SURAT

સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં-1 પર મળ્યો વિદેશી દારૂ

સુરત: (Surat) મુંબઇ એરપોર્ટ ઉપર લોડિંગનું કામ કરતા ત્રણ યુવકને સુરત અને વડોદરા રેલવે પોલીસે (Railway Police) સુરત રેલવે સ્ટેશનના (Surat Railway Station) પ્લેટફોર્મ નં.1 ઉપર આવેલી પાર્સલ ઓફિસ (Parcel Office) પાસેથી વિદેશી દારૂની (Alcohol) 36 બોટલ સાથે ઝડપી પાડ્યા હતા. 62 હજારનો દારૂ અને મોબાઇલ ફોન (Mobile Phone) મળી પોલીસે કુલ રૂ.90 હજારની મત્તા કબજે કરી હતી.

  • રેલવે સ્ટેશન પાર્સલ ઓફિસ પાસેથી મુંબઈ એરપોર્ટ ઉપર લોડિંગનું કામ કરતા 3 વિદેશી દારૂ સાથે ઝડપાયા
  • સુરત રેલવે લોકલ ક્રાઇમ બ્રાંચ અને વડોદરા જીઆરપી યુનિટે વોચ ગોઠવી હતી
  • ત્રણેયની પૂછપરછ કરતાં તેઓ મુંબઇ એરપોર્ટ ઉપર લોડિંગનું કામ કરતા હોવાનું જણાવ્યું હતું
  • પોલીસે 62 હજારનો દારૂ અને મોબાઇલ ફોન મળી પોલીસે કુલ રૂ.90 હજારની મત્તા કબજે કરી

પશ્વિમ રેલવે લોકલ ક્રાઇમ બ્રાંચ સુરત તેમજ વડોદરા યુનિટ દ્વારા દારૂની હેરાફેરી અટકાવવા માટે તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન એલસીબી રેલવેના હેડ કોન્સ્ટેબલ મહેન્દ્ર સુરજી અને એએસઆઇ મહેશ બાંગેશભાઇને મળેલી બાતમીના આધારે રેલવે સ્ટેશન પ્લેટ ફોર્મ નં.1 પાર્સલ ઓફિસ પાસેથી અનીશ મદન ઝા (રહે., ગવિયર ગામ, ડુમસ રોડ), વિલાસ અરવિંદ પટેલ (રહે.,બેલસન થાના, બેલસેન, સીતામઢી, બિહાર) અને શની રાજેન્દ્ર પ્રસાદ કનોજિયા (રહે.,મગદલ્લા, ડુમસ રોડ)ને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ રૂ.62 હજારની કિંમતની 36 દારૂની બોટલો મળી આવી હતી. ત્રણેયની પૂછપરછ કરતાં તેઓ મુંબઇ એરપોર્ટ ઉપર લોડિંગનું કામ કરતા હોવાનું જણાવ્યું હતું.

રેલવે લાઇનની કામગીરીને કારણે વલસાડ-પુરી એક્સપ્રેસ ટ્રેન 23 અને 26 જૂને રદ
સુરત: દક્ષિણ પૂર્વ રેલવેમાં આવતા અનુપપુર-અમલાઇ સેકેશનમાં નોન ઇન્ટર લોકિંગને કારણે વલસાડ-પુરી એક્સપ્રેસ ટ્રેન, પુરી-વલસાડ એક્સપ્રેસ તેમજ ઉદયપુર-શાલીમાર એક્સપ્રેસ ટ્રેનને રદ કરવામાં આવી છે. પશ્વિમ રેલવે દ્વારા 23 જૂનના રોજ વલસાડથી પુરી જવા ઉપડનારી વલસાડ-પુરી એક્સપ્રેસ ટ્રેન તેમજ 26 જુને પુરીથી વલસાડ માટે ઉપડનારી એક્સપ્રેસ ટ્રેનને રદ કરવામાં આવી છે. દક્ષિણ પૂર્વ રેલવેના બિલાસપુર રેલવે મંડળમાં આવતા અનુપપુર-અમલાઇમાં ત્રીજી લાઇનની કનેક્ટિવિટી શરૂ કરવા માટે પ્રિ-નોન ઇન્ટરલોકિંગ તેમજ નોન-ઇન્ટરલોકિંગ કાર્યને પગલે પશ્વિમ રેલવેની ઉપરોક્ત ટ્રેનને રદ કરવાનો નિર્ણય લેવાયો છે.

Most Popular

To Top