SURAT

સુરત-મુંબઈના હીરા ઉદ્યોગકારોને આગામી દિવસોમાં રશિયાના સખા-યાકુત્યા પાસેથી રફ હીરા મળશે

ઇસ્ટર્ન ઇકોનિમિક ફોરમ અંતર્ગત રશિયાના સખા-યાકુત્યા પ્રજાસત્તાક રાજ્ય સાથે સીધો હીરાનો વેપાર થાય તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીથી બે દેશો વચ્ચેની રાઉન્ડ ટેબલ કોન્ફરન્સને સંબોધી હતી અને વાયબ્રન્ટ ગુજરાત સમિતમાં ઉદ્યોગ પ્રતિનિધિઓને ગુજરાત આવવા આમંત્રણ પાઠવ્યું હતું.

GJEPCના વિજ્યોનલ ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે વિશ્વની સૌથી મોટી હીરાની ખાણ રશિયાના યાકુત્યામાં આવેલી છે. યાકુત્યાની હીરાની ખાણમાંથી સર્વાધિક રફ ડાયમંડનું ઉત્પાદન થાય છે. તે જોતા હીરા ઉદ્યોગકારો દ્વારા સુરતના ડાયટ્રેડ સેન્ટર ખાતે રફ ડાયમંડનું પ્રદર્શન થયા પછી ઓનલાઇન રફ ડાયમંડની હરાજી થાય તે માટે યાકુત્યાના ડાયરેક્ટર જનરલ ઓફ કોર્પોરેશન ફોર ધ ડેવલપમેન્ટ અને હેડ ઓફ ધ સખા-યાકુત્યા રી પબ્લિક અલસેન નિખોલાવ સાથે સંવાદ કરવામાં આવ્યો હતો.

વર્ષ 2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના પ્રેસિડન્ટ વ્લાદીમીર પુતિનની હાજરીમાં સુરત અને મુંબઇની 12 ડાયમંડ કંપનીઓએ રશિયાની ડાયમંડ માઇનીંગ કંપની અલરોઝા સાથે વર્ષે બે બિલિયન યુએસ ડોલરની રફ હીરા ઉદ્યોગકારોને આપવા કરાર કરવામાં આવ્યા હતા. પરંતુ ટેક્સેસનના દરને લઇ આ કરાર ફુલફિલ થયો ન હતો. મુખ્યમંત્રીએ આજે યાકુત્યા રી પબ્લિકના ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠકમાં સુરત અને મુંબઇના હીરા ઉદ્યોગકારોને સીધી રફ મળે તે માટે હીરા ઉદ્યોગકારો કરાર કરવા પણ સહમત હોવાનું જણાવ્યું હતું.

આ કોન્ફરન્સમાં ગુજરાતના સનદી અધિકારીઓ રાજીવ ગુપ્તા, ઇન્ડસ્ટ્રીઝ કમિશનર રાહુલ ગુપ્તા, MSME કમિશનર રણજીથકુમાર, ઇન્ડેક્સ-બીના નિલમ રાણી, GJEPCના રીજ્યોનલ ચેરમેન દિનેશ નાવડિયા, હીરા ઉદ્યોગના અગ્રણીઓ ગોવિંદભાઇ ધોળકિયા, હિતેશ લાલજીભાઇ પટેલ (ઉગામેડી), સુરત ડાયમંડ બુર્સના પ્રમુખ વલ્લભભાઇ લાખાણી, સુરત ડાયમંડ એસો.ના પ્રમુખ નાનુભાઇ વેકરીયા, પ્રવિણભાઇ શાહ, સવજીભાઇ ધોળકિયા સહિતના અગ્રણીઓ જોડાયા હતા.

Most Popular

To Top