સુરત : (Surat) સોનિફળિયા ખાતે રહેતા કૌશિક નરેશલાલ રાણાએ પોલીસ કમિશનરને (Police Commissioner) અરજી (Application) કરી હતી. જેમાં હજીરામાં (Hazira) ગાય (Cow) ઉપર જલદ પ્રવાહી છાંટી ક્રુરતાપૂર્વક મારી નાંખવાના ઇરાદાવાળું કૃત્ય કરનાર સામે કાર્યવાહી કરવાની રજૂઆત કરવામાં આવી હતી.
કૌશિકભાઈ કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટની અધ્યક્ષતા હેઠળની S.P.C.A ની મેનેજિંગ કમિટીમાં સભ્ય છે. તેમણે ગઇકાલે હજીરા ખાતે રહેતા અને પ્રાણી કલ્યાણની પ્રવૃતિ કરતાં શશીભાઈ આહીરે ફોન કરીને હજીરા, દામકા ખાતે આવેલા દરજીફળિયા પાસે એક સફેદ કલરની ગાયના શરીર ઉપર કોઈએ એસિડ (Acid) જેવું જલદ પ્રવાહી છાંટી ઘૃણાસ્પદ કૃત્ય કર્યું હોવાનું કહ્યું હતું. ગાય ખુબજ રિબાય છે અને દોડા-દોડ કરે છે. જેથી આ ગાયની પ્રાથમિક સારવાર થાય તે માટે શ્રી ઓમ નંદેશ્વર મહાદેવ ગૌશાળા -લાડવીના સ્વયંમ સેવક જગદીશભાઈ ધાનાણીના ધ્યાને આ બાબત લવાઈ હતી. બાદમાં ગાયની સારવાર શરૂ કરવામાં આવી છે. હજીરા વિસ્તારમાં ગાય ઉપર એસિડ જેવું પ્રવાહી છાંટવાનું કૃત્ય અવાર નવાર થઇ રહ્યું છે. આવું કૃત્ય કરનાર સામે ભારતીય ફોજદારી ધારાની કલમ અને પ્રાણી ક્રુરતા નિવારણ અધિનિયમ હેઠળ ગુન્હો દાખલ કરવા પોલીસ કમિશનરને રજૂઆત કરાઈ છે.
સરથાણા નેચર પાર્કમાં સફેદ વાઘ ગૌરવ મસ્તીએ ચડ્યો
હાલમાં વેકેશન શરુ થઇ ગયું છે જેના કારણે સરથાણા નેચર પાર્કમાં મુલાકાતીઓની સંખ્યા વધી ગઇ છે. ત્યારે જ લોકોને જોઇને જાણે સફેદ વાઘ ગૌરવ મસ્તીમાં આવી ગયો હતો. તેણે કરેલી કરતબો જોઇને મુલાકાતીઓ ખુશ થઇ ગયા હતાં.
હાલમાં ઉનાળું વેકેશન ચાલી રહ્યું છે, જેના લીધે સુરતના સરથાણા ખાતે આવેલા નેચર પાર્કમાં મુલાકાતીઓની સંખ્યામાં વધારો થયો છે. લોકો દૂર દૂરથી પ્રાણી જોવા નેચર પાર્કમાં આવી રહ્યાં છે. લોકોને જોઈ પ્રાણીઓ પણ ગેલમાં આવી જાય છે. ગરમીથી ત્રાસેલા પ્રાણીઓ પાણીમાં તો ક્યાંક ઝાડ નીચે છાંયડામાં મસ્તી કરતા જોવા મળી રહ્યાં છે. નેચર પાર્કમાં સફેદ વાઘ ગૌરવ પણ મસ્તીમાં આવી ગયો હતો અને જમીન પર આળોટતો અને અવનવા કરતબો કરતો જોવા મળ્યો હતો. ગૌરવની મસ્તી જોઈને મુલાકાતીઓ ખુશ થઈ ગયા હતા.