SURAT

સુરતમાં સગીરાએ ફાંસો ખાધો, પરિવારે બચાવી લીધી તો સગીરાએ એસિડ પી લીધું

સુરત: (Surat) શહેરના લીંબાયત વિસ્તારમાં રહેતી સગીરાએ ગઈકાલે ગળે ફાંસો ખાઈ આપઘાતનો (Suicide) પ્રયાસ કરતા પરિવારે તેને બચાવી લીધી હતી. પરંતુ મોતનું ભુત જેના માથે સવાર હતું તે સગીરાએ થોડીવાર પછી એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સગીરાએ આ પગલું ભરવા પાછળ તેનું પ્રેમપ્રકરણ (Love Affair) હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે (Police) આ અંગે વધારે તપાસ હાથ ધરી છે.

બનાવ અંગે મળતી માહિતી મુજબ લીંબાયત ખાતે રહેતી 16 વર્ષીય સગીરાએ ગઈકાલે રાત્રે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સગીરા કોઈ પગલું ભરે તે પહેલા પરિવારની નજર પડતા તેને બચાવી લીધી હતી. પરંતુ મરવાનું નક્કી કરીને બેસેલી સગીરાએ થોડા સમય પછી એસિડ પી લીધું હતું. જેથી તેને નવી સિવિલમાં ખસેડાઈ હતી. જ્યાં સગીરા હાલ સારવાર હેઠળ છે. ધોરણ 10 માં અભ્યાસ કરતી સગીરાને એક યુવક સાથે પ્રેમ સંબંધ હોવાનું પરિવારને જાણ થઈ હતી. તે સ્કુલ જવાનું કહીને પ્રેમીને મળતી હતી. જેથી પરિવારે તેની ઉપર પ્રતિબંધ મુકી દેતા ઘરમાં જ નજરકેદ કરી હતી. આ વાતનું માઠું લાગી આવતા તેને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સગીરા હાલ સારવાર હેઠળ છે અને પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.

સેલવાસમાં મરાઠી યુવકે ચાલુ નોકરીએથી રજા લઈ આંબાવાડીમાં જઈ ફાંસો ખાઈ આપઘાત કર્યો
સેલવાસ, દમણ: સંઘપ્રદેશ દાદરા નગર હવેલીનાં સેલવાસ પીપરીયાની સેવારામ કંપનીમાં નોકરી કરતાં 22 વર્ષિય સમાધાન પાટીલ (રહે. સેલવાસ બહુમાળી પાછળ, મૂળ મહારાષ્ટ્ર) તેના બનેવી સાથે રહેતો હતો. જેણે શુક્રવારે તબિયત સારી ન હોવાનું જણાવી કંપનીમાંથી રજા લઈ બાઈક પર નક્ષત્રવન નજીક આંબાવાડીમાં જઈ ઝાડની ડાળી સાથે દોરી વડે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું હતું. ઘટનાની જાણ સેલવાસ પોલીસને થતાં પોલીસની સાથે મરાઠી સમાજનાં અગ્રણીઓ પણ બનાવ સ્થળે દોડી આવ્યા હતા. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top