Gujarat

સુરત, અમદાવાદ અને ભાવનગરની 7 ટીપી સ્કીમને રાજ્ય સરકારની મંજૂરી, સુરતમાં 4 ટીપી મંજૂર

ગાંધીનગર: (Gandhinagar) રાજ્ય સરકાર (Government) દ્વારા ત્રણ શહેરોની એક સાથે 7 ટીપી સ્કીમને મંજૂરી આપવામાં આવી છે. સુરત, અમદાવાદ અને ભાવનગરની ટાઉન પ્લાનિંગ સ્કીમને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંજૂરી આપી છે. જેમાં સુરતની 4 પ્રીલિમિનરી ટી.પી સ્કીમને (T P Scheme) મંજૂરી મળતા સુરતનો વિકાસ (Development) ઝડપથી થશે તેવી આશા સેવાઈ રહી છે. સુરતની ૪ પ્રિલીમીનરી ટી.પી સ્કીમમાં કુલ ૬૪.૪૯ હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થશે. બીજી તરફ અમદાવાદની અને ભાવનગરની 1-1 પ્રીલિમિનરી ટી.પી. તેમજ બાવળાની 1 ડ્રાફ્ટ ટી.પી.નો સમાવેશ થાય છે.

  • સુરતની 4 પ્રિલીમીનરી ટી.પી સ્કીમમાં કુલ 64.49 હેક્ટર્સ જમીન પ્રાપ્ત થશે
  • અમદાવાદમાં કુલ 19.68 હેક્ટર્સ જમીન અને ભાવનગરમાં 11.32 હેક્ટર્સ જમીન પ્રાપ્ત થશે
  • બાવળાની 1 ડ્રાફટ ટી.પી મંજૂર

સુરતની આ ટીપી મંજૂર
સુરતમાં જાહેર સુવિધાનાં કામો માટે 9.25 હેક્ટર્સ, બાગ-બગીચા, રમત-ગમત મેદાનો જેવી સગવડ માટે 6.69 હેક્ટર્સ તેમજ આવાસોના નિર્માણ માટે 5.72 હેક્ટર્સ જમીન પ્રાપ્ત થશે. આંતરમાળખાકીય સુવિધાઓના ખર્ચને પહોચી વળવા અંદાજે 1.73 હેક્ટર્સ મળી સુડાની આ સ્કીમમાં અંદાજે કુલ 23.41 હેક્ટર્સ જમીન મળશે. સુરત મહાનગરની 3 પ્રારંભિક ટી.પી. સ્કીમમાં કુલ 41.08 હેક્ટર્સ જમીન પ્રાપ્ત થશે. સુરત મહાનગરની ત્રણ પ્રારંભિક ટી.પી. સ્કીમ સ્કીમ નં-51, ડભોલી સ્કીમ નં-27, ભટાર-મજૂરા અને સ્કીમ નં.50 વેડ કતારગામ ત્રણેયમાં આંતરમાળખાકીય સુવિધાના ખર્ચને પહોચી વળવા વેચાણના હેતુસર કુલ મળીને 6.84 હેક્ટર્સ જમીન ઉપલબ્ધ થવાની છે.

બીજી તરફ અમદાવાદમાં મહાનગરપાલિકાની પ્રિલીમીનરી ટી.પી સ્કીમ ૮૧ લાંભા-લક્ષ્મીપૂરા-૧ માં કુલ ૧૯.૬૮ હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થશે. આ પ્રિલીમીનરી ટી.પી સ્કીમમાં આંતરમાળખાકીય સુવિધાઓના ખર્ચને પહોચી વળવા વેચાણ માટે અંદાજે ૮.૦પ હેક્ટર્સ જમીન મળશે. આ ઉપરાંત બાગ-બગીચા તેમજ રમત-ગમતના મેદાન માટે ૩.૧ર હેક્ટર્સ અને સામાજિક, આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે અંદાજે ર૭૦૦ આવાસોના નિર્માણ માટે ૩.૦૧ હેક્ટર્સ જમીન મળશે.  ભાવનગર મહાનગરપાલિકાની પ્રિલીમીનરી ટી.પી સ્કીમ ૭ અધેવાડાને પણ  ભૂપેન્દ્ર પટેલે મંજૂરી આપી છે. આ સ્કીમ મંજૂર થવાના કારણે કુલ ૧૧.૩ર હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થશે અને બાગ-બગીચા, રમત-ગમત મેદાન તથા ખૂલ્લી જગ્યા માટે ૧.પ૭ હેક્ટર્સ, જાહેર સુવિધા માટે ર.૮૧ હેક્ટર્સ તેમજ આંતરમાળખાકીય સુવિધાઓના ખર્ચને પહોચી વળવા વેચાણના હેતુ માટે ૪.પ૭ હેક્ટર્સ જમીન મળશે.

ત્રણ મહાનગરો ઉપરાંત અમદાવાદ જિલ્લાની બાવળા નગરપાલિકાની ડ્રાફટ ટી.પી સ્કીમ નં.૪ (બાવળા)ને પણ મંજૂરી આપી છે. આ સ્કીમમાં કુલ પ૪.૮૮ હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થવાની છે. બાવળાની ડ્રાફટ ટી.પી સ્કીમ નં. ૪ માં આંતરમાળખાકીય સુવિધાઓના ખર્ચને પહોચી વળવા વેચાણના હેતુસર રપ.૬૪ હેક્ટર્સ, ખૂલ્લા મેદાનો-બાગ બગીચા માટે ૭.૮૧ હેક્ટર્સ, જાહેર સુવિધા માટે ૧૧.ર૬ હેક્ટર્સ તથા ૮ હજાર જેટલા EWS આવાસો માટે ૮.૯પ હેક્ટર્સ જમીન ઉપલબ્ધ થશે. 

Most Popular

To Top