Dakshin Gujarat

સુરત ગ્રામ્ય LCBએ ચલથાણ નજીક હાઇવે પરથી 2.53 લાખનો વિદેશ દારૂ ભરેલ ટેમ્પો ઝડપ્યો

પલસાણા: (Palsana) સુરત ગ્રામ્ય એલીસીબીની (LCB) ટીમને બાતમી મળી હતી કે પલસાણા તરફથી એક ટેમ્પો વિદેશી દારૂનો (Alcohol) જથ્થો લઇ કડોદરા તરફ આવી રહેલો છે. જે આધારે એલસીબીની ટીમે ચલથાણ ગામે પ્રીન્સ હોટલની સામે નેશનલ હાઇવે (National Highway) ૪૮ પર વોચ ગોઠવી ટેમ્પામાંથી ૨.૫૩ લાખનો વિદેશી દારૂ (Foreign Liquor) સાથે એક ઇસમને જડપી પાડ્યો હતો. જ્યારે અન્ય બે ઇસમોને પોલીસે વોન્ટેડ (Wanted) જાહેર કર્યા હતા.

મળતી માહીતી અનુસાર સુરત ગ્રામ્ય એલસીબીની ટીમ ગતરોજ પલસાણા તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, એક ટેમ્પો નંબર (જીજે ૧૬ ડબલ્યુ ૪૧૭૨) માં વિદેશી દારૂનો જથ્થો ભરી પલસાણા તરફથી કડોદરા તરફ આવી રહેલ છે. જે આધારે એલસીબીની ટીમે પલસાણા તાલુકાના ચલથાણ ગામે હોટલ પ્રીન્સની સામેની બાજુએ નેશનલ હાઇવે નં.૪૮ ૫૨ વોચ ગોઠવી બાતમી વાળા ટેમ્પાને જડપી પાડી તેમાં તપાસ કરતા કચરાની આડમાં સંતાડેલ વિદેશી દારૂની બોટલ નંગ ૧૬૬૮ કિંમત રૂપિયા ૨,૫૩,૨૦૦ તેમજ ટેમ્પાની કિંમત ૨ લાખ રૂપિયા તેમજ રોકડ તથા મોબાઇલ મળી કુલ ૪,૫૮,૫૦૦ રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબજે કરી ટેમ્પો ચાલક અયાજ હુસેન મહોમ્મદ રફીક અંસારી (રહે., રામપુરા સુરત)નાઓને પોલીસે જડપી પાડ્યા હતા. જ્યારે આ ગુનામાં સંડોવાયેલ આઝાન તેમજ અબ્દુલ્લ સેજાદ અબ્દુલ સતાર શેખ (રહે., રામપુરા સુરત)જેઓને પોલીસે વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથધરી હતી.

અંકલેશ્વરના નવા કાંસીયા ગામેથી દારૂના જથ્થા સાથે કુખ્યાત બુટલેગરની ધરપકડ
અંકલેશ્વર: અંકલેશ્વરના નવા કાંસીયા ગામના ગરનાળા પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે ભરૂચ LCB પોલીસે ઝઘડીયાના કુખ્યાત બુટલેગરને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, ભરૂચ LCB પોલીસનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે, ઝઘડીયા તાલુકાના ઉચેડીયા ગામનો કુખ્યાત બુટલેગર કાર નંબર (જીજે-16-સીબી-0299)માં વિદેશી દારૂનો જથ્થો લઇ જુના છાપરાથી નવા કાંસીયા-મુલદ તરફ જવાનો છે. જેવી તેવી બાતમીના આધારે નવા કાંસીયા ગામના ગરનાળા પાસે પોલીસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળી કાર આવતાં પોલીસે કારમાંથી વિદેશી દારૂની 24 નંગ બોટલ મળી કુલ 7 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી, ઝઘડીયા તાલુકાના ઉચેડીયા ગામના કુખ્યાત બુટલેગરને ઝડપી પાડ્યો હતો. જ્યારે અંકલેશ્વરના કાગડીવાડના બુટલેગરને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top