સુરત: સુરત (Surat) શહેરના સિંગણપોર વિસ્તારની રિવર પાર્ક સોસાયટીમાં રહેતી 14 વર્ષ 7 મહિનાની ઉંમરની કિશોરીને (Teenage Girl) મહોલ્લામાં જ રહેતો 27 વર્ષીય યુવક કરણ વિરજીભાઈ ડાભી ગયા વર્ષે 2021માં પ્રેમસંબંધમાં ફસાવી લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. યુવક ચોટીલાની બસમાં, હોટલમાં વારંવાર કિશોરી સાથે શારીરિક સંબંધ (Rape) બાંધ્યો હતો. આ કેસમાં સુરતની કોર્ટે આરોપી કરણને પોક્સ એક્ટ (Pocso) હેઠળ 20 વર્ષની સજાનો (Punishment) હૂકમ કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગઈ તા. 8 એપ્રિલ 2021ના રોજ સીંગણપોરની 14 વર્ષની કિશોરીને મહોલ્લાનો 27 વર્ષીય યુવક ભગાડી ગયો હતો. ચોટીલા જતી બસમાં, ચોટીલાની હોટલમાં વારંવાર તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. તા. 12 એપ્રિલ સુધી આ સિલસિલો ચાલ્યો હતો. આ કેસમાં ચોક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થયા બાદ પોલીસે આરોપીને પકડી કોર્ટમાં રજૂ કર્યો હતો. કેસ ચાલી જતા કોર્ટે આરોપી કરણ ડાભીને 20 વર્ષની સજા ફટકારી સગીર વયની બાળકીઓને સમાજમાં દાખલો બેસાડ્યો છે.
કોર્ટે ચૂકાદામાં નોંધ્યું હતું કે, ગુનો બન્યો ત્યારે આરોપી પુખ્ત વયનો હતો અને તે જાણતો હતો કે તે કિશોરી સગીર વયની છે. લગ્નની લાલચ આપી, લલચાવીને અપહરણ કરી જઈ તેને સ્લીપર લક્ઝરી બસમાં બેસાડી ચોટીલા લઈ જઈ, એક હોટલમાં રોકાઈ તેણે કિશોરી સાથે શારીરિક સંબંધ બાંધ્યા છે. આરોપી જાણતો હતો કે કિશોરી સગીર વયની છે અને તે સંમતિ આપવા જેટલી સક્ષમ નથી. છતાં કિશોરીને ભગાડી જઈ આરોપીએ તેની સાથે સંબંધ રાખ્યા છે. તેથી આરોપી વિરુદ્ધ પોક્સ એક્ટ હેઠળ ગુનો બને છે. કોર્ટે આરોપી કરણ ડાભીને 20 વર્ષની સજા ફટકારતો હૂકમ કર્યો છે.
કોર્ટે વધુમાં નોંધ્યું હતું કે સમાજમાં બાળાઓ સુરક્ષિત જીવન પસાર કરે તેવા સમાજનું નિર્માણ પણ હાલના કપરા સંજોગોમાં અગત્યનું છે. સગીર બાળકો સાથેના આવા હિન પ્રકારના કૃત્યો વધી રહ્યાં છે. સમાજમાં આવા ગુના બનતા અટકે તે હેતુથી પોક્સો એક્ટ ઘડવામાં આવ્યો છે. આરોપીએ જે ગુનો કર્યો છે તે જોતાં ઓછી સજા કરવાનું કોઈ કારણ હોવાનું અદાલત માનતી નથી. દયા બતાવવામાં આવે તો સમાજનું હિત જોખમાય છે. આ કેસમાં બાળકી સાથે બળાત્કાર થયો છે, તેથી છોકરી અને તેના પરિવારજનોને માનસિક આઘાત લાગ્યો છે. આવા ગુનાથી બાળકીને આજીવન માનસિક યાતનાનો સામનો કરવો પડે છે. તેથી આરોપીને કડક સજા થવી જરૂરી છે.