SURAT

સુરતના હીરા ઉદ્યોગમાં આ તારીખથી 21 દિવસનું વેકેશન

સુરત: (Surat) શાળાઓમાં 21 દિવસનું વેકેશન જાહેર કરાતા સુરત ડાયમંડ (Diamond) એસોસિએશને તેને અનુરૂપ હીરા ઉદ્યોગ માટે દિવાળી વેકેશન (Diwali Vacation) 21 દિવસનું રાખવાનું નક્કી કર્યું છે. 2 નવેમ્બરથી વેકેશનનો પ્રારંભ થશે અને તે 23 નવેમ્બર સુધી ચાલશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રફ ડાયમંડની કિંમતો ડોમેસ્ટિક માર્કેટમાં 30 ટકા સુધી વધી ગઇ હોવાથી નાના કારખાનેદારોને કામ શરૂ કરવામાં વિલંબ થશે. જો કે મોટી ડાયમંડ કંપનીઓ 23મીથી ધમધમતી થઇ જશે.

સુરત ડાયમંડ એસો.ના પ્રમુખ નાનુભાઇ વેકરીયાએ જણાવ્યું હતું કે 21 દિવસના દિવાળી વેકેશનને લીધે મેન્યુફેક્ચરીંગ ગતિવિધિ બંધ રહેશે. તેને લીધે પોલિશ્ડ ડાયમંડની ડિમાન્ડ વધશે અને રફના ભાવો પણ અંકુશમાં આવી શકે છે. કારખાનેદારોને તેની અનુકૂળતા પ્રમાણે 21 દિવસનું વેકેશન રાખવા જણાવ્યું છે. મોટા ભાગે આગામી મંગળવારથી કારખાના બંધ થઇ જશે. ડિસેમ્બરમાં ક્રિસમસની સિઝનના ઓર્ડર જોતા મોટી કંપનીઓ 21 દિવસના વેકેશન પછી પ્રોડક્સન શરૂ કરશે. જીજેઇપીસીના આંકડા પ્રમાણે એપ્રિલથી સપ્ટેમ્બર-2021 દરમિયાન જેમ એન્ડ જ્વેલરીનો એક્સપોર્ટ 19 હજાર કરોડ નોંધાયો છે જે દિવાળી અને ક્રિસમસની સિઝનને જોતા હજી વધી શકે છે.

સુરતમાં દિવાળી વેકેશન દરમ્યાન આ ફિલ્મો જોવા જઈ શકશો

સુરત: ગુજરાત સરકારે સુરત સહિત રાજ્યમાં કોરોનાની સ્થિતિ અંકુશમાં હોવાથી રાત્રિ કરફ્યૂની સમયમર્યાદા ઘટાડી છે. આથી સિનેમા ઘરોના નાઇટ શો ચાલી શકે. રાજ્ય સરકારના જાહેરનામા પ્રમાણે તહેવારોની સિઝનને જોતાં એન્ટરટેઇન્મેન્ટ ઉદ્યોગને રાહત આપવા આવતીકાલે 30 ઓક્ટોબરથી 100 ટકા પ્રેક્ષકો સાથે થિયેટરો ખોલવા મંજૂરી આપી છે. અગાઉ 60 ટકા કેપેસીટી સાથે થિયેટરો ખોલવા છૂટ આપી હતી. પરંતુ નબળી ફિલ્મોને લીધે પ્રેક્ષકો નહીં મળતાં થિયેટરમાલિકો અને ડિસ્ટ્રિબ્યુટરને 200 કરોડથી વધુનું નુકસાન થયાનો અંદાજ છે. સુરતમાં સરેરાશ 60થી વધુ સ્ક્રીન પર એક ડઝનથી વધુ મલ્ટિપ્લેક્સ કાર્યરત છે. પ્રેક્ષકો નહીં મળતાં થિયેટરમાં દર્શાવાતી જાહેરાત, ફૂડ કોટ સહિતને મોટું નુકસાન થયું છે. મલ્ટિપ્લેક્સ સંચાલકો કહે છે કે, દિવાળી વેકેશન દરમિયાન નવી ફિલ્મો રીલીઝ થવા જઇ રહી છે. આ સ્થિતિમાં 100 ટકા પ્રેક્ષકો બેસાડવાની છૂટ્ટી ઇન્ડસ્ટ્રીને રાહત થશે.

ફિલ્મ ડિસ્ટ્રિબ્યુટર અને મલ્ટિપ્લેક્સ સહિતના થિયેટરમાલિકોની સૌથી મોટી ચિંતા એ છે કે, પ્રેક્ષકો થિયેટરમાં મૂવી જોવા આવી રહ્યા નથી. વિતેલા મહિનાઓમાં માંડ 30 ટકા પ્રેક્ષકો સાથે સિનેમાઘરો ચાલ્યાં હતાં. હવે દિવાળી વેકેશન દરમિયાન 5 નવેમ્બરે અક્ષયકુમાર, અજય દેવગન, રણવીરસિંહ, જેકી શ્રોફ, કેટરિના કૈફ, ગુલશન ગ્રોવર, અનુપમ ખેર, અભિનિત મલ્ટિસ્ટારર ફિલ્મ સૂર્વવંશીને લઇ સારી સંભાવના જોવાઇ રહી છે. એ પછી 19 નવેમ્બરે બન્ટી-બબલી-2, 25મીએ સત્યમેવ જયતે અને 26મીએ સલમાનખાન અભિનિત ફિલ્મ અંતિમ મલ્ટિપ્લેક્સમાં પ્રદર્શિત થશે. આ ફિલ્મોને પ્રેક્ષકો કેવો પ્રતિસાદ આપે છે, તેના આધારે આ ઇન્ડસ્ટ્રીનું ભવિષ્ય નક્કી થશે. કારણ કે, ઓટીટી પ્લેટફોર્મ થિયેટરોને મોટી સ્પર્ધા આપી રહ્યું છે

Most Popular

To Top