અમદાવાદ : સુરત (Surat) જિલ્લાના માંગરોળ તાલુકામાં લમ્પી (Lampi Virus) વાયરસથી એક પણ પશુનુ મોત નથી થયું તેવા રાજ્યના પશુપાલન મંત્રીએ 27 ઓગષ્ટના રોજ નિવેદન આપ્યું હતું. મંત્રીનું આ જુઠાણું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલ્લુ પડી ગયું છે. ગાયમાતાના નામે સત્તા મેળવનાર ભાજપાએ (BJP) ગાયમાતા સાથે વિશ્વાસઘાત કરી રહી છે. ગુજરાતમાં (Gujarat) છેલ્લા 15 વર્ષથી માત્ર 20-30 ટકા થી કામગીરીના લીધે લમ્પીગ્રસ્તમાં સમગ્ર તંત્રની પોલ ખુલી ગઈ છે.
- ભાજપ સરકારની ગુન્હાહિત બેદરકારી સામે આવી
- રાજ્યમાં પશુચિકિત્સકની ૨૯૦ જગ્યાઓ ખાલી
ડૉ. મનિષ દોશીએ કહ્યું હતુ કે સુરતના માંગરોળ તાલુકાના વેરાકુઈ ગામ સહિત આસપાસના વિસ્તારના ગામોમાં લમ્પી વાયરસના કારણે પશુઓના મોત થયા હતા છતાં તા. ૨૭ ઓગસ્ટના રોજ રાજ્યના પશુપાલન મંત્રીએ વેરાકુઈ, બોરીયા ગામની ઉડતી મુલાકાત લઈ લમ્પી વાયરસના કારણે એકપણ પશુનું મોત માંગરોળ તાલુકામાં થયું નથી, તેવું જાહેર નિવેદન આપ્યું હતું. જો કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં લમ્પીને કારણે જ પશુના મોત થયા હોવાનું બહાર આવ્યું હતું. હિન્દુ ધર્મની આસ્થાનુ પ્રતિક ૪.૪૨ લાખ ગૌમાતાઓની સારવાર, નિભાવ અને ન્યાય આપવામાં નિષ્ફળ ભાજપા સરકારે ગુજરાતની જનતા બાદ ગાયમાતા સાથે પણ વિશ્વાસઘાત કર્યો છે.
ડૉ. મનિષ દોશીએ વધુમાં જણાવ્યું હતુ કે, ગુજરાતમાં પશુચિકિત્સક, ડ્રેસર સહિત સારવાર માટેની મોટા પાયે જગ્યાઓ ખાલી છે. ૧૦ થી વધુ જિલ્લાઓમાં મૂંગા-પશુઓની સારવાર માટે એકપણ ડ્રેસર ઉપલબ્ધ નથી. ગુજરાતમાં પશુચિકિત્સકની ૨૯૦ જગ્યાઓ ખાલી છે, પટાવાળા કમ એટેંડન્ટની ૨૯૪ જગ્યા ખાલી છે. પટાવાળાની ૪૦૫ જગ્યાઓ ખાલી છે. ગુજરાતમાં ૯૬,૩૪,૦૦૦ ગાયો સામે સારવાર માટે માત્ર ૩૬૭ ચિકિત્સક અધિકાર એટલે કે ૨૬,૨૫૧ ગાયોની સારવાર માટે એક પશુધન ડોક્ટર છે. ૩૭,૭૮૦ ગાયોના નિરીક્ષણ માટે માત્ર એક પશુ નિરીક્ષક ઉપલબ્ધ છે. સરકારના નિયમ મુજબ 10 ગામદીઠ અથવા 10 હજાર પશુ દીઠ એક નિરીક્ષક હોવા જોઈએ. હકીકત રાજ્યમાં કુલ પશુધન અને ગામોની સંખ્યા પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 15 વર્ષથી માત્ર 20-30 ટકા થી કામગીરીના લીધે લમ્પી ગ્રસ્તમાં સમગ્ર તંત્રની પોલ ખુલી ગઈ છે.
રાજ્યમાં લમ્પી વાયરસને કારણે મોતને ભેટેલા ગાયમાતા, પશુધનના સાચા આંકડા જાહેર કરવામાં આવે અને લમ્પી વાયરસની સામે સરકારી તંત્ર ગાયમાતા સહિતના પશુધનને બચાવવા માટે વિશ્વાસ પડે તેવા વાસ્તવિક પગલા ભરે.