સુરત: (Surat) ડુમસ રોડ વાસ્તુ લક્ઝરિયામાં રહેતા પટેલ પરિવારના ફ્લેટમાં (Flat) કામ કરતી મહિલાએ ઘરમાં જ મોકાનો ફાયદો ઉઠાવી બે મોંઘી સૂટકેસ, એક લાખની કિંમતના કપડાં, ઈમિટેશન જ્વેલરી અને આઈફોન વોચ મળી કુલ રૂ.૩.૦૫ લાખની ચોરી (Thief) કરી ગઈ હતી.
- ડુમસના વાસ્તુ લક્ઝરિયામાં ઘરકામ કરતી મહિલા ત્રણ લાખની ચોરી કરી ગઈ
- નોકરાણીએ ઘરમાંથી બે મોંઘી સૂટકેસ, ઇમિટેશન જ્વેલરી અને આઈફોન વોચની ચોરી કરી
ઉમરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ડુમસ રોડ વાસ્તુ લક્ઝરિયા ફ્લેટમાં રહેતા 45 વર્ષીય જલ્પાબેન હરેશકુમાર પટેલે તેમના ઘરમાં અઢી મહિનાથી ફિમેલ મેડ તરીકે અર્ચના શાહુ (રહે., બાંદા, યુપી)ને ઘરમાં રાખી હતી. દરમિયાન અર્ચનાએ ગત 9 મીના રોજ બપોરના બારથી સાડા ચાર વાગ્યાના અરસામાં મોકાનો ફાયદો ઉઠાવી જલ્પાબેન અને તેમની દીકરી ક્રિપાના બેડરૂમમાંથી 50 હજાર અને 25 હજારની કિંમતની બે કીમતી સૂટકેટ, તેમાં રહેલા એક લાખની કિંમતનાં કપડાં, હેન્ડ બેગ, ઈમિટેશન જ્વેલરી અને આઈફોન વોચ મળી કુલ 3.05 લાખની કિંમતની મતાની ચોરી કરી નાસી ગઈ હતી. પોલીસે જલ્પાબેનની ફરિયાદ લઈ અર્ચના શાહુ સામે ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે. તપાસ દરમિયાન મહિલા અઠવા ગેસ પાસે ઊભી હોવાની બાતમી મળતાં પોલીસે તેની પાસેથી ચોરીનો મુદ્દામાલ કબજે લીધો હતો.