SURAT

સુરતના યુવકે ધો. 4ની વિદ્યાર્થિનીના માથામાં સિંદૂર પૂરી કહ્યું આપણા લગ્ન થઇ ગયા અને પછી..

સુરત: (Surat) ડિંડોલીમાં રહેતો યુવક તેના ઘર પાસે રહેતી ધોરણ 4 માં અભ્યાસ કરતી 12 વર્ષની બાળકીને ભગાડી ગયો હતો. અને બાદમાં લગ્નની (Marriage) લાલચ આપી યુવકે તેના મિત્ર (Friend) ધર્મેશના ઘરે લઈ જઈ તેને સાડી પહેરાવી માથામાં સિંદૂર પૂરી લગ્ન કરી કિશોરી સાથે શારીરિક છેડછાડ કરી હતી. તેના ફોટો (Photo) પાડી બાળકીના મોટા ભાઈને મોકલી પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અને બાળકીના ફોટો વાયરલ કરી તેને બદનામ કરતા પોલીસે છેડતીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

  • ડિંડોલીના યુવકે ધો. 4ની વિદ્યાર્થિનીના માથામાં સિંદૂર પૂરી કહ્યું આપણા લગ્ન થઇ ગયા છે
  • 12 વર્ષની બાળકીને સાડી પહેરાવી શારીરિક અડપલાં કરી ફોટા પાડી દીધા
  • બાળકીના બીભત્સ ફોટાઓ વાયરલ પણ કરી દીધા હતા
  • ફોટાઓ બાદમાં બાળકીના ભાઈને મોકલી પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી
  • બિભત્સ ફોટા સર્ક્યુલેટ કરનાર બિહારના યુવાન સામે ગુનો

ડિંડોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ડિંડોલી ખાતે રહેતો રાજીવ મિથિલેશસિંઘ (મૂળ ગામ, મલીકપુર થાના-નમદારગંજ, જિ, નવાદા, બિહાર) એ પોતાના ઘર પાસે રહેતી 12 વર્ષની બાળકી પર નજર બગાડી હતી. ધોરણ 4 માં અભ્યાસ કરતી આ બાળકી ગત 31 જુલાઈએ પોતાના ઘરે હતી. ત્યારે રાજીવ તેના માતા-પિતા પાસે આવ્યો હતો અને સામાન આપવાના નામે બાળકીને ઘરે લઇ ગયો હતો. જો કે ત્યારબાદ તેને લગ્ન કરવાની લાલચ આપી અને બાળકીને તેના મિત્ર ધર્મેશના ઘરે લઈ ગયો હતો. અને બાળકીને સાડી પહેરાવી માથામાં સિંદૂર પૂરી દીધું હતું. અને ત્યારબાદ તેની સાથે લગ્ન થઈ ગયા છે તેવી વાત કરી બાળકી સાથે શારીરિક અડપલા કરીને મોબાઈલમાં ફોટાઓ પાડી લીધા હતા.

જો કે આ ફોટાઓ બાદમાં બાળકીના ભાઈને મોકલી પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં બાળકીના બીભત્સ ફોટાઓ વાયરલ પણ કરી દીધા હતા. જેથી આખરે આ મામલે બાળકીના પરિવારે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે. આરોપી હાલ બિહાર ફરાર થયો છે.

Most Popular

To Top