SURAT

સુરતના સરથાણામાં રહેતા યુવાનનું વાલક પાટિયા પાસે મોપેડ સ્લીપ થતાં મોત

સુરત: (Surat) સરથાણા વિસ્તારમાં વાલક પાટીયા પાસે મોપડ (Moped) સ્લીપ થતા મોપેડ સવાર શિક્ષકનું (Teacher) ગંભીર ઇજાના કારણે મોત નિપજ્યું હતું. સરથાણા પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર હાલમાં સરથાણામાં શ્યામધામ મંદિર પાસે રિવેરા એકલાન્ટિસમાં રહેતા ભાવિન નરેશ હિરપરા (29 વર્ષ) મૂળ અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ભારીંગડા ગામના વતની હતા. ભાવિન સરથાણા વિસ્તારમાં આવેલી એન.સી. ઠક્કર સ્કુલમાં (School) કોમ્પ્યુટર વિષયના શિક્ષક હતા. ભાવિન હિરપરા સ્કુલમાં પોતાની ફરજ પર હાજર હતા. બપોરે મોપેડ લઈને તેઓ એક કામથી નીકળ્યા હતા.

  • સરથાણામાં મોપેડ સ્લીપ થતા ગંભીર ઇજાના કારણે શિક્ષકનું મોત નિપજ્યું
  • ભાવિન સરથાણા વિસ્તારમાં આવેલી એન.સી. ઠક્કર સ્કુલમાં કોમ્પ્યુટર વિષયના શિક્ષક હતા
  • ભાવિન નરેશ હિરપરા મૂળ અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ભારીંગડા ગામના વતની હતા

તેઓ મોપેડ લઈને સરથાણામાં વાલક પાટીયા ચાર રસ્તા પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે તેમની મોપેડ સ્લીપ થતા તેઓ રોડ પર પટકાતા તેમને ગંભીર ઇજા થઈ હતી. જેને પગલે સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. ભાવિનના પિતા અને ભાઈ હીરાના કારખાનામાં નોકરી કરે છે. સરથાણા પોલીસે ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

વેસુની ગોપી વાટીકામાં શોર્ટસર્કિટથી અને ડિંડોલીમાં દિવો પડતા આગ લાગી
સુરત : શહેરના અલગ અલગ વિસ્તારોમાં આગ લગવાના બે બનાવો બનતા ફાયરની ટીમ દોડતી થઈ હતી. વેસુના એક મકાનમાં શોર્ટસર્કિટ થતા આગ લાગી ગઈ હતી. જ્યારે નવાગામ ડિંડોલી ખાતેની એક સોસાયટીના ઘરના મંદિરનો દીવો પડતા આગ લાગી હતી. ફાયરના સૂત્રો પાસેથી પ્રાપ્ત જાણકારી અનુસાર વેસુ ગામ વિસ્તારમાં આવેલા જલારામ મંદિર નજીકની ગોપી વાટીકાના ઘર નંબર – 12માં સોમવારે મોડીરાત્રે શોર્ટસર્કિટ થતા આગ લાગી હતી. મકાન માલિકે ફાયર વિભાગને જાણ કરતા વેસુ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. શોર્ટસર્કિટને કારણે લાગેલી આગને કારણે ટીવી, વાયરિંગ અને ગાદલા સળગી ગયા હતા. આગ લાગવાની અન્ય ઘટના નવાગામ ડિંડોલીના રામદેવ નગરના 132 નંબરના મકાનમાં મંદિરનો સળગતો દિવો પડતા લાગી હતી. આગને કારણે ઘરના ફર્નિચરના સમાનને નુકશાન પહોંચ્યું હતું. બંને ઘટનાઓમાં કોઇ પણ પ્રકારની જાનહાની થઇ નહીં હોવાની જાણકારી ફાયર વિભાગના સૂત્રોએ આપી હતી.

Most Popular

To Top