકઝામ્સ માટે એન્ડ્રોઇડ બેઇઝડ કોઇપણ મોબાઇલ, લેપટોપ કે ડેસ્કટોપ સહિતના ગેઝેટસ ઉપયોગ કરી શકાશે. યુનિ.એ આ માટે માઇક્રોલેવલ પ્લાનીંગ કરી નાંખ્યુ છે. યુનિ. વિસ્તારના છ જિલ્લામાં આવેલી તમામ સ્કૂલ્સ તેમજ સંસ્થાઓ સહિત સરકારી ગ્રામ પંચયાતને પત્રો લખી ઓનલાઇન એકઝામ્સ આપનારા ઉમેદવારો માટે નેટ કનેકટીવીટી પ્રોવાઇડ કરવા જણાવાશે. આગામી 14 જૂનથી તબક્કાવાર પીસ્તાળીસ દિવસમાં આ પરીક્ષાઓ પૂરી કરાશે. સૂત્રોએ કહયુ હતુ કે કોરોનાની પરિસ્થિતિ કાબુ હેઠળ રહે અને માહોલ હળવો બનશે તો જે તે સેમેસ્ટરમાં ઓફલાઇન એકઝામ્સ પણ લેવાશે.
ચાલુ પરીક્ષાએ નેટ કેનકટીવીટી જતી રહે તો પંદર મિનિટ અપાશે
યુનિ.એ આજે ઓનલાઇન પરીક્ષાના સારા નરસા તમામ પાસાઓ સહિત સ્થાનિક સ્તરે માળખાકીય સવલતો અંગે ગહન ચચાર્ઓ કરી હતી. સુરત શહેર કે વિકસીત જિલ્લાઓ તો ઠીક પરંતુ અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારના ઉમેદવારો માટે પણ પરામર્શ કરાયો હતો. એમા ઉમેદવારોને ઓનલાઇન એકઝામ માટે પડનારી હાલાકી અંગે પણ વાતો થઇ હતી યુનિ.એ ઓનલાઇન એકઝામ વખતે ચાલુમાં નેટકનેકટીવીટી બ્રેક થાય તો પંદર મિનિટ વધારે આપવા નિર્ણય કયો છે.
ઓનલાઇન એકઝામ માટે જે ઉમેદવાર પાસે સવલતો નહિં હોય તેઓ નજીકની શાળા કે કોલેજનો સંપક કરી શકે
યુનિ.એ સૌપ્રથમ વખત વિશાળ સ્તરે અને મોટી સંખ્યામાં ઉમેદવારો બેસવાના હોય તેવી ઓનલાઇન એકઝામ માટે તડામાર તૈયારીઓ કરી દીધી છે જેમાં ઉમેદવાર લોગઇન થાય કે લોગઆઉટ થાય તે પણ યુનિ. બેઠાબેઠા જોઇ શકશે તે ઉપરાંત જે ઉમેદવાર પાસે મોબાઇલ કે કોમ્પ્યુટર સુવિધા નહિં હોય તેમને નજીકની કોલેજમાં સુવિધા મળી જશે. આવા ઉમેદવારોએ પરીક્ષાના અમુક દિવસો પહેલા જે તે કોલેજને જાણ કરવાની રહેશે જેથી જે તે કોલેજ ઓનાલઈન પરીક્ષા આપવા આવનારા ઉમેદવાર માટે વ્યવસ્થા ગોઠવી દેશે.
ઓનલાઇન એકઝામ્સ માટે હેલ્પલાઇન પણ ચાલુ કરાશે
વીર નર્મદ યુનિ.એ્ આગામી 14 જૂનથી ઓનલાઇન એકઝામ્સ માટે તૈયારીઓ કરી દીધી છે. ઓનલાઇન પરીક્ષા સામે ઘણા અવરોધો છે. સ્થાનિક સ્તરે નેટ સમસ્યા તેમજ પૂરેપરી માળખાકીય સવલતો અંગે પણ સમસ્યાઓ છે. પરંતુ યુનિ.એ્ ઓનલાઇન એકઝામ્સ માટે આગોતરુ આયોજન કરી દીધુ છે. યુનિ.એ પરીક્ષા માટે તમામ શાળા કોલેજો તેમજ ગ્રામપંચાયત કચેરી પાસે નેટ કનેકટીવીટી માટે કાગળો લખી વ્યવસ્થા કરાવશે તે ઉપરાંત જે ઉમેદવારને ઓનલાઇન એકઝામ આપવા માટે લોગઇને કરતા કે ચાલુ પરીક્ષાએ કોઇ ટેકનીકલ એરરનો સામનો કરવાની નોબત આવે તો તેમના માટે પણ યુનિ.એ સાયબર એક્ષપર્ટની વ્યવસ્થા કરી છે. યુનિ.એ ઓનલાઇન પરીક્ષાના દિવસોમાં એક હેલ્પ સેન્ટર પણ કાર્યરત રાખવા આયોજન કયુ છે.
યુજીના -5 એ પીજીના -4 સેમેસ્ટરની પરીક્ષા જુલાઇમાં ઓફલાઇન
વીર નર્મદ યુનિ.ના અંતરંગ સૂત્રોના કહેવાનુસાર યુનિ.એ સ્નાતક તેમજ અનુસ્નાતક કક્ષાએ ફાઇનલ સેમેસ્ટરની પરીક્ષા ઓફલાઇન લેવા વેઇટ એન્ડ વોચની સ્થિતિ જાળવી રાખી છે આગામી જુલાઇ મહિનામાં જો કોરોનાના હાલાત સુધરે તો યુનિ. યુજીની સેમેસ્ટર-6 તેમજ પીજીના સેમેસ્ટર-4ની પરીક્ષા આગામી 19મી જુલાઇથી ઓફલાઇન લેવાશે. જો જૂલાઇ સુધીમાં ઓફલાઇન એકઝામ્સ માટે મોહોલ અનુકૂળ નહિં મળે તો પછી આ ઉકત સેમેસ્ટરની પરીક્ષાઓ પણ ઓફલાઇન યોજાશે.
આર્ટસ, કોમર્સ અને સાયન્સના પહેલા અને ત્રીજા સેમેસ્ટરની એટીકેટીની પરીક્ષા પણ ઓનલાઇન
વીર નર્મદ યુનિ.એ આગામી દિવસોમાં પરીક્ષા લેવા મન બનાવી લીધુ છે. યુનિ.એ સ્નાતક કક્ષાના આર્ટસ,કોમર્સ તેમજ સાયન્સ ફેક્લ્ટીના અભ્યાસક્રમોની સેમેસ્ટર – 1 તેમજ સેમેસ્ટર-3ની એટીકેટીની પરીક્ષા આગામી જૂનમાં લેવા આયોજન ેકયુ છે. જે મુજબ પહેલા સેમેસ્ટરની પરીક્ષા પાંચ જુલાઇ તેમજ ત્રીજા સેમેસ્ટરની પરીક્ષા 18 જૂનથી યોજવા તૈયારીઓ કરી દીધી છે. આ પરીક્ષાઓ ઓનલાઇન અને પચાસ સવાલની એમસીકયુ પ્રકારે લેવાશે.