સુરત: (Surat) ડીંડોલીમાં 14 વર્ષની કીશોરીની (Girl) એકલતાનો લાભ લઈ જાનથી મારી નાખવાની ધમકી આપી દુ:ષ્કર્મ (Abuse) કરી નાસી ગયેલા આરોપીને ડિંડોલી પોલીસે (Police) ઝડપી પાડયો હતો. આરોપી કિશોરીના ઘરમાં પ્રવેશ્યો હતો અને પછી શાંતિ સે દરવાજા બંધ કર લે, ચિલ્લાના મત, નહી તો તેરે ભાઈ ઓર તુજે જાન સે માર ડાલુંગા તેવી ધમકી આપી બળજબરી શરીર સંબંધ બાંધ્યો હતો
- શાંતિ સે દરવાજા બંધ કર લે, ચિલ્લાના મત, નહીં તો તેરે ભાઈ ઓર તુજે જાન સે માર ડાલુંગા
- આરોપી રાજકોટ બેન-બનેવીના ઘરેથી સુરત આવતાની સાથે ડિંડોલી પોલીસે દબોચી લીધો
- ડિંડોલીમાં 14 વર્ષની કિશોરી સાથે ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કરી દુષ્કર્મ કરનાર ઝડપાયો
ડીંડોલીમાં રહેતી અને ધોરણ 7 માં અભ્યાસ કરતી 14 વર્ષની કિશોરીને ઇન્સ્ટાગ્રામ ઉપરથી આકાશસિંગ નામના વ્યક્તિએ ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. જે કીશોરીએ એક્સેપ્ટ કરતા બંને વચ્ચે વાતચીત અને પરિચય થયો હતો. આકાશસિંગ ડીંડોલીમાં જ રહેતો હોવાથી તેણે કીશોરીના ભાઈ જોડે મિત્રતા કરી લીધી હતી. અને તેના ઘરે આવન-જાવન ચાલુ કરી હતી. દરમિયાન ગત 26 જાન્યુઆરીએ કીશોરીના મામાનું અવસાન થતા તેની માતા વતન રાજસ્થાન ગઈ હતી. અને પિતા કામ ઉપર ગયા હતા તે વખતે કીશોરી પોતાના ઘરે એકલી હતી ત્યારે બપોરે આકાશસિંગ કીશોરીના ઘરે આવ્યો હતો.
શાંતિ સે દરવાજા બંધ કર લે, ચિલ્લાના મત, નહી તો તેરે ભાઈ ઓર તુજે જાન સે માર ડાલુંગા તેવી ધમકી આપી બળજબરી શરીર સંબંધ બાંધ્યો હતો. અને દુષ્કર્મ કરી નાસી ગયો હતો. ત્યારબાદ બે ત્રણ દિવસ સુધી બપોરના સમયે કીશોરી એકલી ઘરે હોય ત્યારે આવી તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ કરતો અને જો કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખવાની તેમજ બદનામ કરવાની ધમકી આપી જતો રહેતો હતો. કિશોરીએ હિમત કરીને તેના માતા-પિતાને જાણ કરતા ડિંડોલી પોલીસે આકાશસિંગ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધી હતી.
આરોપી ગુનો નોંધાતા રાજકોટ બહેન-બનેવીના ઘરે ભાગી ગયો હતો. ડિંડોલી પોલીસના પીએસઆઈ હરપાલસિંહ મસાણી અને તેમની ટીમની સતત વોચ હતી. દરમિયાન આરોપી આકાશસિંગ રાજકોટ તેના બેન-બનાવીને ત્યાંથી સુરત પાછો આવ્યો હોવાની માહિતી મળતા ડીંડોલી ગોડાદરા બ્રિજ નીચે રેલ્વે પાટા પાસે ઊભો હતો ત્યારે આરોપી આકાશસિંગ ગુરુજીત જાતે સીંગ (ઉવ.૨૨, રહે- ઘર નં. ૬૯૭ પ્રિયંકાગ્રીન સોસાયટી, ડીંડોલી તથા મુળ જીલ્લો-દેવરીયા, બિહાર) ઝડપી પાડ્યો હતો.