SURAT

આ તારીખથી સ્પાઇસજેટની સુરતથી ભાવનગરની સપ્તાહમાં 3 દિવસની ફ્લાઇટ શરૂ થશે

સુરત: (Surat) સુરતના હીરા ઉદ્યોગકારો અને ભાવનગરના વતનીઓ દ્વારા સુરતને ભાવનગર સાથે જોડતી વિમાનસેવા (Flight) અને ટ્રેન સેવા શરૂ કરવા માગણી કરી હતી. તેના અનુસંધાનમાં સ્પાઈસ જેટ એરલાઇન્સ (SpiceJet Airlines) દ્વારા 20મી ઓગસ્ટથી સુરત-ભાવનગર વચ્ચે અજમાયશી ધોરણે વિમાની સેવા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. અઠવાડિયામાં ત્રણ દિવસ સુરત અને ભાવનગરના (Bhavnagar) રહીશો આ વિમાની સેવાનો લાભ લઈ શકશે. પ્રાયોગિક ધોરણે શરૂ થનારી આ ફ્લાઈટ ક્યૂ 400 પ્રકારની હશે, જેમાં 72થી 90 બેઠકની વ્યવસ્થા હશે. 20 ઓગસ્ટથી (August) ફ્લાઇટ શરૂ થશે. જો પ્રથમ દસ દિવસમાં આ ફ્લાઇટને પુરતા પેસેન્જર (Passengers) મળશે તો જ આ ફ્લાઇટ આગળ ચલાવવામાં આવશે.

આ ફ્લાઈટ અઠવાડિયામાં ત્રણ દિવસ ગુરુ, શનિ અને રવિવારે ઉડાન ભરશે. સુરતથી 1.35થી ઉપડી ભાવનગર 2.20 કલાકે પહોંચશે અને ભાવનગરથી 2.40 કલાકે ઉપડી સુરતથી 3.25એ પરત પહોંચશે. એરલાઇન્સના સુત્રોના જણાવ્યા પ્રમાણે સુરત ભાવનગર એરપોર્ટ પર સ્પાઇસ જેટને 30 ઓક્ટોબર સુધીનો સ્લોટ મળ્યો છે. પ્રાયોગિક ધોરણે શરૂ થનારી આ ફ્લાઈટ ક્યૂ 400 પ્રકારની હશે, જેમાં 72થી 90 બેઠકની વ્યવસ્થા હશે. 20 ઓગસ્ટથી ફ્લાઇટ શરૂ થશે. જો પ્રથમ દસ દિવસમાં આ ફ્લાઇટને પુરતા પેસેન્જર મળશે તો જ આ ફ્લાઇટ આગળ ચલાવવામાં આવશે. એરલાઇન્સનો ઇરાદો 10 દિવસમાં એટીઆર કક્ષાના વિમાનને કેટલા પેસેન્જર મળે છે તે જાણવા માટેનો છે. અઠવાડિયામાં ત્રણ દિવસ સુરત અને ભાવનગરના રહીશો આ વિમાની સેવાનો લાભ લઈ શકશે.

હાલમાં વેન્ચૂરા એર કનેક્ટ કંપની દ્વારા 9 સીટર ફ્લાઈટ સુરત-ભાવનગર વચ્ચે ઉડાડવામાં આવી રહી હતી, પરંતુ તે અનિયમિત હોવાથી તેને વધુ પેસેન્જર ટ્રાફિક મળી રહ્યો નથી. ઇન્ટ્રાસ્ટેટ આ ફ્લાઇટનો ઉપયોગ મોટાભાગે ચાર્ટર ફ્લાઇટ તરીકે થઇ રહ્યો છે. એર લાઇન્સ દ્વારા 1821 રૂપિયાનો ટિકિટનો દર રાખી સુરત ભાવનગરનું હાઇવે માર્ગનું અંતર હવાઇ માર્ગે માત્ર 45 મીનિટમાં પૂર્ણ કરવા દાવો કર્યો છે. સુરત અને ભાવનગરમાં વસતા હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગકારોને આ ફ્લાઇટથી મહત્તમ લાભ મળી શકે તેમ છે. આ ફ્લાઇટ થકી સુરતથી ગુરૂવારે બપોરે ઉપડી શનિવારે અથવા રવિવારે બપોરે સુરત પાછા આવી શકાય તેમ છે.

ફ્લાઈટનું શિડ્યુઅલ કેવું હશે

  • સુરતથી 13-35 કલાકે ઉપડશે અને ભાવનગર 14-20 કલાકે પહોંચશે
  • ભાવનગરથી 14-40 કલાકે ઉપડશે અને સુરત 15-25 કલાકે પહોંચશે

Most Popular

To Top