સુરત: (Surat) ઉકાઈ ડેમની સપાટી પર ચોમાસા દરમ્યાન સુરતીઓની નજર રહે છે. ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં સુરતમાં રેલ આવવાની અનેક ઘટનાઓ બની છે. પરંતુ ઓક્ટોબરમાં પણ સુરતીઓને ઉકાઈ ડેમની (Ukai Dam) સપાટી ઉંઘવા ન દે તેવી ઘટના સામે આવી છે. ઉપરવાસમાં વરસાદ ના હોવા છતા ઉકાઇ ડેમમાં એક લાખ ક્યુસેક પાણીની આવક થતાં ડેમની સપાટી 345.12 ફૂટ પર પહોંચી ગઈ હતી. ડેંજર લેવલ (Danger level) કરતા પણ વધુ પાણી ડેમમાં આવી જતાં તંત્ર દોડતું થયું હતું. તંત્ર દ્વારા બપોરે 75 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. જોકે ત્યારબાદ પણ ડેમમાં 22 હજાર ક્યુસેક પાણી આવતા જેટલું પાણી આવી રહ્યું છે તેટલું તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.
રવિવારે ઉપરવાસમાં વરસાદ નહીં હોવા છતા પણ ઉકાઇ ડેમમાં એક લાખ ક્યુસેક પાણીની આવક નોંધાય હતી. જેથી તંત્ર દ્વારા 75 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. પરંતુ ઉકાઇ ડેમની સપાટી ભયજનક લેવલ કરતા ઉપર નોંધાતા જ તંત્ર દ્વારા જેટલું પાણી આવે છે તેટલું છોડવામાં આવી રહ્યું છે. એક તબક્કે 345 ફૂટનું ડેંજર લેવલ વટાવી જતાં તંત્ર દોડતું થયું હતું. જોકે ત્યારબાદ ડેમમાં પાણીની આવક ઘટી હતી.
- ઉપરવાસમાં વરસાદ ના હોવા છતા ઉકાઇમાં એક લાખ ક્યુસેક પાણીની આવક નોંધાઈ
- ઉકાઈ ડેમની સપાટી 345.12 ફૂટ પર પહોંચી ગઈ હતી
- તંત્ર દ્વારા તાબળતોડ 75 હજાર ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરાયું હતું
- હવે જેટલું પાણી આવે છે તેટલું છોડી દેવામાં આવી રહ્યું છે
પ્રાપ્ત માહિતી અનુસાર ઉકાઇ ડેમના ઉપરવાસમાં છેલ્લા બે દિવસથી વરસાદ પડી રહ્યો હતો. જેને કારણે ઉકાઇ ડેમની પાણી પાણીની સપાટીમાં વધારો નોંધાય રહ્યો છે. દરમિયાન રવિવારે સવારે એક લાખ ક્યુસેક પાણીની આવક દેખાઈ હતી. જે પછી બપોરથી સાંજ સુધીમાં પાણીની આવક ઘટી ગઈ હતી એટલે કે, બપોરના 75 હજાર ક્યુસેક અને સાંજના 22 હજાર ક્યુસેક આવક નોંધાય હતી. રાત્રીના ઉકાઇ ડેમની સપાટી 345.12 ફૂટ નોંધાય હતી. ડેમમાં જેટલું પણ પાણી આવી રહ્યું છે એટલું છોડાય પણ રહ્યું છે. 22 હજાર ક્યુસેક આવકની સામે 22 ક્યૂસેક પાણી છોડાય રહ્યું છે. અહીં વાત એવી છે કે ઉકાઇ ડેમની પાણીની સપાટી ભયજનક લેવલ પર આવતા જ તંત્ર દ્વારા પાણી છોડવાની કાર્યવાહી ચાલી રહી છે.