સુરત(Surat) : સુરત શહેરમાં રોમિયો અને ગુંડાઓની દિનપ્રતિદિન હિંમત વધી રહી હોવાનું લાગી રહ્યું છે. જાહેર માર્ગો પર, ફોન કે સોશિયલ મીડિયાના (Social Media) માધ્યમથી હવે લંપટો દીકરી-બહેનોની છેડતી (Harassment) કરવા લાગ્યા છે. આવો જ એક બનાવ સુરત શહેરના અમરોલી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા કોસાડ વિસ્તારમાં બન્યો છે. અહીં એક 9માં ધોરણમાં ભણતી કિશોરીની વિધર્મીએ મોબાઈલ પર ફોન અને મેસેજ (Message) કરીને છેડતી કરી છે. આ અંગે કિશોરીના પિતાએ અમરોલી પોલીસ મથકના સાઈબર સેલમાં ફરિયાદ (Complaint) આપતા પોલીસે તપાસ હાથ ધરી છે.
- કોસાડમાં રહેતી 9માં ધોરણની વિદ્યાર્થીના મોબાઈલ પર આવ્યા બિભત્સ મેસેજ
- કિશોરીનો મોબાઈલ નંબર સોશિયલ મીડિયા પર વાયરલ કરનાર ઓળખાયો
- કિશોરીને હેરાન અને બદનામ કરનાર વિરુદ્ધ સાયબર સેલમાં ફરિયાદ દાખલ
કોસાડમાં રહેતા ટેમ્પો ડ્રાઈવરે ગઈ તા. 23મી ઓગસ્ટના રોજ ફરિયાદ આપી છે કે તેઓની મોટી દીકરી જે ધો. 9માં ભણે છે તેણીને ગઈ તા. 21મીના રોજ બપોરે મોબાઈલ નં. 6352853223 પરથી ‘અર્જ કિયા હૈ, મુઝે કોફી સે જ્યાદા પસંદ હૈ ચાઈ કા પ્લાયા, કી મુઝે કોફી સે જ્યાદા પસંદ હૈ ચાઈ કા પ્યાલા, અપને ભાઈ સે પૂછલો ક્યા વો બનેગા મેરા સાલા’ તથા ‘આઈ લવ યુ’ તેવો મેસેજ આવ્યો હતો. મારી દીકરીએ કહ્યું કે તેણે કોઈ અજાણ્યો ફોન, મેસેજ કરી તેમજ સોશિયલ મીડિયામાં હેરાન કરે છે. ફેસબુક પર ચેક કરતા કોઈ kiol sheikh નામના ફેસબુક એકાઉન્ટ પર મારી દીકરીનો મોબાઈલ નંબર અને તેની પર કોલ મી ઓન વોટ્સએપ એમ લખ્યું હતું. કોઈ અજાણ્યાઓએ મારી દીકરીનો મોબાઈલ નંબર લઈ સોશિયલ મીડિયા પર મુકી બદનામ કરી છે.
અજાણ્યાએ સોશિયલ મીડિયા પર કિશોરીનો નંબર મુકી દેતાં તે કિશોરીને અનેક લોકો તરફથી ફોન અને મેસેજ આવવા લાગ્યા હતા, જેના લીધે કિશોરી માનસિક રીતે તૂટી પડી હતી. આખો પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો. વારંવાર આવા પ્રકારના ફોન અને મેસેજ આવવા માંડતા આખરે કિશોરીના પિતાએ પોલીસને ફરિયાદ આપી હતી. પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.
બહેનની બહેનપણીનો મોબાઈલ નંબર લઈ ફેસબુક પર મુકી દીધો
પોલીસ તપાસમાં એવી હકીકત બહાર આવી છે કે કિશોરીની બદનામી અને છેડતી કરનાર તેની જ બહેનપણીનો ભાઈ છે. આરોપીએ પોતાની બહેન પાસેથી કિશોરીનો મોબાઈલ નંબર મેળવી લઈ ફેસબુક પર મુકી દીધો હતો. સાથે એવું લખ્યું હતું કે કોલ મી ઓન વોટ્સએપ. તેની આ હરકતના લીધે કિશોરી પર અજાણ્યાઓના ફોન અને મેસેજ આવવા માંડ્યા હતા. પોલીસે આરોપીની ઓળખ કરી તપાસ આગળ વધારી છે.