સુરત: (Surat) છ મહાનગરોની ચૂંટણી (Election) બાદ રાજ્યમાં કોરોનાના કેસમાં (Case) સતત વધારો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં આજે નવા 424 કેસ નોંધાયા હતા. ચુંટણીને કારણે શહેરમાં કોવિડ ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા છે. ચુંટણીમાં મગ્ન રાજકારણીઓ અને કાર્યકર્તાઓએ માસ્ક (Mask) પહેરવામાં તેમજ સોશીયલ ડિસ્ટનીંગનું પાલન કરવામાં આંખ આડા કાન કર્યા છે. જેની અસર હવે દેખાઈ રહી છે. ચુંટણી પુર્ણ થતા જ શહેરમાં કોરોનાનું સંક્રમણ પણ વધી રહ્યું છે. ગુરૂવારે શહેરમાં પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળ્યો છે. ગુરૂવારે શહેરમાં 79 પોઝિટિવ દર્દી નોંધાયા છે અને કુલ આંક 40,451 પર પહોંચ્યો છે. પરંતુ મૃત્યુ એક પણ નોંધાઈ રહ્યા નથી જેથી તંત્રને આંશિક રાહત પણ મળી છે. સાથે જ ગુરૂવારે શહેરમાં વધુ 48 દર્દીઓ સાજા થતા અત્યાર સુધીમાં કુલ 39,286 દર્દીઓ સાજા થયા છે અને રીકવરી રેટ 97.12 ટકા થયો છે.
- કયા ઝોનમાં કેટલા કેસ?
- ઝોન પોઝિટિવ દર્દી
- સેન્ટ્રલ 08
- વરાછા-એ 02
- વરાછા-બી 11
- રાંદેર 23
- કતારગામ 07
- લિંબાયત 02
- ઉધના 02
- અઠવા 24
સુરત જિલ્લામાં કોરોનાના નવા 5 કેસ
સુરત: સુરત જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના નવા 5 કેસ પોઝીટીવ નોંધાયા છે. જેમાં ચોયાર્સી તાલુકામાં 2, કામરેજમાં 2, અને પલસાણામાં 1 કેસ પોઝીટવ નોંધાયો છે.તે ઉપરાંત કોરોના ટેસ્ટીગં સમાંતરે ચાલી રહેલા વેકિસનેશનના નવા ચરણ વચ્ચે પહેલા ડોઝ હોય તેવા 24 અને સેકન્ડ ડોઝ હોય તેવા 653 મળી કુલ 677 લોકોને રસી મૂકાઇ છે.
રાજ્યમાં કોરોનાના નવા 424 કેસ નોધાયા
રાજ્યમાં (Gujarat) કોરોનાના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં આજે નવા 424 કેસ નોંધાયા હતા. જ્યારે અમદાવાદમાં વધુ એક દર્દીનું મૃત્યુ થતાં રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4408 થયો છે. આજે 301 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,62,172 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં દર્દીઓની સાજા થવાનો દર 97.62 ટકા રહ્યો છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન આજે નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદ મનપામાં 71, સુરત મનપામાં 79, વડોદરા મનપામાં 79, રાજકોટ મનપામાં 54, ભાવનગર મનપામાં 5, ગાંધીનગર મનપામાં 6, જામનગર મનપામાં 9 અને જૂનાગઢ મનપામાં 4 કેસ નોંધાયા છે. જ્યારે સુરત ગ્રામ્યમાં 8 કેસ નોંધાયા છે. આજે રાજ્યમાં 7 જિલ્લામાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યા 1991 વેન્ટિલેટર ઉપર 35 અને 1956 દર્દીઓ સ્ટેબલ છે.