સુરત (Surat) : પૂણાના ભૈયાનગરમાં બાળકી (Girl) સાથે દુ્ષ્કર્મ (Rape) કરીને તેની હત્યા (Murder) કરનાલ લલનસિંહ સામે કુદરત પણ નારાજ છે. પોલીસ (Police) જ્યારે લાશ (Dead Body) શોધવા નીકળી ત્યારે લાશ મળતી ન હતી. તેવા સંજોગોમાં આ બાળકીની લાશ જે ખાડા પાસે હતી તેની નજદીક જ એક કોન્સ્ટેબલનો પગ પથ્થર સાથે અથડાયો હતો. આ કોન્સ્ટેબલ પોતાનું સંતુલન ગુમાવી દેતા તે બાળકીની લાશની નજદીક પડ્યો હતો. પોલીસને ત્વરીત શંકા જતા તે ખાડો ચેક કરતા તેમાં બાળકીની લાશ પડી હતી. આમ કુદરત પણ લલનસિંહને સજા અપાવવા માંગતી હોય તે અનુભવ પોલીસને થયો છે.
- પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનાર લલનસિંહ ચાર દિવસના રિમાન્ડ ઉપર
- નફ્ફટ લલનસિંહ પોલીસને લઇને ગ્રાઉન્ડ ઉપર ગયો ત્યાં બાળકીને રાખી હતી તે જણાવ્યું જ નહીં
- પોલીસે અઢી કલાકની જહેમત બાદ બાળકીની લાશ શોધી
પૂણાના ભૈયાનગરમાં પાંચ વર્ષની બાળકી સાથે રેપ કરવાનો પ્રયાસ કરનાર લલનસિંહને કોર્ટે (Court) ચાર દિવસના રિમાન્ડ (Remand) આપ્યા છે. પોલીસના કહેવા પ્રમાણે લલનસિંહ એટલો નફ્ફટ છે કે, તે સાચી વિગતો જણાવી રહ્યો નથી આગામી દિવસોમાં પોલીસ લલનસિંહને ઘટના સ્થળે લઇ જઇને ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન ઉપરાંત આરોપીનો ગેઇટ એનાલીસીસ રિપોર્ટ કરશે.
પ્રાપ્ત વિગતો મુજબ બે દિવસ પહેલા પૂણા વિસ્તારમાં બ્રિજની નીચે સૂતેલી પાંચ વર્ષની બાળાને અર્ધનગ્ન હાલતમાં જોતા જ ત્યાં રહેતા લલનસિંહ યાદવની હવસ જાગી હતી. લલનસિંહએ બાળાનું અપહરણ કરી પીઠ ઉપર બેસાડીને પૂણાના ભૈયાનગરમાં પાર્કિંગમાં ટેમ્પોની પાછળ લઇ જઇને બળાત્કાર અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. બાળકીએ બુમો પાડતા લલનસિંહએ બાળકીનું મોંઢુ દબાવી જમીન ઉપર પછાડતા મોત નીપજ્યું હતું.
ચકચારી આ ઘટનામાં પોલીસે લલનસિંહને પકડી પાડ્યો હતો. પોલીસ લલનસિંહને જ્યાં બળાત્કારનો પ્રયાસ થયો તે જગ્યાએ લઇ ગઇ હતી, ત્યાં લલનસિંહ ચૂપચાપ ઊભો રહી ગયો હતો. પોલીસના સ્ટાફે અઢીથી ત્રણ કલાકની જહેમત કરતા બાળકી મળી હતી. એક પોલીસ કોન્સ્ટેબલના પગની નીચેનો પથ્થર સરક્યો હતો અને ત્યાં તપાસ કરતા બાળકી નગ્ન હાલતમાં મળી આવી હતી. બાળાનું પોસ્ટમોર્ટમ કરતા તેણીની સાથે રેપનો પ્રયાસ થયાનું બહાર આવતા પોલીસે લલનસિંહની સામે બળાત્કાર અને રેપનો ગુનો નોંધીને ધરપકડ કરી હતી. આજે પૂણા પીઆઇ વિજય ગડરીયાએ લલનસિંહને કોર્ટમાં રજૂ કરીને પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જેમાં લલનસિંહને ગેઇટ એનાલીસીસ રિપોર્ટ, ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન સહિતના મુદ્દાઓ રજૂ કરી આરોપીની ગુનાહિત માનસિકતા જાણવા માટેના કારણો રજૂ કરાયા હતા. કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ આરોપી લલનસિંહના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરતો હુકમ કર્યો હતો.