SURAT

હવસખોરે વેસુની પરિણીતાના ચહેરા પર ફેંટો મારીમારીને ચેહરો લોહીલુહાણ કરી નાંખ્યો

સુરત: (Surat) ઓએનજીસીમાં કામ કરતા સીઆઇએસએફના જવાનની પત્નીના (Wife) ઘરમાં ઘૂસીને તેના પડોશી દ્વારા ક્રૂરતાપૂર્વક બળાત્કાર કરવામાં આવતા વેસુ પોલીસ સ્તબધ થઇ ગઇ હતી. તેમાં 29 વર્ષીય પરણિતાને માર મારીને તેની પર બળાત્કાર (Abuse) ગુજારવામાં આવ્યો હોવાની કમકમાટીપૂર્ણ ઘટના બહાર આવી છે. વેસુ પોલીસને (Police) આખી ઘટના કહેતા પરિણીતા ચોઘાર આંસુઓએ રડી હતી, બળાત્કાર કરતો રોકતા હવસખોરે પરણિતાને ફેંટો મારીને આખો ચહેરો લોહીલુહાણ કરી નાંખ્યો હતો. તેણીની સ્થિતિ જોઈને પોલીસ પણ દ્રવી ઉઠી હતી.

  • હવસખોરે વેસુની પરિણીતાના ચહેરા પર ફેંટો મારીમારીને લોહીલુહાણ કરી નાંખ્યો
  • એકવાર ગામના ઓળખીતાના દુષ્કર્મનો ભોગ બની ચૂકેલી પરિણીતાએ બીજીવાર ઘરમાં ધૂસેલા હવસખોરનો વિરોધ કરતાં તેણીને ઘાતકી રીતે મારવામાં આવી

આ મામલે દાખલ થયેલી ફરિયાદમાં જણાવ્યાનુસાર ઓએનજીસી કોલોની ફેસ- 2ના આવાસમાં રહેતો સુનીલકુમાર વેદ પ્રકાશ મૂળ પરણિતાના ગામનો જ હોવાથી પરણિતાના ઘરમાં ભોજન માટે આવતો હતો. તે સતત પરણિતાને તેના પતિનું અન્ય સાથે લફડુ છે, આ ઉપરાંત પતિ કેરેકટર લેસ છે તેમ કહેતો હતો. ગઇ તા. 24 મેના રોજ સવારના સવા પાંચેક વાગ્યે 29 વર્ષીય પરણિતાનો પતિ નોકરી ઉપર ચાલ્યો ગયો હતો. તે વખતે સુનીલ તેમના ઘરમાં ઘૂસી આવ્યો હતો. તેણે પરણિતા સાથે બળજબરીપૂર્વક ધાક ધમકી આપીને શારિરીક સબંધ બાંધ્યા હતા.

પરણિતાને સુનીલે જણાવ્યું કે જો તે કોઇને કીધું છે તો તારા બાળકો અને પતિની હત્યા કરી નાંખીશ. ત્યારબાદ ફરીથી 8 જૂનના રોજ સવારના પાંચ વાગ્યાના સુમારે ફરીથી સુનીલ ઘરમાં ઘૂસી ગયો હતો. તેણે પરણિતાની નણંદ તથા તેના બાળકો હાજર હોવા છતાં તેની સાથે બળજબરીપૂર્વક શારિરિક સબંધ બાંધવાનો પ્રયાસ કર્યો હતો. પરણિતાએ બૂમાબૂમ કરતા હવસખોર સુનીલે પરણિતાને ચહેરાં પર પર ફેટો મારી મારીને તેનો ચહેરો લોહીલુહાણ કરી નાંખ્યો હતો. દરમિયાન સવારના છ વાગ્યે પરણિતાનો પતિ આવતા તેણે આખી ઘટના પતિને કહેતા આ મામલો વેસુ પોલીસ મથકમાં દાખલ કરવામાં આવ્યો હતો.

Most Popular

To Top