સુરત: (Surat) સાથે કામ કરતા મિત્રએ ફોનનો (Phone) પાસવર્ડ મેળવીને 2.19 લાખની રોકડી કરી લીધી હતી. હરીનગર ડિંડોલીમાં રહેતા રાહુલ ધનરાજ કુંભાર દ્વારા તેના મિત્ર સામે છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તેમાં તેઓ સાથે કામ કરતા જનક સુરેશ વાઢેર દ્વારા રાહુલના મોબાઇલનો પાસવર્ડ ચોરી કરીને લોન માટે ક્રેડિટ કાર્ડમાંથી (Credit Card) 2.19 લાખ કરતા વધારે રૂપિયા પડાવી લીધા હોવાની વિગત જાણવા મળી છે.
- સાથે કામ કરતા મિત્રએ ફોન પાસવર્ડ ચોરી કરીને તેમાંથી ક્રેડિટ કાર્ડ મેળવી 2.19 લાખ પડાવી લીધા
- જનક ઘરે આવીને કોઇને કોઇ બ્હાને પોતે ન હોય ત્યારે તેમનો મોબાઇલ ફોન પત્ની તથા માતા પાસેથી માંગી લેતો હતો
આ મામલે જાણવા મળેલી વિગત અનુસાર તેમાં રાહુલ સાથે જનક વર્ષ 2020માં સાથે નોકરીની કામગીરી કરતા હતા. તે સમયે જનક વારંવાર ઉછીના નાણા લેતો હતો. તે પછી પરત પણ આપી દેતો હતો. દરમિયાન જનક ઘરે આવીને કોઇને કોઇ બ્હાને પોતે ન હોય ત્યારે તેમનો મોબાઇલ ફોન પત્ની તથા માતા પાસેથી માંગી લેતો હતો. તા. 11 એપ્રિલના રોજ પોતાનો પગાર ઉપાડવા ગયા ત્યારે તેમાં સાત હજાર જેટલા નાણા કોઇએ ઉંચકી લીધા હતા. આ નાણા જનકના ખાતામાં ટ્રાન્સફર થયા હતા. આ ઉપરાંત એચડીએફસી અને એકસીસ બેંકમાંથી જનકે ક્રેડિટ ક્રાર્ડ લઇ તેમાં 48000ની લોન તથા 1.04 લાખની લોન તેઓના નામે જાણ બહાર લઇ લીધી હતી. આ મામલે તેઓએ પૂછતા થોડા દિવસોમાં નાણા આપવાની વાત કરી હતી. બાદમાં જનક દ્વારા સતત વાયદા કરવામાં આવતા આ મામલે પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
સુરતના યુવકને બ્લુડાર્ટ કંપનીમાંથી શુઝ મંગાવવાનું 1 લાખ રૂપિયામાં પડ્યું
સુરત : ઓન લાઇન શુઝ ખરીદી કરનાર વેપારીને બ્લુડાર્ટ કંપનીના કુરિયર બોયે 2 રૂપિયા ટ્રાન્સફર કરાવીને એક લાખ જેટલી રકમ બેંક ખાતામાંથી ઉંચકી લીધી હતી. કપિલ ગણેશ સોની ઉ. વર્ષ 40 દંધો ટયુશન કલાસીસ રહેવાસી સ્નેહ સંકુલની વાડી પાછળ , મહલ રોડ દ્વારા અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તેમાં જણાવ્યાનુંસાર તેઓએ સૌકો કંપનીમાંથી સુઝ ખરીદવા માટે 7146 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ તેઓને બ્લુડાર્ટ કંપનીમાંથી સાંજે શુઝ આવી જશે તેવુ જણાવ્યુ હતુ. દરમિયાન તેઓને બપોરે ડીલીવરી માટે ફોન આવ્યો હતો. તે વખતે તેઓએ સાંજે ડીલીવરી લેવાનુ જણાવ્યુ હતુ. તે દરમિયાન બ્લુડાર્ટ કંપની તરફથી તેઓને વાત કરવામાં આવી કે તમારા શુઝ લેટમાં લેવા હોયતો તમારે વોટસઅપ પર ફોર્મ ભરવુ પડશે તેમ કહીને તેઓએ 2 રૂપિયા ટ્રાન્સફર કરવાનુ જણાવ્યુ હતુ નહીતર બૂટ ચાલ્યા જશે તેમ કહેતા તેઓએ 2 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ તેઓના ઘરે બૂટની ડીલીવરી આવી ગઇ હતી પરંતુ તેમના ખાતામાંથી 99999 રૂપિયા ઉંચકાઇ ગયા હતા.