SURAT

‘ચાલ લગ્ન કરી લઈએ’, કહી શરીર સંબંધ બાંધ્યા, વીડિયો ઉતાર્યો ને પછી બે મિત્રોને બોલાવી..

સુરત(Surat) : સુરતના ઉમરા વિસ્તારમાં મહિલા (Women) સાથે મિત્રતા (Friendship ) કર્યા બાદ શારીરિક સંબંધોનો (Sexual Relation) વીડિયો (Video) બનાવી બ્લેકમેઈલ (Black Mail) કરી અન્ય મિત્રો સાથે મળી ગેંગરેપ (Gang Rape) કર્યાનો ચોંકાવનારો બનાવ બન્યો છે. આ કેસમાં સુરત પોલીસે 3 આરોપી સામે ગુનો દાખલ કરી બે ની ધરપકડ (Arrest) કરી છે.

  • સુરતના ઉમરા વિસ્તારની નંદનવન સોસાયટીના બંગલામાં મહિલા પર ગેંગરેપ
  • જયેશ નામના લંપટે લગ્નની લાલચ આપી મિત્રતા કરી શારીરિક સંબંધ બાંધી વીડિયો ઉતારી લીધો
  • વીડિયો બતાવી મહિલાને બ્લેકમેઈલ કરી વારંવાર ભોગવ્યા બાદ મિત્રો સાથે જબરદસ્તી સંબંધ રાખવા મજબૂર કરી
  • મહિલાએ ફરિયાદ આપતા ઉમરા પોલીસે બે આરોપીની ધરપકડ કરી

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના ઉમરા વિસ્તારમાં આવેલી નંદન વન સોસાયટીના બંગલા નં. 18માં એક મહિલા ઉપર ગેંગરેપ થયો હોવાનો બનાવ બન્યો છે. આ કેસની વિગત એવી છે કે રંગીલા પાર્ક ઉમરા પાસે આવેલી નંદન વન સોસાયટીના બંગલા નં. 18માં રહેતા જયેશ ઉર્ફે જય હેમંતની દોઢ મહિના પહેલાં 27 વર્ષીય મહિલા સાથે મુલાકાત થઈ હતી. થોડી મુલાકાતો બાદ બંને વચ્ચેની મિત્રતા પ્રેમમાં ફેરવાઈ હતી.

પાલનપુર જકાતનાકા અડાજણ ખાતે રહેતી 27 વર્ષીય ડીવોર્સી મહિલાને જયેશ બોટાદકર નામના શખ્સે લગ્નનો પ્રસ્તાવ મુક્યો હતો. તું પણ એકલી છે હું પણ એકલો છું તો લગ્ન કરી લઈ તેમ કહ્યું હતું. જયની વાતોમાં આવી જઈ મહિલા તેની સાથે રહેવા લાગી હતી. દરમિયાન બંને વચ્ચે શારીરિક સંબંધો બંધાયા હતા. શારીરિક સંબંધ બાંધતી વખતે જયેશે મહિલાનો નગ્ન વીડિયો ઉતારી લીધો હતો. ત્યાર બાદ જયેશે તે વીડિયોના આધારે મહિલાને બ્લેકમેઈલ કરવાનું શરૂ કર્યું હતું. વીડિયો બતાવી તે વારંવાર મહિલા ને શારીરિક સંબંધ રાખવા મજબૂર કરતો હતો.

દરમિયાન ગઈ તા. 8 મે 2022ના રોજ સાંજે 6.30 કલાકે જયેશે તે મહિલાને પોતાના બંગલા પર બોલાવી હતી. ત્યારે ત્યાં જયેશનો મિત્ર યોગી પવાર પણ હાજર હતો. જયેશે પહેલાં મહિલા સાથે બેડરૂમમાં શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યાર બાદ જયેશે તેના મિત્ર યોગી પવાર સાથે પીડિતાને શરીર સંબંધ બાંધવા મજબૂર કરી હતી. ત્યાર બાદ યોગીનો મિત્ર ધ્રુવ આવ્યો અને તેને પણ સંબંધ બાંધ્યો હતો. આથી મહિલા હચમચી ગઈ હતી. લાંબો વિચાર કર્યા બાદ તેણે ત્રણેય આરોપી વિરુદ્ધ ફરિયાદ આપી હતી.

પીડિતાએ વિરોધ કર્યો હતો. આરોપીઓ અને પીડિતા વચ્ચે ઘર્ષણ પણ થયું હતું ત્યારે આરોપીઓએ પીડિતાને ઢીકમુક્કીનો માર માર્યો હતો અને જબરદસ્તી દુષ્કર્મ આચર્યું હતું. તેટલું જ નહીં કોઈને કશું કહ્યું તો મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે મહિલાએ પોલીસ ફરિયાદ આપતા પોલીસે જયેશ ઉર્ફે જય હેમંત, યોગી પવાર અને અન્ય એક સામે ફરિયાદ નોંધી હતી. પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે, ત્રીજાની શોધ ચાલુ છે.

Most Popular

To Top