SURAT

સિંગાપોર ખાતે વર્લ્ડ સમિટમાં સુરતના મેયરે દેશમાં ડિજિટલ પેમેન્ટ માટેની સુવિધા અંગે માહિતી આપી

સુરત: (Surat) સિંગાપોરમાં (Singapore) સ્માર્ટ સિટીઝ વર્કશોપ એન્ડ વર્લ્ડ સિટીઝ સમિટ-2022નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભારત દેશમાંથી સુરત શહેરના (Surat City) મેયર હેમાલી બોઘાવાલાની (Mayor Hemali Boghawala) પસંદગી કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં આ વિષયના તજજ્ઞો, ટેકનોલોજીસ્ટો અને શહેરના અધિકારીઓ અને પદાધિકારીઓ પોતાના અનુભવો અને મંતવ્યો રજુ કરશે. સુરત મેયર હેમાલી બોઘાવાલા દ્વારા આ સમીટના પ્રથમ દિવસે ન્યૂઝીલેન્ડના મેયર સહિતના અન્ય દેશોના મેયરો સાથે મુલાકાત કરીને શહેરોમાં ચાલતા વિવિધ પ્રોજેક્ટ અંગે વિગતવાર ચર્ચા કરી હતી.

  • સિંગાપોરમાં વર્લ્ડ સમિટમાં મેયરે દેશમાં ડિજિટલ પેમેન્ટ માટેની સુવિધા અંગે માહિતી આપી
  • મેયર હેમાલી બોઘાવાલાએ અન્ય દેશોના મેયર સાથે મુલાકાત કરી

વર્લ્ડ સિટીઝ સમિટમાં ભારતમાંથી એક માત્ર સુરતની પસંદગી થતાં સુરતના મેયર હેમાલી બોધાવાલા ક્લાઈમેટ ચેન્જ અંગે સુરતે લીધેલા અલગ અલગ નિર્ણયો બાબતની માહિતી પણ આપશે. સુરત મહાનગરપાલિકા ‘સુએજ વોટર ટ્રીટમેન્ટ’ તેમજ ‘બેરેજ’ના પ્રોજેક્ટ વિશે આ સમીટમાં માહિતી આપશે. આ વ્લર્ડ સમિટ તા. 31 જુલાઈથી 4 ઓગસ્ટ સુધી ચાલશે. મેયર હેમાલી બોઘાવાલાએ આ સમિટમાં ભાગ લેવા જતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી ખાસ માર્ગદર્શન લીધું હતું.

Most Popular

To Top