SURAT

અમેરિકાના લાસ વેગાસ જ્વેલરી શોમાં સુરતમાં બનેલા 35 કેરેટનો લેબગ્રોન ડાયમંડનું આકર્ષણ

સુરત: વિશ્વના સૌથી મોટા જેમ્સ એન્ડ જવેલરી શો JCK લાસ વેગાસનો શો (LasvegasShow) આજે તા. 2 જૂનથી શરૂ થયો 5 જૂન સુધી ચાલનારા આ શો માં જેમ એન્ડ જવેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના (GJEPC) ઇન્ડિયા પેવેલિયનમાં સુરતની 14 સહિત દેશની 45 ડાયમંડ જવેલરી કંપની (DiamondJewelry) ભાગ લઈ રહી છે. કેટલીક ભારતીય કંપનીઓ ઇઝરાયલ, હોંગકોંગ, એન્ટવર્પ, સિંગાપોર પેવેલિયનમાં ભાગ લઈ રહી છે.

મહત્વની બાબત અમેરિકાના લાસવેગાસમાં 5 જૂન સુધી ચાલનારા જેમ એન્ડ જવેલરી શોમાં સુરતની મૈત્રી લેબગ્રોન ડાયમંડ્સ કંપનીએ (MaitriLabgrowndiamonds) રફમાંથી તૈયાર કરેલા અત્યાર સુધીના સૌથી મોટા CVD લેબગ્રોન ડાયમંડ આકર્ષણનું કેન્દ્ર બનશે. ઈન્ટરનેશનલ જેમોલોજિકલ ઇન્સ્ટિટ્યૂટ (IGI)એ 35 કેરેટ વજનના લેબગ્રોન ડાયમંડ માટે ગ્રેડિંગ સર્ટિફિકેટ તૈયાર કર્યું છે. જેમાં કલર, કલેરિટી, વજન સહિતની વિગતો લખવામાં આવી છે.

આ હીરો મૈત્રી લેબગ્રોન ડાયમંડ્સ દ્વારા કેમિકલ વેપર ડિપોઝિશન (સિવિડી) પ્રોસેસનો ઉપયોગ કરીને લેબમાં તૈયાર કર્યો છે. જૂન 2 થી 5 દરમિયાન JCK લાસ વેગાસમાં મૈત્રી લેબગ્રોન ડાયમંડ્સ કંપની દ્વારા એક્ઝિબિશનમાં રજ કરવામાં આવશે. કંપનીએ દાવો કર્યો છે કે, આ અત્યાર સુધીનો સૌથી મોટો 35 કેરેટ વજનનો લેબગ્રોન ડાયમંડ છે.

રફ હીરામાથી 35 કેરેટ વજનનો ફેન્સી પોલિશ્ડ હીરો તૈયાર કરવામાં આવ્યો છે. 23.37 X 15.24 X 9.06 મિલીમીટરનું કદ ધરાવતા એમરાલ્ડ કટ ફેન્સી હીરાને JCK લાસ વેગાસમાં પ્રદર્શિત કરવામાં આવશે.ઈન્ટરનેશનલ જેમોલોજિકલ ઇન્સ્ટિટ્યૂટનાં અમેરિકા સ્થિત પ્રેસિડેન્ટ અવી લેવીએ પણ મૈત્રીની આ શોધની પ્રસંશા કરી છે. તેમણે કહ્યું હતું કે ભારતની ડાયમંડ કંપની મૈત્રી લેબગ્રોન ડાયમંડ્સ કંપની દ્વારા લેબમાં તૈયાર કરવામાં આવેલા આ ક્લાસિક અને અસાધારણ સાઈઝના હીરાને પ્રમાણિત કરતા આઈજીઆઇ ગર્વ અનુભવે છે.

આંકડાશાસ્ત્રી એડાહન ગોલાનનું કહેવું છે કે, લેબગ્રોન હીરાએ જ્વેલરી ઉદ્યોગને પુનર્જીવિત કર્યો છે.વર્ષ 2020 માં લેબગ્રોન હીરાનો હિસ્સો માત્ર 13.7% હતો. જે વર્ષ 2022માં વધીને 33.8% થયો છે.

Most Popular

To Top