સુરત: (Surat) સિંગણપોર ખાતે આવેલી જમીનમાં જગજીવન નગર હાઉસીંગ સોસાયટીના (Housing Society) નામે બનાવેલા પ્લોટીંગમાં કેટલાક પ્લોટ હોલ્ડરોના પ્લોટ બારોબાર બીજાને વેચાણ કરી છેતરપિંડી (Fraud) આચરવામાં આવતા ચોક બજાર પોલીસ સ્ટેશનમાં (Police Station) આ અંગે ફરિયાદ નોંધાવામાં આવી હતી.
- સિંગણપોરની જગજીવન નગર હાઉસીંગ સોસાયટીના પ્લોટ બારોબાર વેચી દેવાયા
- 7 મહિલા સહિત 23 આરોપી સામે ફરિયાદ દાખલ, વર્ષ 2017 થી કેસ ચાલતો હતો
- કોર્ટના આદેશ બાદ પોલીસે ફરિયાદ દાખલ કરી
ચોક બજાર પોલીસ સ્ટેશન પાસેથી મળતી માહિતી મુજબ જગજીવન નગર હાઉસીંગ સોસાયટી તરફના સભ્ય તથા અધિકૃત વ્યક્તિ અને પાવરદાર વિરજીભાઈ ઠાક૨શીભાઈ સિહોરા (ઉ.વ:૬૨, ધંધો : નિવૃત, ૨હે. ૫૧, ગૌરવ પાર્ક, કતારગામ) દ્વારા ચોક હજાર પોલીસ સ્ટેશનમાં સાત મહિલા સહિત કુલ 23 આરોપીઓની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી છે. સિંગણપોરના રે.સ.નં. ૫૭ પૈકીથી નોંધાયેલી જમીનમાં જગજીવન નગર હાઉસીંગ સોસાયટીના નામે પ્લોટીંગ કરવામાં આવ્યું હતું. આ પ્લોટીંગમાં વર્ષ 2017 પહેલા તમામ આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં કાવતરૂ રચ્યું હતું. અને પ્લોટ હોલ્ડરોના આવેલા કબજા સહિતની માલિકીના પ્લોટ અન્યને વેચી દીધા હતા.
અને પ્લોટ હોલ્ડરોને તેમના જ પ્લોટમાં નહીં આવવા માટે કહીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પ્લોટ બાબતનો આ વિવાદ વર્ષ 2017 થી ચાલતો હોવાથી 2017 માં પણ પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી. અરજીના આધારે પીઆઈ દ્વારા છેતરપિંડીની ફરિયાદ નોંધવા અભિપ્રાય અપાયો હતો. જોકે પીઆઈ બદલાતા ફરી કેસ ગુંચવાયો હતો. દરમિયાન અહી ટીપી આવી જતા પ્લોટ હોલ્ડરો બાંધકામ કરવા ગયા ત્યારે કબજો કરનારાઓએ પ્લોટ પર નહી આપવાની તથા મારી નાખવાની ધમકી આપી હતી. અંતે કોર્ટમાં દાવો રજૂ કરતા કોર્ટે આ કેસમાં ફરિયાદ દાખલ કરવા આદેશ આપતા પોલીસે ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.
કોની કોની સામે ફરિયાદ નોંધઈ
ભગવાનદાસ ઉર્ફે ભરતભાઈ જગજીવનભાઈ પટેલ, બળવંતભાઈ જગજીવનભાઈ પટેલ (ઉ.વ.૩૯), લલીતાબેન જગજીવનભાઈ પટેલ (ઉ.વ.૬૦), ૨મીલાબેન જગજીવનભાઈ પટેલ (ઉં.વ.૬૧), કંચનભાઈ જગજીવનભાઈ પટેલ (ઉ.વ.૫૩), નિર્મળાબેન ઉર્ફે નીરૂબેન અરવિંદભાઈ પટેલ તે જગજીવનભાઈ વલ્લભભાઈ પટેલની પુત્રી (ઉ.વ.૫૯), રમણભાઈ જગજીવનભાઈ પટેલ (ઉ.વ.૫૮) (તમામ રહે, નવુ ફળિયુ, સિંગણપોર), ભાનુબેન હરકિશનભાઈ પટેલની વિધવા (ઉ.વ.૫૧), અમૃતાબેન હરકિશનભાઈ પટેલ (ઉ.વ.૨૯), જુલીબેન હરકિશનભાઈ પટેલ (ઉ.વ.૨૮), વિ૨લભાઈ હરકિશનભાઈ પટેલ (ઉ.વ.૨૭), ૫રેશભાઈ બાબુભાઈ (ઉ.વ.૩૧), રાજેશભાઈ જમનાદાસ પટેલ (ઉ.વ.૫૪), અરૂણભાઈ બાબુભાઈ કાછડીયા (ઉ.વ.35) (તમામ રહે નવો મહોલ્લો, સિંગણપોર), અશ્વિનભાઈ નનુભાઈ ચોવટીયા (ઉ.વ.૩૬, રહે. ૧૧, સનસીટી રોહાઉસ, મોટાવરાછા), હસમુખભાઈ મનુભાઈ ઢોલરીયા (ઉ.વ.૩૬, ૨હે. ૨૩, દ્વારકેશ નગરી, મોટાવરાછા), ચિરાગભાઈ નાગ૨ભાઈ પટેલ (ઉ.વ.૩૭, રહે. શ્રધ્ધા ફલેટ, અડાજણ), હાર્દિકભાઈ મનુભાઈ ઢોલરીયા (ઉવ:૨૯, રહે. સીટીલાઈટ રો હાઉસ, સેટેલાઈટ રોડ, મોટા વરાછા), હિંમતભાઈ મગનભાઈ ચોડવડીયા (ઉ.વ:૩૭, ૨હે. ૫૨મેશ્વ૨ પાર્ક સોસાયટી, નાના વરાછા), લાલજીભાઈ છગનભાઈ વસ્તાન્ની (ઉ.વ.૪૧, રહે. પેડ૨ રોડ, મોટાવરાછા), ધનસુખભાઈ જગજીવનભાઈ પટેલ (ઉ.વ:૫૩, રહે. નવુ ફળીયુ, સિંગણપોર), પુષ્પાબેન જગજીવનભાઈ પટેલ (ઉ.વ:૬૪, રહે. સ્મૃતિ સોસાયટી, કતારગામ) અને ઉર્મિલાબેન તે જગજીવનભાઇ વલ્લભભાઇ પટેલની દીકરી (ઉ.વ. રહે, નવુ ફળિયુ સિંગણપોર) ની સામે ફરિયાદ નોંધાવી હતી.