SURAT

સુરતના આ વિસ્તારમાંં મફતમાં ઈંડાં ખાવા નહીં આપતાં લારીવાળા અને તેના મિત્ર ઉપર જીલવેણ હુમલો

સુરત: (Surat) પાંડેસરા જય અંબે નગર સોસાયટી (Society) પાસે ગઈકાલે રાત્રે મફતમાં ઈંડાં (Egg) ખાવા માટે નહીં આપવાની અદાવતમાં ઈંડાંની લારીવાળા અને તેના મિત્ર ઉપર આઠ જણાએ કોયતા અને ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો. હુમલાખોર પૈકી એક આરોપી ઉપર પણ અજાણ્યાએ ચપ્પુથી હુમલો કરતાં પોલીસે સામસામે ફરિયાદ નોંધી છે.

  • પાંડેસરામાં મફતમાં ઈંડાં ખાવા નહીં આપતાં લારીવાળા અને તેના મિત્ર ઉપર જીલવેણ હુમલો
  • ગઈકાલે રાત્રે મફતમાં ઈંડાં ખાવા માટે નહીં આપવાની અદાવતમાં કરાયો હુમલો
  • આઠેક જણા કોયતા, ચપ્પુ સહિતનાં હથિયાર લાવી હુમલો કરી તૂટી પડ્યા હતા
  • હુમલાખોર પૈકી એકને ઇજા થતાં પોલીસે સામસામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી

પાંડેસરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ બમરોલી તેરેનામ રોડ ગીતાનગર ખાતે રહેતા 21 વર્ષીય અવધેશ વિનોદ પાંડે અઠવાડિયા પહેલાં શાંતિનિકેતન ખાતે આવેલા તેના મિત્ર નીતિશ ઉર્ફે ટીંગના લારી ઉપર તેના અન્ય મિત્ર રવિ ઉર્ફે બોબી ગોસ્વામીનો બીપીન પાંડે નામના યુવક સાથે ઝઘડો થયો હતો. ગઈકાલે બીપીન પાંડે તેના મિત્ર પંજાબી, આર.કે.ક્રિષ્ણા ઉર્ફે ચન્ના ચુન્ની, ગુડ્ડુ ચોબે, આકાશ પાલ, અનુપમ અને બીન્ની સાથે ઈંડાં ખાવા માટે આવ્યો હતો. જો કે, આરોપીઓએ મફતમાં ઈંડાં ખાવા માંગતાં નીતિશે મફતમાં ઈંડાં આપવાની ના પાડતાં ઝઘડો કર્યો હતો. અવધેશ ગઈકાલે રાત્રે સાડા નવ વાગ્યે તેના મિત્ર રવિને બાઈક ઉપર તેના ભક્તિનગર ખાતે ઘરે છોડવા માટે જતો હતો. ત્યારે બીપીન સહિતના આરોપીઓ ત્રણ બાઈક ઉપર કોયતા, ચપ્પુ સહિતનાં ઘાતક હથિયારો સાથે આવ્યાં હતાં. અને અવધેશને જય અંબેનગર સોસાયટી પાસે આંતરી ઊભો રાખી બંને જણા ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. અવધેશને માથામાં ઘા માર્યા હતા. નીતિશની લારીની પણ તોડફોડ કરી હતી. આ બનાવ અંગે પોલીસે અવધેશની ફરિયાદને આધારે બીપીન પાંડે સહિત આઠ આરોપી સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો છે.

આરોપી ઉપર પણ અજાણ્યાએ હુમલો કર્યો
આરોપીઓ હુમલો કરતા હતા એ સમયે આકાશ પાલ નામના આરોપી ઉપર અજાણ્યાએ મોં, નાક અને પેટના ભાગે ચપ્પુના ઘા માર્યા હતા. ઈજાગ્રસ્ત આકાશને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસે આકાશના ભાઈ અવિનાશની ફરિયાદ લઈ આગળ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top