સુરત: (Surat) ઉધનામાં રહેતી સગીરાને લગ્નની લાલચ (Tempted For Marriage) આપી સોસાયટીમાં રહેતા યુવકે બળાત્કાર કરી ગર્ભવતી (Pregnant) કરી નાંખી હતી. આ બનાવ અંગે પોલીસે (Police) ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પ્રાપ્ત વિગતો મુજબ ઉધના વિસ્તારમાં રહેતા અને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા આધેડની 15 વર્ષની પુત્રીની મુલાકાત તેની જ સોસાયટીમાં (Society) રહેતા સુરેશ માને નામના યુવકની સાથે થઇ હતી.
બંને વચ્ચે સોશિયલ મીડિયા મારફતે વાતચીત થઇ હતી. ગત નવરાત્રીના સમયે મુલાકાત બાદ સુરેશ તેને ફરવા માટે લઇ ગયો હતો અને લગ્નની લાલચ આપીને બળાત્કાર કર્યો હતો. હાલમાં સગીરાને પેટમાં દુ:ખાવો થતો હોવાથી તેને હોસ્પિટલ લઇ જઇને તપાસ કરાવતા તેણીને બે મહિનાનો ગર્ભ હોવાનું બહાર આવ્યું હતું. આ બાબતે સુરેશની સામે ઉધના પોલીસમાં ફરિયાદ થતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
- નાના વરાછામાં સગીરાને પ્રેમજાળમાં ફસાવીને બળાત્કાર ગુજારનાર આરોપીની ધરપકડ
- યુવકે કિશોરીને ‘તું મારી સાથે લગ્ન નહીં કરે તો હું મરી જઇશ’ તેવી ધમકી આપી હતી
સુરત: નાના વરાછા ખાતે રહેતી 17 વર્ષીય કીશોરીને તેના ઘરે જમવા માટે આવતા હમવતની યુવકે પ્રેમજાળમાં ફસાવીને બળાત્કાર ગુજારનાર યુવકની કાપોદ્રા પોલીસે ધરપકડ કરી છે. યુવકે કિશોરીને ‘તું મારી સાથે લગ્ન નહીં કરે તો હું મરી જઇશ’ તેવી ધમકી આપી હતી.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મુળ અમદાવાદ ખાતે ઘોલેરાનો વતની અને 22 વર્ષીય બુધાભાઈ માલુભાઈ ગોહિલ હાલ સુરતમાં નાના વરાછા વિસ્તારમાં રવિપાર્ક ખાતે રહે છે. બુધા સુરતમાં એકલો રહેતો હોવાથી તેનો પરિયચ તેના હમવતની પરિવાર સાથે થયો હતો. બુધાએ આ પરિવારમાં 17 વર્ષની કીશોરી સાથે મિત્રતા કેળવી હતી. તેના ઘરે અવારનવાર જમવા માટે આવતો હતો. દરમિયાન બુધાએ કીશોરીને લગ્ન કરવાની લાલચ આપી હતી. અને તુ મારી સાથે લગ્ન નહી કરે અને તુ મારી સાથે નહી આવે તો મરી જવાની ચીમકી આપી હતી. જેથી બાદમાં કીશોરીને લઇ જઇ તેની સાથે જબરજસ્તીથી અનેક વખત શરીર સંબંધ બાંધ્યો હતો. બાદમાં કીશોરીને તરછોડીને વતન નાસી ગયો હતો. કાપોદ્રા પોલીસે દુષ્કર્મની ફરિયાદ નોંધીને બુધા ગોહિલની ધરપકડ કરી હતી.