Dakshin Gujarat

વોટ્સએપ પર યુવતીના ફોટા જોઈ ગ્રાહકો અંકલેશ્વરના આ એપાર્ટમેન્ટમાં જતા, પછી…

ભરૂચ, અંકલેશ્વર: અંકલેશ્વરમાં (Ankleshwar) આવેલા હર્ષ પાર્ક એપાર્ટમેન્ટમાં ચાલતા દેહ વ્યાપારનો (Prostitution) ગોરખધંધો અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે સ્થળ પરથી દેહ વ્યાપાર ચલાવતી એક મહિલા સહિત ચાર ગ્રાહકોને દબોચી લીધા છે. જ્યારે દેહ વ્યાપારના ચૂંગાલમાં ફસાયેલી બે યુવતીને બચાવી લેવાઈ છે. પોલીસે પાંચેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

  • ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં દેહ વ્યાપારનો વધુ એક કિસ્સો બેનકાબ!
  • અંકલેશ્વરના હર્ષ એપાર્ટમેન્ટમાં ચાલતો દેહ વ્યાપારનો ધંધો પોલીસે ઝડપી પાડ્યો
  • બે યુવતીને બચાવી લઈને મહિલા સંચાલિકા સહતી ચાર કસ્ટમર ઝબ્બે

અંકલેશ્વર શહેરમાં રોજગારી અર્થે અન્ય રાજ્યમાંથી અનેક પરપ્રાંતિય વ્યક્તિઓ રહે છે. તેમને આકર્ષવા કેટલાય વ્યક્તિઓ બહારથી યુવતીઓ લાવીને દેહ વ્યાપારનો ગોરખધંધો ગેરકાયદે કોઈને ખબર ન પડે એ રીતે ચાલતો હતો. જો કે અંકલેશ્વર બી ડીવીઝનને ગંધ આવતા આખા દેહ વ્યાપારનો ગોરખધંધો ઝડપી પાડ્યો છે. અંકલેશ્વર મામલતદાર ઓફિસની સામે આવેલી શુભમ રેસીડેન્સીની પાછળ હર્ષ પાર્ક એપાર્ટમેન્ટમાં મકાન નં.૧૦૧ તથા ૧૦૨ રતન લક્ષ્મણ મારવાડી નામની મહિલા ઘરમાં દેહ વ્યાપાર ચલાવે છે.

સમગ્ર ઘટનાની માહિતી બી ડિવિઝન PI વી.યુ. ગડરીયા તથા સ્ટાફના માણસોએ સ્થળ તપાસ કરીને તે મકાનમાં રેડ કરતા દેહ વ્યાપારની મહિલા સંચાલિકા રતન લક્ષ્મણ મોહનભાઇ મારવાડી અને ચાર ગ્રાહક નામે મોહંમદ શારૂન નુઅલ હશન, ઇરસાદ ઇન્નીપાક ખાન, ચન્દ્રકાંત મગનલાલ પટેલ અને અરૂણ વિશ્રામ રાજપૂતને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી મોબાઈલ નંગ-૫ મળીને કુલ રૂ.૩૦ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે દેહ વ્યાપારમાં ફસાયેલી બે યુવતીઓને બચાવી મુક્ત કરવામાં આવી હતી. પોલીસે ઇમોરલ ટ્રાફિકીંગ એક્ટ ૧૯૫૬ની કલમ ૩,૪,૫,૭ મુજબનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

મહિલા સંચાલિકા મોબાઈલ પર કોડવર્ડ અને વોટ્સએપ પર યુવતીના સુંદરતાના ફોટો મોકલતી હતી
અંકલેશ્વર નોકરી-ધંધા અર્થે અંકલેશ્વર પરપ્રાંતીય માટે જાણીતું નગર છે. જેમાં હર્ષ એપાર્ટમેન્ટમાંથી ઝડપાયેલી સંચાલિકા રતનબેન મારવાડી અન્ય જિલ્લાઓમાં રહેતી તેમજ દેહ વ્યાપારમાં સંડોવાયેલી મહિલાઓ સાથે પણ મોબાઈલ ફોન પર એવો સંપર્ક વાત થતી કે “આજ આવું કબ આવું?” કોડવર્ડથી પૂછીને કહેતી હતી ત્યારબાદ તેના ઘરે આવતી અને રતનબેન તેના ગ્રાહકોને મોબાઈલ વોટ્સએપ દ્વારા યુવતીઓના સુંદરતાના ફોટો મોકલીને પોતાનો ગોરખધંધો ચાલતો હતો. સમગ્ર માહિતીથી પોલીસે તપાસ આરંભી દીધી છે.

Most Popular

To Top