સુરત(Surat): અનસેફ સેક્સના (Unsafe Sex) લીધે રહી ગયેલી પ્રેગનન્સીથી (Pregnancy) સમાજમાં બદનામીના ડરથી ગભરાયેલી અજાણી માતા (Mother) જાતે જ કસૂવાવડ (Abortion) કરી ચારથી પાંચ મહિનાનું મૃત ભ્રુણ (dead fetus) પુણા ગામની એક સોસાયટીમાં ફેંકી ગઈ હતી. આ પુરુષ મૃત ભ્રૂણ પર સોસાયટીના રહીશોની નજર પડતા તેઓએ પોલીસને જાણ કરી હતી. પોલીસે તાત્કાલિક સોસાયટીમાં દોડી જઈ મૃત ભ્રૂણના અંતિમસંસ્કારની વ્યવસ્થા ગોઠવી ભ્રૂણને ખુલ્લામાં તરછોડી દેનાર અજાણ્યા માતા-પિતાની શોધખોળ હાથ ધરી છે.
- પૂણા ગામની સીતારામ સોસાયટીની ખુલ્લી જગ્યામાંથી મૃત ભ્રૂણ મળ્યું
- સોસાયટીના રહીશ નિલેશ મકવાણાએ કોલ કરતા પોલીસ દોડી ગઈ
- મૃત ભ્રૂણ ચારથી પાંચ મહિનાનું હોવાનું અનુમાન
- પોલીસે સોસાયટીના રહીશની ફરિયાદ લઈ ગુનો નોંધ્યો
પૂણા ગામ વિસ્તારની સીતારામ સોસાયટીના ખુલ્લા પ્લોટમાંથી ચારથી પાંચ માસનું મૃત ભ્રુણ મળી આવતા સરથાણા પોલીસે અજાણ્યા માતા-પિતા સામે ફરિયાદ દાખલ કરી છે. આ ઘટનાની વિગત એવી છે કે નિલેશ મકવાણા પૂણાગામની સીતારામ સોસાયટીમાં રહે છે. તેઓએ 22 ઓગસ્ટના રોજ રાત્રિના સમય દરમિયાન મૃત ભ્રૂણ સોસાયટીની ખુલ્લી જગ્યામાં જોઈ હતું. નીલેશ મકવાણાએ આ અંગે પોલીસને જાણ કરતા પૂણા પોલીસ દોડી ગઈ હતી. મૃત પુરુષ લિંગનો કબ્જો લઈ અજાણ્યા માતા-પિતા સામે ફરિયાદ દાખલ કરી પોલીસે તપાસ હાથ શરૂ કરી છે. પોલીસે જણાવ્યું કે પોતાની માતા-પિતા તરીકેની ઓળખ છુપાવવા માતે કસૂવાવડ કરાવીને ભ્રૂણને આ સોસાયટીની ખુલ્લી જગ્યામાં ફેંકી દેવાયું છે. ભ્રૂણ મૃત હતું. ભ્રૂણના માતા-પિતાને શોધવાના પ્રયાસો શરૂ કરાયા છે.
ઉલ્લેખનીય છેકે અગાઉ પણ અનેકોવાર જાહેરમાં મૃત ભ્રૂણ ફેંકી દેવાની ઘટના બની છે. ગઈ તા. 30 જુલાઈના રોજ ભટાર રોડની હિન્દી વિદ્યાલયના ટોયલેટમાંથી ભ્રૂણ મળ્યું હતું . તે પહેલાં 11 જુનના રોજ વરાછાની સોસાયટીની બહાર રાત્રે 2 વાગ્યે ક્રુર માતા મૃત ભ્રૂણ ફેંકી ગઈ હોતી. ડિસેમ્બર મહિનામાં તો ક્રુર માતાએ મૃત ભ્રૂણ ગટરમાં નાંખી દીધું હતું, જે મનપાના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી મળ્યું હતું. આવી ઘટનાઓને રોકવા સરકાર દ્વારા કેટલાંક પ્રયાસો કરાયા હતા પરંતુ હજુ સુધી આ ઘટનાઓને રોકી શકાય નથી. સરકારના પ્રયાસો અપૂરતા હોવાનું આજની ઘટના પરથી ફલિત થઈ રહ્યું છે. સમાજમાં સેફ સેક્સ અને જો પ્રેગનન્સી રહી જાય તો યોગ્ય કારણો રજૂ કરી સરકાર માન્યતાપ્રાપ્ત હોસ્પિટલોમાં સેફ એબોર્શન માટેની જાગૃતિ લાવવી જરૂરી છે. તે દિશામાં પ્રયાસ થવા જોઈએ.