સુરત: (Surat) આગામી તારીખ 21 મી ને રવિવારે યોજાનારા સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાન માટે ચૂંટણી (Election) તંત્ર મતદાન મથકોને ત્રણ વિભાગોમાં વિભાજીત કરીને મતદાન નિર્વિધ્ને સંપન્ન થાય તે માટે ચુસ્ત તકેદારીના પગલાં ભર્યા છે. કુલ ૩૩ લાખ મતદારો (Voters) મતદાન કરી શકે તે માટે સુરત શહેરમાં 967 મકાનોમાં 3185 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. જણાવી દઈએ કે રવિવાર સવારે સાત વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી સતત 11 કલાક મતદાન શાંતિપૂર્ણ રીતે અને નિર્વિધ્ને સંપન્ન થાય એ માટે ચૂંટણી તંત્ર તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે.
આ પૈકી ૫૫ મકાનોને અતિસંવેદનશીલ મતદાન મથકની કેટેગરીમાં મૂકી ને આ મકાનોના કુલ ૨૯૫ મતદાન બુથને અતિ સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. એવી જ રીતે 278 બિલ્ડિંગોને સંવેદનશીલ જાહેર કરીને તેમાં ના ૧૨૨૭ મતદાન મથકોને સંવેદનશીલ મતદાન બૂથ ની કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે. જ્યારે બાકીના તમામ મતદાન મથકો સામાન્ય કેટેગરીમાં વિભાજિત કરવામાં આવ્યા છે. આગામી રવિવાર સવારે સાત વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી સતત ૧૧ કલાક મતદાન શાંતિપૂર્ણ રીતે અને નિર્વિધ્ને સંપન્ન થાય એ માટે ચૂંટણી તંત્ર તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે.
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં પોસ્ટલ બેલેટ થી મતદાનની પ્રક્રિયા શરૂ
સુરત: (Surat) સુરત મહાનગરાપાલિકા સહિત જિલ્લા અને તાલુકા પંચાયત સહિત નગરપાલિકાઓની ચૂંટણીમાં (Election) ફરજ બજાવતા અલગ અલગ સરકારી કર્મચારીઓ માટે વીસ હજાર કરતા વધારે પોષ્ટલ બેલેટ મોકલવાનો આરંભ કરાયો છે. જિલ્લા ચૂંટણીતંત્ર તરફથી મળેલી માહિતી મુજબ સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં પોલીંગ સ્ટાફ તેમજ પોલીસ સ્ટાફ વગેરે મતદાનના દિવસે અલગ-અલગ ફરજ બજાવવાના હોવાથી તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ થી વંચિત ન રહી જાય એ માટે તેઓ તેઓ તેમના રહેઠાણના વોર્ડમાં મતદાન કરી શકે એ માટે પોસ્ટલ (Postal) બેલેટ તેમના સુધી રવાના કરવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ અંદાજે ૨૦,૦૦૦ જેટલા પોસ્ટલ બેલેટ તથા રિટર્ન કવર ચૂંટણીલક્ષી કામગીરી ની ફરજમાં રોકાનાર કર્મચારીઓને મોકલવામાં આવ્યા છે. આગામી મતદાન પૂર્ણ થાય એ પહેલા પોસ્ટલ બેલેટ તેમણે નિર્ધારિત રિટર્નિંગ ઓફિસર સુધી પહોંચતા કરવાના રહેશે. સામાન્ય શિરસ્તો જોઇઅ તો મતગણતરીની પ્રક્રિયા માં સૌથી પહેલા પોસ્ટલ બેલેટ થી થયેલા મતદાનના મતોની ગણતરી કરવામાં આવતી હોય છે.