SURAT

સુરતની સિવિલ હોસ્પિટલમાં ગરીબ દર્દીઓ પાસેથી હવે આ બહાને રૂપિયા વસૂલવામાં આવશે

સુરત : (Surat) સમગ્ર દક્ષિણ ગુજરાતની (South Gujarat) સૌથી મોટી ગણાતી નવી સિવિલ હોસ્પિટલમાં (New Civil Hospital) અનેક સેવાઓ વિનામૂલ્યે (Free Service) આપવામાં આવી રહી છે, અહીં કેસ પેપરના રૂપિયા 5 વસૂલવામાં આવે છે. બીજી પણ અનેક સારવાર દર્દીઓને રાહત દરે આપવામાં આવે છે ત્યારે નવી સિવિલ હોસ્પિટલના મેનેજમેન્ટ દ્વારા એક એવો નિર્ણય લેવાયો છે, જેના લીધે વિવાદનો મધપૂડો છંછેડાયો છે. ગરીબ દર્દી અને તે સગાંઓ ને લૂંટવાના આ નિર્ણયની ચારેતરફ ટીકા થઈ રહી છે.

આ બાબતે મળતી માહિતી મુજબ નવી સિવિલ હોસ્પિટલના વહીવટકર્તાઓ દ્વારા સિવિલમાં આવતા દર્દીઓ પાસે પાર્કિંગ ચાર્જના નામે લૂંટ કરવાની ફરી શરૂ કરવામાં આવી રહ્યું છે. નવી સિવિલ હોસ્પિટલમાં જ્યાં કેસ પેપરનો ભાવ 5 રૂપિયા છે, ડોગ બાઇકનો ભાવ 10 રૂપિયા, એક્સ-રેના 25, સોનોગ્રાફી અને CT સ્કેનનો પણ ઓછો ચાર્જ કરવામાં આવી રહ્યા છે. અહીં આવતા દર્દીઓ તેમજ અન્ય લોકોએ પાર્કિંગ ચાર્જ આપવો પડશે તેવો નવો નિયમ આવ્યો છે. હવે બાઇક પાર્કિંગ માટે રૂા.10 વસૂલવાનો નવો નિયમ બનાવાયો છે. આ નવો નિયમ તા.14મી માર્ચથી અમલમાં આવશે તેવી માહિતી આવી છે.

નવા નિયમ પ્રમાણે વ્યક્તિએ 6 કલાક સુધીના પાર્કિંગ માટે રૂા. 10 અને ત્યારબાદ જો પાર્કિંગ થાય તો રૂા.20 વસૂલવાનો તકલાદી નિર્ણય લેવામાં આવ્યો છે. આટલુ ઓછું હોય તેમ પાર્કિંગ વસૂલાતનું કામ કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યું છે અને કોન્ટ્રાક્ટર તેના માણસોને તા. 14મી માર્ચથી ઊભા રાખીને રૂપિયા ઉઘરાવવાનું કામ કરશે. પાર્કિંગ ચાર્જ અંગેના બેનરો નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં લાગતા અનેક તર્ક-વિતર્કો થયા છે. સિવિલના સત્તાધીશોએ નિયમોના નામે ગરીબ દર્દીઓની પાસેથી હવે પાર્કિંગ ચાર્જ પણ વસૂલી રહી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

અગાઉ અપાયેલા કોન્ટ્રાક્ટમાં બે-બે વાર ચાર્જ વસૂલવામાં આવતો હતો
સુરતની સિવિલ હોસ્પિટલમાં પાર્કિંગ ચાર્જને લઇને ભૂતકાળમાં પણ વિવાદ થયો હતો. કોન્ટ્રાક્ટર દ્વારા દર્દીઓની પાસેથી એક દિવસમાં બે-બે વાર ચાર્જ વસૂલાતો હોવાની ફરિયાદો થઇ હતી. કોઇ દર્દીના સગા લોહી લેવા, દવા લેવા કે પછી બીજા કામ માટે બહાર જઇને પરત આવે ત્યારે પણ ચાર્જ વસૂલાતો હતો. પરંતુ ભારે વિવાદો વચ્ચે લોકડાઉન આવ્યું હતુ અને પાર્કિંગની કોન્ટ્રાક્ટ સિસ્ટમ ઉપર બ્રેક લાગી હતી. ત્યાં હવે ફરીવાર પાર્કિંગનો નિયમ આવતા આગામી દિવસોમાં વિવાદ થાય તેવી શક્યતા છે.

Most Popular

To Top