ગણદેવી : ગણદેવી (Gandevi) મટવાડ હાઇ વે નં. 48 ઉપર મુંબઈથી (Mumbai) સુરત (Surat) જતા ટ્રેક (Track) ઉપર મંગળવારે પીધેલા ટેલર ચાલકએ કાબુ ગુમાવતા ડિવાઈડર સાથે ટકરાઈ પલટી મારતા ટ્રાફિક (Traffic) અવરોધાયો હતો. પોલીસે (Police) પીધેલા ચાલક વિરુદ્ધ ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. ટાટા પ્રાઇમા ટેલર નં. જીજે 01 સીવાય 8130 ના ચાલક ઓમપ્રકાશ રામસ્વરૂપ શાહુ (30 રહે. અમદાવાદ બાકરોલ ચોકડી, ગ્લોબ ઇકો લોજીસ્ટીક ટ્રાન્સપોર્ટ)એ સ્ટિયરિંગ ઉપરનો કાબુ ગુમાવતા ડિવાઈડર સાથે ટકરાઈ પલટી મારી હતી.
- કેબીનમાં દબાઈ પડેલા ચાલક ક્લીનરને બહાર કાઢી, ક્રેન દ્રારા પવનચક્કી ભરેલા ટ્રેલરને હટાવી ટ્રાફિક સુચારુ કર્યો
- પીધેલા ટેલર ચાલકએ કાબુ ગુમાવતા ડિવાઈડર સાથે ટકરાઈ પલટી મારતા ટ્રાફિક અવરોધાયો હતો
જેમાં સુરત-મુંબઇ ટ્રેક ઉપર ટ્રેલર પલટી ગયું હતું. જે અંગે માહિતી મળતા પોલીસ પહોંચી હતી. અને કેબીનમાં દબાઈ પડેલા ચાલક ક્લીનરને બહાર કાઢી, ક્રેન દ્રારા પવનચક્કી ભરેલા ટ્રેલરને હટાવી ટ્રાફિક સુચારુ કર્યો હતો. દરમિયાન ચાલક પીધેલી હાલતમાં હતો, ક્લીનરને શરીરે મૂઢ માર સાથે કપાળમાં ઇજાઓ પહોંચી હતી. કેબીનનો કાચ તૂટયો હતો. પોલીસે ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઇ સાગર આહીર ચલાવી રહ્યા છે.
વાંસકુઈ નજીક રસ્તો ક્રોસ કરી રહેલા બાઇકચાલકનું કાર અડફેટે મોત
બારડોલી: બારડોલીના વાંસકુઈ ગામની સીમમાં મઢીથી માંડવી જતા રોડ પર પૂરઝડપે જતી કારે મોટરસાઇકલને અડફેટે લેતાં મોટરસાઇકલ ચાલકનું ગંભીર ઈજા થવાથી સુરતની સ્મીમેર હોસ્પિટલમાં મોત થયું હતું. બારડોલી તાલુકાના ભેંસુદલા ગામે નિશાળ ફળિયામાં રહેતા સંજય સુરજી ચૌધરી (ઉં.વ.આશરે 40) સોમવારે સવારના સમયે મઢી-માંડવી રોડ પર વાંસકુઈ ચાર રસ્તા નજીકથી પસાર થઈ રહ્યા હતા. તેઓ પોતાની મોટરસાઇકલ પર રસ્તો ક્રોસ કરતા હતા. એ સમયે પૂરઝડપે આવતી એક ઇકો કારે તેમની મોટરસાઇકલને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં સંજયભાઈને ગંભીર ઈજા થતાં સારવાર અર્થે સુરતની સ્મિમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. ઘટના અંગે મૃતકના નાના ભાઈ વિજયે બારડોલી ગ્રામ્ય પોલીસને ફરિયાદ કરતાં પોલીસે ઇકો કારના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.