SURAT

ઘારીની શુદ્ધતા ચકાસવા સુરત મનપાની આરોગ્ય ટીમના માવા-મિઠાઈની દુકાનોમાં દરોડા

સુરતઃ નવરાત્રિ બાદ હવે સુરતીઓના પ્રિય ચંડી પડવાનો તહેવાર આવશે. ચંડી પડવાના દિવસે સુરતીઓ ઘારી અને ભૂસું ખાતા હોય છે. શહેરના મિઠાઈ વિક્રેતાઓએ અત્યારથી જ ઘીથી લથપથ ઘારી બનાવવાનું શરૂ કરી દીધું છે, ત્યારે સુરત મનપાના આરોગ્ય વિભાગે પણ ઘારીની ગુણવત્તા ચકાસવાની ઝૂંબેશ શરૂ કરી દીધી છે.

આગામી ચંડી પડવાના તહેવાર નિમિત્તે સુરત મહાનગરપાલિકાના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા અલગ અલગ જગ્યા પર માવા વિક્રેતાના ત્યાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું છે. આરોગ્યની ટીમે અલગ અલગ જગ્યા પરથી માવવાના સેમ્પલ લઇ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેને લઈને માવા ના વેપારીઓમાં ફફડાટ વાપી જવા પામ્યો છે.

સુરતમાં આજે ભાગળ, પીરછેડી રોડ સહિત શહેરના વિવિધ વિસ્તારમાં અલગ અલગ મીઠાઈની દુકાનો પર સેમ્પલ લેવામાં આવ્યા છે. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય કમિશનર આશિષ નાયકના નેતૃત્વમાં ફૂડ ઇન્સ્પેક્ટર સાલુંકેની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી છે.

ઘણા દુકાનદારો માવાની અંદર પાવડર કે પછી અન્ય વસ્તુનું ભેળસેળ કરીને તેનું વેચાણ કરતા હોય છે અને આ પ્રકારનો માવો લોકોના આરોગ્યને હાનિ પહોંચાડતો હોય છે. ત્યારે લોકોના આરોગ્યની ચિંતા અને ધ્યાને સુરત મહાનગરપાલિકાના ફુડ વિભાગના અધિકારીઓ દ્વારા સુરતના અલગ અલગ ઝોનમાં માવાનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં તપાસને કામગીરી હાથ ધરવામાં આવી હતી.

સુરત મહાનગરપાલિકાના ફુડ વિભાગના અધિકારીઓની 6 ટીમ દ્વારા સુરતના અલગ અલગ વિસ્તારમાં માવા વિક્રેતાઓને ત્યાં તપાસ કરી માવાના સેમ્પલો લેવામાં આવ્યા હતા અને આ સેમ્પલોને લેબોરેટરીમાં મોકલવામાં આવશે. લેબોરેટરીમાં માવામાં કોઈપણ પ્રકારના પાવડર કે અન્ય પદાર્થની ભેળસેળ છે કે નહીં તે બાબતે ચકાસણી બાદ રિપોર્ટ આપવામાં આવશે અને રિપોર્ટમાં જે તે દુકાનદારો હલકી ગુણવત્તાનો માવો વેચાણ કરતા હશે કે પછી ભેળસેળ વાળો માવો વેચાણ કરતા હશે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Most Popular

To Top